________________
સાહિત્યયાત્રા પર એક માત્ર નામ છે પ્રોફેસર શ્રી રજનીકાંતભાઈ પરીખનું. મારામાં વસતા સાહિત્યના જીવને પેખનારા અને પોખનારા તેઓ જ. તેમણે કહ્યું હતું, ‘મહારાજ ! પાંત્રીસ વરસના થાઓ પછી કાવ્યો બનાવજો.' એમના કહેવા મુજબ કર્યું તો તેઓ જ આ કાવ્ય જોવા હાજર નથી. એમની ગેરહાજરીનું દુ:ખ તીવ્ર છે, તીવ્ર જ રહેશે.
પૂ. પિતામુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ મારી દરેક શક્તિને સક્રિય બનાવી છે. તેમનું ઉપકા૨સ્મરણ શબ્દોમાં થાય તેમ નથી. પૂ. બન્ધુમુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજીમ.નું પ્રેમાળ સાન્નિધ્ય આ રચનાનું અનન્ય આલંબન છે.
પૂ. મુનિરાજશ્રી મોક્ષરતિવિજયજી મ. દ્વારા આ સંપૂર્ણ કાવ્યનું સંશોધન થયું છે. એમનું સખ્ય, સૌખ્યદાયી રહ્યું છે હંમેશ.
શ્રી વિશાલભાઈ પંડિતજી સાથે બેસીને ભાષાકીય શુદ્ધિનો વિમર્શ કર્યો છે. તેમને કેમ ભૂલાય ?
પ્રાન્ત થોડા પ્રાચીન શ્લોકો :
शब्दानां विविनक्ति गुम्फनविधीनामोदते सूक्तिभिः सान्द्रं लेढि रसामृतं विचिनुते तात्पर्यमुद्रां च यः । पुण्यैः संघटते विवेक्तृविरहादन्तर्मुखं ताम्यतां केषामेव कदाचिदेव सुधियां काव्यश्रमज्ञो जनः ॥ स्वामी मित्रं च मन्त्री च शिष्यश्चाचार्य एव च । कवेर्भवति ही चित्रं किं हि तद् यन्न भावकः ॥ काव्येन किं कवेस्तस्य तन्मनोमात्रवृत्तिना । नीयन्ते भावकैर्यस्य यस्य न निबन्धा दिशो दश ॥ सन्ति पुस्तकविन्यस्ताः काव्यबन्धा गृहे गृहे । द्वित्रास्तु भावकमनःशिलापट्टनिकुट्टिताः ॥
વિ.સં. ૨૦૬૩ ચૈત્રી અમાસ શ્રીપાલનગર - મુંબઈ
१३
પ્રશમરતિવિજય