________________
પ્રકાશકીયમ
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજીગણિવર વિરચિત અષ્ટસહસ્ત્રીતાત્યવિવરણમ્ પ્રકાશિત કરતાં અમે અતીવ આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રંથ જોકે પૂર્વ પ્રકાશિત હતો તેમ છતાં પણ અનેક વિદ્વાનો તેના વિશિષ્ટ સંપાદનની અપેક્ષા રાખતા હતા. ગહન દાર્શનિક વિષય હોવાથી તેના વાંચનાર જ ઓછા હોય ત્યાં સંપાદન કરવા કોણ તૈયાર થાય ? પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય મુનિપ્રવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મહારાજસાહેબ-એ લગભગ એકાદ હજાર જેટલા જૈન-અજૈન સંદર્ભગ્રંથોનું અવલોકન અવગાહન કરીને આ ગ્રંથનું પુનઃ સંપાદન કર્યું છે. સંપાદક મુનિપ્રવરશ્રીએ પ્રસ્તાવનામાં ગ્રંથનો વિસ્તૃત પરિચય આપ્યો છે અને અગિયાર પરિશિષ્ટો દ્વારા સંપાદનને સમૃદ્ધ બનાવ્યું છે.
દાર્શનિક ગ્રંથોમાં શિરમોર ગણી શકાય તેવા ‘અઠ્ઠમસ્ત્રી તાત્પર્યવિવરણમ્'ના પ્રકાશનનો લાભ, પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર, પૂજ્યપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની પાટને શોભાવનારા, સ્વાધ્યાયપ્રેમી પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયહેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી તપગચ્છ અમર શાળા જૈન સંઘખંભાત (ગુજરાત)
શ્રી સંઘે જ્ઞાનખાતાની ઉપજમાંથી લીધો છે. તેમની શ્રુતભક્તિની ખૂબ અનુમોદના કરીએ છીએ. જ્ઞાનદ્રવ્યમાંથી મુદ્રિત આ ગ્રંથનો ઉપયોગ ગૃહસ્થો યોગ્ય મૂલ્ય પ્રદાન કરીને જ કરે તેવી નમ્ર વિનંતિ કરીએ છીએ.
- પ્રવચન પ્રકાશન, પૂના