________________
વ્યાખ્યાન-૮
૧૫૫
૦ [૨૨૨] આર્ય યશોભદ્રથી આગળની સ્થવિરાવલી સંક્ષિપ્ત વાચના દ્વારા આ રીતે કહેવામાં આવેલ છે –
તુંગિયાયન ગોત્રના સ્થવિર આર્ય યશોભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા. એક માઢર ગોત્રીય સ્થવિર આર્ય
સંભૂતિવિજય અને બીજા પ્રાચીન ગોત્રના સ્થવિર આર્ય ભદ્રબાહુ.
• [૨૨૩] માઢર ગોત્રીય સ્થવિર આર્ય સંભૂતિ વિજયના ગૌતમ ગોત્રીય આર્ય સ્થૂલભદ્ર નામના અંતેવાસી હતા.
• [૨૨૪] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય સ્થૂલભદ્રના બે સ્થવિર અંતેવાસી હતા, એલાપત્ય ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને વાસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ.
• [૨૨૫] વાસિષ્ઠગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તીના બે સ્થવિર અંતેવાસી હતા. પ્રથમ સુસ્થિત સ્થવિર અને બીજા સુપડિબુદ્ધ સ્થવિર.
તે બન્ને કોડિય કાકંદક કહેવાતા હતા અને તે બન્ને વ્યાધાપત્ય ગોત્રના હતા,
કલ્પ [બારસા] સૂત્ર
કોડિયકાકંદકના રૂપમાં પ્રસિદ્ધ થયેલ અને વ્યાધ્રાપત્ય ગોત્રીય સુસ્થિત અને સુપ્પડિબુદ્ધ સ્થવિરના કૌશિક ગોત્રીય
આર્ય ઈન્દ્રદિન્ન નામના સ્થવિર અંતેવાસી હતા.
૧૫૬
કૌશિક ગોત્રીય આર્ય ઈન્દ્રદિન્ન સ્થવિરના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્ન નામના અંતેવાસી હતા.
• [૨૨૬] ગૌતમ ગોત્રીય સ્થવિર આર્ય દિન્નના કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ નામના સ્થવિર અંતેવાસી હતા. આર્ય સિંહગિરિને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું.
જાતિસ્મરણ જ્ઞાનને પ્રાપ્ત કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ સ્થવિરના ગૌતમ ગોત્રીય આર્ય વજ્રનામક સ્થવિર અંતેવાસી હતા.
ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવજ્રના ઉક્કોસિયગોત્રીય આર્ય વજ્રસેન નામના સ્થવિર અંતેવાસી હતા.
ઉક્કોસિયગોત્રીય આર્ય વજ્રસેન સ્થવિરના ચાર સ્થવિર અંતેવાસી હતા : (૧) સ્થવિર આર્ય નાગિલ, (૨) સ્થવિર આર્ય પોમિલ (૩) સ્થવિર આર્ય જયંત (૪) અને સ્થવિર આર્ય તાપસ.