________________
વ્યાખ્યાન-દ
પર્યુષણ મહાપર્વ
દિવસ-૭
વ્યાખ્યાન-૮
૧૫૧
૧૫૨
વ્યાખ્યાન ૮
કલ્પ [બારસા] સૂત્ર
पुरिम - चरिमाण कप्पो मंगलं वद्धमाण तित्थम्मि इह परिकहिआ जिण-गण-हराइ थेरावली चरित्तं
• [૨૧૪] તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણ અને અગિયાર ગણધર હતા.
• [૨૧૫] પ્રશ્ન – “ભગવન્ ! એમ કઈ દૃષ્ટિથી કહેવામાં આવે છે કે શ્રમણ ભગવાન મહાવીરને નવ ગણ અને અગિયાર ગણધર હતા?'
ઉત્તર : “શ્રમણ ભગવાન મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગાર પાંચસો શ્રમણોને વાચના આપતા હતા. બીજા શિષ્ય અગ્નિભૂતિ નામના ગૌતમ ગોત્રીય અણગારે પાંચસો શ્રમણોને વાચના આપી. ત્રીજા શિષ્ય લઘુ અણગાર વાયુભૂતિ ગૌતમ ગોત્રીય પાંચસો શ્રમણોને વાચના આપી. ચોથા શિષ્ય આર્યવ્યક્ત ભારદ્વાજ ગોત્રીય સ્થવિરે પાંચસો શ્રમણોને વાચના આપી.