________________ વ્યાખ્યાન-૯ 181 કહ્યું છે. જેવાં કે - ઉત્તેદિમ (આટાનું ધોવણ) સંસ્વેદિમ (ઉષ્ણ, ઉકાળેલું પાણી) ચાઉલોદક (ચોખાનું ધોવણ) 182 કા [બાસાં] સૂત્ર જેટલી આવશ્યકતા હોય તેટલું પૂરેપૂરું લેવું કજે પણ અધિક કે ઓછું લેવું ન કલ્પે. * [28 વર્ષાવાસમાં રહેલા છઠ્ઠ કરવાવાળા ભિક્ષુકને ત્રણ જાતનું પાણી પીવાનું કયે છે. જેવું કે - તિલોદક, તુષોદક અને જવોદક. * [288] વર્ષાવાસ રહેલા અઠ્ઠમ કરવાવાળા ભિક્ષુકને ત્રણ પાણી લેવાનું કહ્યું છે. જેવું કે આયામ, સૌવીર, (કાંજી) અને શુદ્ધ વિકટ (ઉષ્ણોદક). * [291] વર્ષાવાસમાં રહેલા નિયત સંખ્યાવાળી દત્તિ પ્રમાણે આહાર લેવાવાળા ભિક્ષુકને ભોજનની અને પાણીની પાંચ દત્તિઓ લેવી યોગ્ય છે. અથવા તો ભોજનની ચાર દત્તિઓ અને પાણીની પાંચ દત્તિઓ, અથવા ભોજનની પાંચ દત્તિઓ અને પાણીની ચાર દત્તિઓ લઈ શકાય છે. મીઠાની એક કણી જેટલો પણ જેનો આસ્વાદ લઈ શકાય છે તે પણ એક દત્તિ ગણી શકાય છે. એવી દત્તિ લીધા પછી તે ભિક્ષુકે તે દિવસે તેજ ભોજનથી જ નિર્વાહ કરવો જોઈએ. તે ભિક્ષુકને બીજીવાર ફરીને ગૃહપતિના કુળ તરફ ભોજનને માટે કે પાણીને માટે નીકળવું કે પ્રવેશ કરવો તે કલ્પતું નથી. * [289] વષવાસમાં અવસ્થિત વિકૃષ્ટ ભક્ત કરવાવાળા ભિક્ષુકને એક ઉણવિકટ (શુદ્ધ ઉણોદક) પાણી લેવાનું કહે છે. તે પણ અન્નકણ રહિત હોય તેવું, અન્નકણ યુક્ત પાણી લેવું ન કલ્પે. *[20] વર્ષાવાસ રહેલા ભક્ત પ્રત્યાખ્યાની ભિક્ષુકને એક ઉણવિકટ પાણી લેવાનું કહ્યું છે. તે પણ અન્નકણ રહિત અન્નકણ યુક્ત નહિ. તે પણ કપડાંથી ગળેલું, ગળ્યા વગરનું નહિ. તે પણ પરિમિત, અપરિમિત નહિ. તે પણ [22 વર્ષાવાસમાં રહેલા નિષિદ્ધ ઘરનો ત્યાગ કરવાવાળા નિગ્રન્થ અને નિર્ચન્થીઓને ઉપાશ્રયથી માંડીને સાત ઘર સુધી જ્યાં સંખડી (જમણવાર) હોય ત્યાં જવાનું ક૫તું નથી. કેટલાક એમ કહે છે કે ઉપાશ્રયથી જોડેમાંજ આગળ આવવાવાળા ઘરોમાં જ્યાં જમણવાર હોય ત્યાં નિષિદ્ધ ઘરનો