________________
સૂત્ર-૨૪૭
૧૩૯
• સૂત્ર-૨૪૭૪ :
દીર્ધકાળ સુધી બાળકને જીવિત રાખવા માટે જે નામ રાખવામાં આવે તે જીવિત હેતુ નામ કહેવાય છે. જેમકે કચરો, ઉકરડો, ઉજિંઝતક, કંચવરક, સૂપડા વગેરે. આ બધા જીવિત હેતુ નામ કહેવાય છે.
• વિવેચન-૨૪૭/૪ :
કોઈ સ્ત્રીને બાળક જન્મતાવેંત મૃત્યુ પામતાં હોય છે. બાળક ઉજરતા ન હોય ત્યારે માતા પોતાના બાળકને જીવિત રાખવા કચરો, ઉકરડો, ભિપાલો વગેરે નામ રાખે છે. તે કચરો વગેરે નામ જીવિત હેતુ નામ કહેવાય છે.
• સૂત્ર-૨૪૭/૫ :
પ્રશ્ન :- આભિપાયિક નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- અંબક, નિંબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીસ્ક વગેરે આભિપાયિક નામ જાણવા. • વિવેચન-૨૪૭/૫ ઃ
ગુણની અપેક્ષા રાખ્યા વિના પોતાના અભિપ્રાય પ્રમાણે, ઈચ્છાનુસાર નામ રાખવું, તે આભિપ્રાચિક નામ કહેવાય છે. જેમકે અંબક, નિંબક વગેરે.
• સૂત્ર-૨૪૭/૬ :
પ્રશ્ન :- દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છ પ્રકારે છે. ધર્માસ્તિકાયથી લઈ અહ્લાસમય સુધીના છ ભેદ જાણવા. આ દ્રવ્યપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ છે.
• વિવેચન-૨૪૭/૬ ઃ
ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યના નામ દ્રવ્યવિષયક છે, તેથી અથવા આ નામ છ દ્રવ્ય સિવાય અન્યના ન હોવાથી તે દ્રવ્ય પ્રમાણ નિષ્પન્ન નામ છે. અનાદિ
• સૂત્ર-૨૪૭/૭ :
ભાવ પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ભાવપ્રમાણના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે – (૧) સામાસિક, (૨) તદ્ધિતજ, (૩) ધાતુજ, (૪) નિરુકિતજ
• વિવેચન-૨૪/૭ :
ભાવ એટલે વસ્તુગત ગુણ. આ ભાવ જ પ્રમાણ છે તે ભાવપ્રમાણ કહેવાય. તેના દ્વારા નિષ્પન્ન નામ ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે.
• સૂત્ર-૨૪૮ ઃ
પ્રશ્ન :- સામાસિક ભાષમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ સામાસિક નામ નિષ્પન્નતાના કારણરૂપ સમાસ સાત છે, તે આ પ્રમાણે છે – (૧) દ્વન્દ્વ, (૨) બહુદ્રીહિ, (૩) કર્મધારય, (૪) દ્વિગુ, (૫) તત્પુરુષ, (૬) અવ્યયીભાવ, (૭) એકશેષ.
• વિવેચન-૨૪૮ ઃ
બે અથવા બેથી વધુ પદોને, વિભક્તિ વગેરેનો લોપ કરી, સંક્ષિપ્ત કરી,
“અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ભેગા કરવા તેને સમાસ કહેવામાં આવે છે. જે શબ્દોના મેળવી સમાસ બને છે, તે શબ્દોને સમાસ ખંડ કહે છે. જે શબ્દો દ્વારા સમારા બને છે, તે બધા શબ્દોનું બળ સમાસ બન્યા પછી એક સરખું રહેતું નથી, પરંતુ તેમાંથી કોઈ શબ્દનો અર્થ પ્રધાન બની જાય છે અને બીજા શબ્દો તે અર્થને પુષ્ટ કરે છે.
- સૂત્ર-૨૪૯/૧ ઃ
પા : દ્વન્દ્વ સમાસનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- દ્વન્દ્વ સમાસના ઉદાહરણો-દાંત અને ઔષ્ટ-હોઠ તે દંતોષ્ઠ, સ્તનો અને ઉંદર તે સ્તનૌદર, વસ્ત્ર અને પત્ર તે વસ્ત્રપાત્ર, અશ્વ અને મહિષ તે અશ્વમહિષ, સાપ અને નોળીયો તે સપનોળિયો. આ દ્વન્દ્વ સમાસ છે.
• વિવેચન-૨૪૯/૧ -
દ્વન્દ્વ સમાસમાં જોડાતા બંને પદ પ્રધાન હોય છે. તેમાં બે પદ જોડાયેલ હોય છે. સમાસ થતાં બંનેની વિભક્તિનો લોપ થાય છે અને સમાસ થયા પછી એકવચન
કે બહુવચનના પ્રત્યય લાગે છે. દ્વન્દ્વ સમાસ બન્યા પછી એક મિશ્રિત વસ્તુનો બોધ થાય તો એકવચનમાં પ્રયુક્ત થાય. જેમકે મેં દાળરોટલી ખાધી, અહીં સમાસ પહેલા દાળ અને રોટલી એમ બે પદ હતા. સમાસ થતાં ‘અને”નો લોપ થાય
૧૪૦
છે અને ‘દાળ રોટલી* શબ્દ બંનેના મિશ્રણરૂપ વસ્તુનો બોધ કરાવે છે, માટે એકવચન આવે છે. દ્વન્દ્વ સમાસ થતાં મિશ્રિત વસ્તુનો બોધ થતો ન હોય તો બહુવચનમાં પ્રયુક્ત થાય છે. જેમકે રામ અને સીતા-રામસીતા વનમાં ગયા. રામસીતા એ દ્વન્દ્વ સમાસમાં બહુવચન વપરાય છે. કારણ કે તેમાં મિશ્રિતરૂપે એક વસ્તુનો બોધ નથી. અહીં જે ‘દંતોષ્ઠમ્' વગેરે નામ છે તે દ્વન્દ્વ સામાસિક ભાવપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય.
• સૂત્ર-૨૪૯/૨ :
પ્રશ્ન :- બહુવ્રીહિ સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- બહુવ્રીહિ સમાસમાં આ પર્વત ઉપર વિકસિત કુટજ અને કદંબ વૃક્ષ હોવાથી આ પર્વત ‘વિકસિત કુટજ કદંબ' કહેવાય છે. અહીં ખરચ' પદ બહુવીહિ સમાસરૂપ છે.
• વિવેચન-૨૪૯/૨ઃ
સમાસગત પદ જ્યારે પોતાથી ભિન્ન અન્ય પદાર્થનો બોધ કરાવે અર્થાત્ જે સમાસમાં અન્યપદ પ્રધાન હોય તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. બહુવ્રીહિ સમાસમાં બે કે વધુ પદો હોય તે ગૌણ હોય છે. ઉદાહરણ સ્પષ્ટ છે. તેમાં કુટજ અને કદંબ પ્રધાન નથી પરંતુ તેનાથી યુક્ત ‘પર્વત' અન્યપદ પ્રધાન છે.
• સૂત્ર-૨૪૯/૩ :
પ્રા :- કર્મધારય સમાસનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- કર્મધારય સમાસના ઉદાહરણ છે – ધવલ એવો વૃષભ-ધવલવૃષભ, કૃષ્ણ (કાળો) એવો મૃગકૃષ્ણમૃગ, શ્વેત એવું વસ્ત્ર-શ્વેત વસ્ત્ર (પટ), કત એવું વસ્ત્ર-રક્તવસ્ત્ર, આ કર્મધારય સમાસ છે.