________________
સૂત્ર-૨૩૮,૨૩૯ નક્ષત્રનામ (૨) દેવનામ (૩) કુળનામ (૪) પાખંડનામ (૫) ગણનામ (૬). જીવિતહેતુનામ (૭) આભિપાયિક નામ.
• વિવેચન-૨૩૮/૮, ૨૩૯ :
લોકવ્યવહાર ચલાવવા વ્યક્તિ-વસ્તુના નામ રાખવા આવશ્યક છે. નક્ષત્ર, દેવ, કુળ વગેરેના આધારે આ નામની સ્થાપના કરવામાં આવે છે. અહીં સ્થાપના શબ્દથી ચાર નિક્ષેપનો બીજો ભેદ સ્થાપના નિક્ષેપ ગ્રહણ કરવાનો નથી. અહીં સ્થાપના એટલે દેવ-કુળાદિના આધારે નામ રાખવું, તે અર્થ અભિપ્રેત છે.
• સૂત્ર-૨૪૦ થી ૨૪૩ -
પ્રશ્ન :- નળ નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- નક્ષત્રના આધારે સ્થાપિત નામ નક્ષત્રનામ કહેવાય છે. તે આ પ્રમાણે કૃતિકાનક્ષત્રમાં જન્મેલ બાળકનું કૃતિકકાર્તિક, કૃતિકાદત્ત, કૃતિકાધર્મ, કૃતિકાધર્મ, કૃતિકાદેવ, કૃતિકાદાસ, કૃતિકાસન, કૃતિકારક્ષિત વગેરે નામ રાખવા.
રોહિણીમાં જન્મેલનું રોહિણેય, રોહિણીદત્ત, રોહિણીધર્મ, રોહિણીશર્મ, રોહિણીદેવ, રોહિણીદાસ, રોહિણીસેન, રોહિણીરક્ષિત વગેરે નામ રાખવા.
આ જ રીતે જે નક્ષત્રમાં જન્મેલ હોય તેનું તે તે નક્ષત્રના આધારે નામ રાખવામાં આવે તે નક્ષત્ર સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય. ગાથા આધારે નક્ષત્રોના નામ. (૧) કૃત્તિકા, (૨) રોહિણી, (3) મૃગશિરા, (૪) આદ્રા, (૫) પુનર્વસુ, (૬) પુષ્ય, (૩) અશ્લેષા, (૮) મઘા, (૯) પૂવ ફાલ્ગની, (૧૦) ઉત્તરાફાલ્ગની, (૧૧) હસ્ત, (૧૨) ચિત્રા, (૧૩) સ્વાતિ, (૧૪) વિશાખા, (૧૫) અનુરાધા, (૬) જ્યેષ્ઠા, (૧૩) મૂળા, (૧૮) પૂવષિાઢા(૧૯) ઉત્તરાષાઢા (૨૦) અભિજિત, (૨૧) શ્રવણ, (૨૨) ધનિષ્ઠા, (૨૩) શતભિષા, (૨૪) પૂર્વાભિાદ્રપદા, (૨૫) ઉત્તરાભાદ્રપદા, (૨૬) રેવતી, (૨૭) અશ્વિની, (૨૮) ભરણી.
• વિવેચન-૨૪ થી ૨૪૩ -
વ્યક્તિનો જન્મ તે તે નક્ષત્રમાં થયો છે તેનો બોધ કરાવવા માટે વ્યક્તિનું નામ નક્ષત્રના આધારે પણ રાખવામાં આવે છે. જેમકે કાર્તિકેયરોહિણેય વગેરે. નક્ષત્ર આધારિત આ નામો નક્ષત્ર સ્થાપનાપ્રમાણ નિષ્પનામ કહેવાય છે.
• સૂત્ર-૨૪૪ થી ૨૪૬ -
પ્રશ્ન :- દેવનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામ ઉપરથી નામ સ્થાપવામાં આવે તો તે દેવનામ કહેવાય. જેમકે કૃતિકાનાબના અધિષ્ઠાતા દેવ અગ્નિ છે. અનિ દેવથી અધિષ્ઠિત નક્ષત્રમાં જન્મેલ બાળકનું નામ આગ્નિક, અગ્નિદત્ત, અગ્નિધર્મ, અગ્નિશમ, અગ્નિદાસ, અગ્નિસેન, અનિરક્ષિત વગેરે રાખવું. આ જ પ્રમાણે અન્ય સર્વ નક્ષત્રના દેવના નામ પરથી સ્થાપિત નામને દેવ સ્થાપન પ્રમાણ નામ કહેવામાં આવે છે.
નક્ષત્રના અધિષ્ઠાતા દેવના નામની સંગ્રહ ગાથા. (૧) અગ્નિ, (૨) પ્રજાપતિ, (૩) સોમ, (૪) રુદ્ર, (૫) અદિતિ, (૬) બૃહસ્પતિ, (૭) સર્પ,
૧૩૮
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૮) પિતા, (૯) ભગ, (૧૦) અર્યમા, (૧૧) સવિતા, (૧૨) વષ્ટા, (૧૩) વાયુ, (૧૪) ઈન્દ્રાગ્નિ, (૧૫) મિત્ર, (૧૬) ઈન્દ્ર, (૧૭) નિગતિ, (૧૮) અભ્ય, (૧૯) વિશ્વ, (૨૦) બ્રહ્મા, (૧) વિષ્ણુ, (૨૨) વસુ, (૨૩) વરુણ, (૨૪) જ, (૨૫) વિવદ્ધિ, (૨૬) પૂષા, (૨૩) અa (૨૮) ચમ. આ ૨૮ નક્ષમદેવના નામ જાણવા.
• વિવેચન-૨૪૪ થી ર૪૬ :
અગ્નિદેવથી અધિષ્ઠિત કૃતિકા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિના નામમાં નાગને ગૌણ કરી, દેવનામ મુખ્ય કરી અનિદત્ત વગેરે નામ સ્થાપવામાં આવે. તે જ રીતે પ્રજાપતિ વગેરે દેવનામ પરથી સ્થાપિત નામ સમજવા.
• સૂત્ર-૨૪૩/૧ :
પ્રશ્ન :- કુળનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જે નામનો આધાર કુળ હોય તે નામ કુળનામ કહેવાય છે, જેમકે ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, ઈવાકુ, જ્ઞાત, કૌરવ્ય વગેરે.
• વિવેચન-૨૪/૧ -
પિતાના વંશને કુળ કહેવામાં આવે છે. કોઈ પ્રમુખ વ્યક્તિ કે પ્રસંગ વિશેષથી કુળનું નામ સ્થાપિત થાય છે. જેમકે રઘુરાજા ઉપસ્વી રઘુકુળ સ્થાપિત થયું હતું.
• સૂત્ર-૨૪૭/ર :
પ્રશ્ન :- પાઉંડનામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- શ્રમણ, પાડુંરંગ, ભિક્ષ, કાપાલિક, તાપસ, પરિવ્રાજક, તે પાપં નામ જાણવા.
• વિવેચન-૨૪/ર -
મત, સંપ્રદાય, આચાર-વિચારની પદ્ધતિ અથવા વ્રતને પાખંડ કહે છે. કોઈ મત-સંપ્રદાય કે વિશિષ્ટ આચાર અથવા કોઈ કિયા કલાપના આધારે નામ સ્થાપિત થાય તે પાપં નામ કહેવાય છે. જેમકે તિગ્રંથ, શાક્ય વગેરે મતના પ્રવજિત સાધુ શ્રમણ કહેવાય છે. શરીર પર ભસ્મ લગાવનારા શૈવ કહેવાય.
• સૂત્ર-૨૪૩/3 -
પ્રશ્ન :- ગણનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - ગણના આધારે જે નામ સ્થાપિત થાય તે ગણનામ કહેવાય છે. જેમકે – મલ્લ, મલદd, મલ્લધર્મ, મલ્લશર્સ, મલ્લાદેવ, મલદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત, તે ગણ સ્થાપના પ્રમાણ નિપજ્ઞનામ છે.
• વિવેચન-૨૪/૩ :
સંઘ-સમૂહને ગણ કહેવામાં આવે છે. આયુધ જીવીઓના સમૂહને પણ ગણા કહેવામાં આવે છે. તેમાં પરસ્પરની સહમતિ અથવા સમ્મતિના આધારે રાજ્ય વ્યવસ્થાનો નિર્ણય કરાતો. મહાવીર સ્વામીના સમયમાં નવ મલ્લ અને નવ લિચ્છવી, અઢાર સાઓના રાજ્યનું એક ગણ રાજ્ય હતું. તે ગણના નામ પસ્થી મલ વગેરે નામ રાખવામાં આવે તે ગણ સ્થાપના પ્રમાણ નિપજ્ઞ નામ કહેવાય.