________________
સૂત્ર-૧૬૧
અઘાતિ કર્મોનો ક્ષયોપશમ થતો નથી. જે કર્મમાં સર્વઘાતિ અને દેશઘાતિ બંને પ્રકારના સ્પર્ધકો (શો) હોય તે કર્મનો જ ક્ષયોપશમ થાય. અઘાતિકર્મોમાં આ બે વિકલ્પ જ નથી માટે તેનો ક્ષયોપશમ નથી. ઘાતિકર્મોમાં પણ હાસ્યાદિ નવ નોકષાયમાં માત્ર દેશઘાતિ સ્પર્ધકો છે, કેવળજ્ઞાનાવરણ વગેરે પ્રકૃતિઓમાં માત્ર સર્વઘાતિ સ્પર્ધકો જ છે, તેથી તેનો ક્ષયોપશમ ન થાય. બંને પ્રકારના સ્પર્ધકો હોય તેવા મતિજ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓનો ક્ષયોપશમ સંભવે છે.
અહીં અભાવરૂપ ત્રણ અજ્ઞાન લેવાના નથી. જાણપણાના અભાવરૂપ અજ્ઞાન ઔદયિક ભાવમાં સમાવિષ્ટ થાય છે. ક્ષયોપશમભાવગત ત્રણ અજ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. મિથ્યાત્વના ઉદયે તે વિપરીત બોધ રૂપ છે, પણ જે બોધ છે, તે જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ થાય છે. ઔદયિક ભાવના અજ્ઞાનમાં જ્ઞાનાવરણીયના ઉદયે બોધનો અભાવ હોય છે અને ક્ષાયોપશમિક ભાવના અજ્ઞાનમાં જ્ઞાનાવરણના સોપશમથી બોધ તો હોય છે પણ મિથ્યાત્વના ઉદયે વિપરીત બોધ હોય છે.
• સૂત્ર-૧૬૧/૬ થી ૧૬૩/૧ :
પ્રશ્ન :- પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- પારિણામિક ભાવના બે ભેદ છે, (૧) સાદિપારિામિક (૨) અનાદિ પાર્રિણાર્મિક.
પાર્રિામિક ભાવના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે
પ્રશ્ન :- સાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સાદિ જૂનો દારૂ, જૂનો ગોળ, જૂનું ઘી, જૂના ચોખા, વાદળા, અભવૃક્ષ, સંધ્યા, ગંધર્વનગર, ઉલ્કાપાત, દિગ્દાહ, મેઘગર્જના, વિજળી, નિતિ, ચૂપક, યક્ષાદિષ્ટ, ધૂમિકા, મહિકા, રજોદ્ઘાત, ચંદ્ર-સૂર્ય ગ્રહણ, ચંદ્ર-સૂર્ય પરિવેષ, પ્રતિચંદ્ર-પ્રતિસૂર્ય, મેઘધનુષ્ય, મેઘધનુષ્યના ટુકડા, કપિહસિત, અમોઘ, ક્ષેત્ર, વર્ષધર પર્વત, ગામ, નગર, ઘર, પર્વત, પાતાળકળશ, ભવન, નરક, રત્નપ્રભા, શકરપ્રભા, વાલુકાપ્રભા, શંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા, તમામપ્રભા, સૌધર્મ, ઈશાનથી લઈ આનત, પ્રાણત, આરણઅચ્યુત દેવલોકો, ત્રૈવેયક, અનુત્તરોપાતિકદેવ વિમાન, ઈષપાગભારા પૃથ્વી, પરમાણુમુદ્ગલ, દ્વિપદેશી સ્કંધથી લઈ અનંત પ્રદેશીસ્કંધ. આ સર્વે સાદિ પારિણામિક ભાવરૂપે છે.
-
૧૧૫
પ્રા :- અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધારામય, લોક, અલોક, ભવસિદ્ધિક, અભતસિદ્ધિક. તે અનાદિ પાણિામિક ભાવરૂપે છે. - વિવેચન-૧૬૧/૬ થી ૧૬૩/૧ :
આ સૂત્ર દ્વારા સૂત્રકારે પારિણામિક ભાવનું નિરૂપણ કર્યું છે. મૂળ સ્વભાવને કાયમ રાખીને પૂર્વઅવસ્થાનો નાશ અને ઉત્તરાવસ્થાની પ્રાપ્તિરૂપ પરિણમન દ્રવ્યમાં
થયા જ કરે છે. તેને પારિણામિક ભાવ કહે છે.
સ્વરૂપમાં સ્થિત રહીને દ્રવ્યની પર્યાયનું ઉત્પન્ન અને નષ્ટ થવું તે પરિણામ
૧૧૬
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
કહેવાય છે. પરિણામ અથવા પરિણામથી નિષ્પન્ન થાય તે પાર્રિણામિક કહેવાય છે. દારૂ, ગોળ, ઘી, ચોખાની અવસ્થા નવા જૂના થવા રૂપે બદલાય છે. નવીનતારૂપ પર્યાય નાશ પામે ત્યારે જ જીર્ણતારૂપ પર્યાય ઉત્પન્ન થાય છે. નવી-જૂની પર્યાય ઉત્પન્ન થાય છે માટે તે પરિણામ આદિ સહિત છે. મેઘ-સંધ્યા-ઉલ્કાપાત વગેરે અવસ્થા પણ ઉત્પન્ન થતી અને થોડા સમયમાં નાશ પામતી જણાય છે માટે તે આદિ પરિણામરૂપે છે. ભરત વગેરે ક્ષેત્ર, વર્ષધરો, વિમાન વગેરેને સાદિપરિણામરૂપે ગ્રહણ કરેલ છે કારણ કે તે પુદ્ગલદ્રવ્યના બનેલ છે અને પુદ્ગલ દ્રવ્ય પરિણમનશીલ છે. આકારથી અવસ્થિત રહેતા હોવાથી ભરતાદિ ક્ષેત્ર વગેરે શાશ્વત છે પરંતુ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ પછી તે પુદ્ગલોનું અવશ્ય પરિણમન થાય છે. તે પુદ્ગલોની જગ્યાએ તે જ આકારમાં અન્ય પુદ્ગલો જોડાય છે.
ધર્માસ્તિકાય વગેરે દ્રવ્ય, લોક, અલોક, ભવ્યત્વ, અભવ્યત્વ વગેરે સ્વભાવથી જ અનાદિકાળથી તે-તે રૂપમાં પરિણત છે માટે તે અનાદિ પરિણામ કહેવાય છે. • સૂત્ર-૧૬૩/૨ :
પ્રશ્ન :- સાન્નિપાતિકભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔદયિક,
ઔપશમિક, જ્ઞાયિક, ક્ષાયોપશમિક અને પારિણામિક. આ પાંચ ભાવોમાંથી બેના સંયોગથી, ત્રણના સંયોગથી, ચારના અને પાંચના સંયોગથી જે ભાવ નિષ્પન્ન થાય છે, તે સાન્નિપાતિક ભાવનામ છે. તેમાં દ્વિકસંયોગજ દસ, ત્રિકસંયોગજ દસ, ચતુઃસંયોગજ પાંચ અને પંચસંયોગજ એક ભાવ છે. આ સર્વ મળી છવ્વીસ સાન્નિપાતિક ભાવ છે.
• વિવેચન-૧૬૩/૨ -
આ સૂત્રમાં સાન્નિપાતિક ભાવનું સ્વરૂપ તથા તેના ભેદોની સંખ્યાનું સંક્ષિપ્ત વર્ણન છે. ઔદયિક વગેરે પાંચ ભાવોમાંથી બે-બે ભાવોને ભેગા કરવામાં આવે તેને દ્વિકસંયોગ સાન્નિપાતિક ભાવ કહેવાય છે. તેના દસ ભેદ છે. તે જ રીતે ઔદયિક વગેરે ત્રણ, ચાર, પાંચ ભાવને ભેગા કરવામાં આવે તે ક્રમથી ત્રિસંયોગ, ચતુઃસંયોગ અને પંચસંયોગ સાન્નિપાતિક ભાવ કહેવાય. દ્વિકસંયોગજ-૧૦, ત્રિકસંયોગજ-૧૦, ચતુઃસંયોગજ-૫ અને પંચસંયોગજ-૧, કુલ મળી છવ્વીસ ભેદ થાય છે.
• સૂત્ર-૧૬૩/૩ :
પાંચ ભાવોમાંથી બે-બેનો સંયોગ કરવાથી નિષ્પન્ન થતાં દસ દ્વિસંયોગી ભંગોના નામ આ પ્રમાણે છે – (૧) ઔદયિક-ઔપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૨) ઔદયિક-ક્ષાયિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૩) ઔદયિકક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૪) ઔદયિક-પાર્રિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૫) ઔપશમિક-જ્ઞાયિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૬) ઔપશમિક-ક્ષાયોપશમિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૭) ઔપશમિકપારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૮) જ્ઞાયિક-ચોપામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૯) ક્ષાયિક-પારિણામિકના સંયોગથી નિષ્પન્ન ભાવ. (૧૦)