________________
સૂ-૧૫૯
૧૦૯
શબ્દો આ પ્રમાણે છે - દંડસ્મઅગ્રમ્ = દંડાગ્રમ્ = સાગતા = સાડડગતા, દધિચ્છદ = દધી, નદી+ઈહતે = નદીeતે, મધુ+ઉદકં = મધૂદક, બહુ+હતે =બહૂર્ત વગેરે વિકાર નિષ્ણ નામ છે.
િવિવેચન-૧૫૯ :
આ પાંચ સૂત્રો દ્વારા વ્યાકરણશાસ્ત્ર તથા શબ્દશાસ્ત્રની અપેક્ષાએ નિષ્પન્ન થતાં ચાર નામનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તે ચાર નામના લક્ષણ આ પ્રમાણે છે.
- (૧) આગમનિષ્પન્ન નામ :- આગમ એટલે આવવું-પ્રાપ્ત થવું. કોઈ સાક્ષર ઉમેરવાથી જે શબ્દ બને તે આગમ નિષ્પન્ન નામ કહેવાય છે. ni અનુસ્વારનો આગમ થવાથી, આ શબ્દો નિષ્પન્ન થયા છે માટે તે નિષજ્ઞ નામ છે.
(૨) લોપનિષજ્ઞ નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈ વર્ણ, અક્ષરનો લોપ થવાથી જે શબ્દ બને તે લોપનિષજ્ઞ નામ કહેવાય છે. અહીં સંધિના નિયમાનુસાર ‘અ'નો લોપ થાય છે અને શબ્દ બને છે
(3) પ્રકૃતિનિષ્પન્ન નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર ઘણીવાર બે સ્વર, વણ પાસે આવવા છતાં સંધિ થતી નથી. જે પ્રયોગ જે સ્વરૂપે હોય તેમજ રહે તો તેને પ્રકૃતિભાવ કહેવાય છે. જેમ કે અહીં બે સ્વર પાસે આવ્યા છે. પણ વ્યાકરણમાં તેને માટે દ્વિવચનમાં પ્રકૃતિ ભાવનું વિધાન છે માટે સંધિ ન થતા જ શબ્દ જ રહે છે. આ નામ પ્રકૃતિનિષ્પન્ન નામ છે.
(૪) વિકારનિપજ્ઞ નામ :- વ્યાકરણ શાસ્ત્રના નિયમાનુસાર કોઈ વર્ણ, અક્ષર વર્ણાન્તિર, બીજા અક્ષરરૂપે, પરિવર્તન પામે તો તે વિકાર કહેવાય છે. આવા વિકારથી જે નામ નિષ્પન્ન થાય તે વિકારનિપજ્ઞ નામ કહેવાય છે.
• સૂત્ર-૧૬૦ :
પ્રશ્ન :- પંચનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર - પંચ નામ પાંચ પ્રકારે છે, જેમકે – નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઔપસગિક અને મિશ્ર. “અશ્વ' એ નામિક નામનું, “ખલુ'એ નૈપાતિકનામનું, “ધાવતિ' એ આખ્યાતિક નામનું, ‘પરિ' ઔપસર્ગિક નામનું અને ‘સંયત’ એ મિશ્રનામનું ઉદાહરણ છે.
• વિવેચન-૧૬૦ :
(૧) નામિકનામ :- સમસ્ત શબ્દો કોઈને કોઈ વસ્તુના વાચક હોય છે. વસ્તુવાચક શબ્દ નામિક નામ છે. જેમકે “અશ્વ' શબ્દ પ્રાણી વિશેષને સૂચવે છે.
(૨) નૈપાતિકનામ :- વ્યાકરણ શાસ્ત્રમાં કેટલાક શબ્દોને “નિપાત' સંજ્ઞા આપવામાં આવી છે. તે તૈપાતિક નામ કહેવાય. જેમકે ‘ખલું'.
(3) આખ્યાતિકનામ :- ક્રિયાપદ-ક્રિયા સૂચક શબ્દ આખ્યાતિક કહેવાય છે. ‘ધાવ’ શબ્દ દોડવારૂપ ક્રિયાને સૂચવે છે માટે તે આખ્યાતિક નામ છે.
(૪) ઔપસગિકનામ :- વ્યાકરણ શાસ્ત્રમાં પરિઅપુ, પ, સમ વગેરે ઉપસર્ગ કહેવાય છે. તે શબ્દની આગળ લાગે છે અને નૂતન શબ્દ બને છે. જેમકે પરિગ્રહ, પરિવર્તન તે પસગિક નામ છે.
૧૧૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૫) મિશ્રનામ :- નામિક-ઔપસર્ગિક વગેરે ઉપરોક્ત ચારમાંથી બે, ત્રણ આદિ શબ્દ સાથે જોડાવાથી જે નામ બને તે મિશ્રનામ કહેવાય છે. જેમકે “સંયત' શબ્દ સમ ઉપસર્ગ અને યત ધાતુના સંયોગથી બન્યો છે.
• સૂત્ર-૧૧/૧ :
પ્રથમ :- ૭ નામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ૭ નામમાં છ પ્રકારના ભાવ કર્યા છે, તે આ પ્રમાણે છે - (૧) ઔદયિક, (૨) ઔપસમિક, (3) fiયિક, (૪) ક્ષાયોપથમિક, (૫) પરિણામિક, (૬) સાણિતિક.
• વિવેચન-૧૬૧/૧ -
આ સૂત્રમાં છ નામમાં છ ભાવના નામોનો ઉલ્લેખ છે. નામ અને નામના અર્થમાં અભેદ માની નામના આ પ્રકરણમાં છ ભાવોનું નિરૂપણ કરવામાં આવે છે.
(૧) ઔદયિક ભાવ :- જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મો વિપાક-ફળનો અનુભવ કરાવે તે ઉદય કહેવાય છે. કર્મોના ઉદયથી ઉત્પન્ન થાય તે ઔદયિકભાવ.
(૨) યશમિક ભાવ - ભારેલો અગ્નિ જેમ ઉપરથી શાંત દેખાય પણ અંદર અગ્નિ વિધમાન હોય. તેમ જે કર્મો સત્તામાં પડ્યા છે, જેનો ઉદય અટકાવી દેવામાં આવ્યો છે, તેને ઉપશમ કહેવામાં આવે છે, કર્મના ઉપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે ઔપશમિક ભાવ કહેવાય છે.
(૩) ક્ષાયિક ભાવ :- કર્મનો આત્યંતિક નાશ થાય, તેને ક્ષય કહેવામાં આવે છે. કર્મનો ક્ષય થવાથી જે પર્યાય ઉત્પન્ન થાય તે ક્ષાયિકભાવ છે.
(૪) ક્ષાયોપથમિક ભાવ :- કર્મોનો ઉદયભાવી ક્ષય, સદવારૂપ ઉપશમ અને દેશઘાતિ પ્રકૃતિનો ઉદય ચાલુ હોય તો તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. ઉદયમાં નહીં આવેલા સવાગત સર્વઘાતિ કર્મો ઉદયમાં ન આવે તેવા બનાવી દેવા, તેને ઉપશમ કહેવામાં આવે છે. આ રીતે ઉદયમાં નહીં આવેલા સર્વઘાતિ કર્મોનો ઉપશમ અને દેશઘાતિ કમનો ઉદય ચાલુ હોય તેને ક્ષયોપશમ કહેવામાં આવે છે. કર્મના ક્ષયોપશમથી જે ભાવ પ્રાપ્ત થાય તે ક્ષાયોપથમિકભાવ છે.
(૫) પારિણામિક ભાવ :- દ્રવ્ય કે વસ્તુનું પરિણમન થાય તે પરિણામ. તે પરિણામથી જે ભાવ ઉત્પન્ન થાય તે પારિણામિકભાવ અથવા દ્રવ્ય પોતાના સ્વભાવમાં જ પરિણત થાય તે પરિણામિક ભાવ હોય છે અથવા કર્મના ઉદય, ઉપશમાદિની અપેક્ષા વિના દ્રવ્યમાં જ સહજ પરિણમન થાય તેને પરિણામિક ભાવ કહે છે.
(૬) સાન્નિપાતિક ભાવ :- પાંચ ભાવોમાંથી બે-ત્રણ, ચાર વગેરે ભાવો ભેગા મળે તો તે સન્નિપાત કહેવાય છે અને સન્નિપાતથી જે ભાવ ઉત્પન્ન થાય તે સાન્નિપાતિક ભાવ કહેવાય છે.
• સૂત્ર-૧૬૧/૨ :- પ્રવન - ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દચિક ભાવના બે પ્રકાર છે. તે આ પ્રમાણે છે – ઉદય અને ઉદયનિષww.
પ્રશ્ન :- ઉદય-ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- જ્ઞાનાવરણીયાદિ