________________
સૂત્ર-૬૫
• વિવેચન-૫ -
આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી, અનાનુપૂર્વી, વક્તવ્ય દ્રવ્યોની સ્પર્શનાનો વિચાર કર્યો છે. ક્ષેત્ર દ્વારની જેમ જ અહીં પણ પાંચ પ્રશ્નોત્તર દ્વારા સ્પર્શના વર્ણવી છે. ક્ષેત્ર કરતા સ્પર્શના કાંઈક વિશેષાધિક હોય છે કારણ કે ક્ષેત્રની ચારે દિશાના તથા ઉર્વ-અધોદિશાના તેમજ સ્વ આધારભૂત ક્ષેત્રના જેટલા આકાશ પ્રદેશને સ્પર્શે તે તેની સ્પર્શના કહેવાય છે. જેમકે બે આકાશપદેશને અવગાહીને કોઈ અવક્તવ્ય દ્રવ્ય રહેલ હોય તો બે આકાશપદેશ તેનું ક્ષેત્ર કહેવાય અને બાર આકાશપ્રદેશની તેની સ્પર્શના કહેવાય.
• સૂત્ર-૯૬
ધન :- મૈગમ-વ્યવહાર નય સંમત આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ કેટલાકાળની છે ? ઉત્તર - એક આનપૂર્વ દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ નિયા સર્વકાલિક છે.
અનાનુપૂર્વ અને અવકતવ્ય દ્રવ્યોની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ અનુપૂર્વ દ્રવ્યની જેમ જાણવી.
• વિવેચન-૯૬ :
આ સૂત્રમાં એક અને અનેક આનુપૂર્વી વગેરે દ્રવ્યોની સ્થિતિ વર્ણવી છે. આનપર્ધી દ્રવ્ય તે જ સ્વરૂપે જેટલો સમય રહે તે તેની સ્થિતિ કહેવાય. ત્રણે દ્રવ્યની સ્થિતિ એક-એક દ્રવ્યની અપેક્ષાઓ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ છે. દ્વિપદેશી ઢંધમાં એક પરમાણુ મળતા તે પિદેશી ઢંધ આનુપૂર્વી દ્રવ્ય બની, તે સ્વરૂપે એક સમય રહી તે પરમાણુ છૂટું પડી જાય તો તે સ્કંધ આનુપૂર્વી રૂપે ન રહે. આ રીતે આનુપૂર્વી દ્રવ્યની સ્થિતિ જઘન્ય એક સમયની કહેવાય. ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની છે. પુદ્ગલ સંયોગની ઉત્કૃષ્ટ સ્થિતિ અસંખ્યાતકાળની જ છે. ત્રણે દ્રવ્યો તે જ સ્વરૂપે અસંખ્યાત કાળ સુધી જ રહી શકે.
• સૂત્ર-૯૭ :
નૈગમવ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્યોનું અંતર (વિરહકાળ) કેટલું છે ? એક અનુપૂર દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન :- નૈગમ વ્યવહારનય સંમત અનાનુપૂર્વી દ્રવ્યોનું અંતર કેટલું છે ?
એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું અંતર છે. અનેક અનાનપુર્વ દ્રવ્યની અપેક્ષાએ અંતર નથી.
પ્રશ્ન :- નૈગમ વ્યવહારનય સંમત અવકતવ્યદ્રવ્યોનું અંતર કેટલા કાળનું છે ? ઉત્તર - એક અવકતવ્ય દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંતકાળનું અંતર છે. અનેક અવકતવ્ય દ્રવ્યોની અપેક્ષાઓ અંતર નથી.
• વિવેચન-૯૭ :આનુપૂર્વી વગેરે દ્રવ્ય પોતાના આનુપૂર્વીવ વગેરે સ્વરૂપનો ત્યાગ કરીને
६४
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન જેટલા સમય પછી પુનઃ આનુપૂર્વીત્વ વગેરે સ્વરૂપને પ્રાપ્ત કરે તે કાળને અંતરકાળ અથવા વિરહકાળ કહે છે.
આનપર્વ, નાનપર્વ અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્યોનો જઘન્ય અંતરકાળ એક સમય છે. ત્રિપ્રદેશી ઢંધ કે દ્વિપદેશી ઢંધ વગેરે અવસ્થા પ્રાપ્ત કર્યા પછી સ્વાભાવિક રીતે કે પ્રયોગ દ્વારા ખેડ થઈ જવાથી આનુપૂર્વી કે અવક્તવ્ય અવસ્થા રહિત બની, એક સમયમાં પુનઃ તેમાં પરમાણુ મળી તે અવસ્થા પ્રાપ્ત કરે તો જઘન્ય એક સમયનો વિરહકાળ થાય. અનાનુપૂર્વમાં, પરમાણુ કોઈપણ સ્કંધમાં જોડાય, એક સમય સ્કંધ સાથે સંયુક્ત રહી, છૂટું પડી, પરમાણપણાને મેળવે, ત્યારે જઘન્ય એક સમયનો તેનો વિરહકાળ થાય છે. - આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યમાં ઉત્કૃષ્ટ વિરહકાળ અનંતકાળનો છે. કોઈ એક વિવક્ષિત આનુપૂર્વી દ્રવ્ય તે અવસ્થાને ત્યાગી તે છૂટા પડેલા પરમાણુઓ અન્ય દ્વિપદેશી, બિuદેશી ચતુuદેશી વાવ અનંતપદેશી ઢંધરૂપ અનંત સ્થાનોમાં ઉત્કૃષ્ટકાળની સ્થિતિનો અનુભવ કરતાં, અનંતકાળ વ્યતીત થઈ જાય છે. તત્પશ્ચાત તે જ પરમાણુઓ દ્વારા તે વિવક્ષિત આનુપૂર્વીત્વ અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ અનંતકાળનો વિરહકાળ થાય છે. અનાનુપૂર્વી દ્રવ્યમાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું છે. પરમાણુરૂપ અનાનુપૂર્વી દ્રવ્ય કોઈપણ સ્કંધ સાથે વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધી જ સંયુક્ત અવસ્થામાં રહી શકે છે. પરમાણુ પગલનો તથાપકારનો સ્વભાવ છે.
અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ અંતર જ નથી કારણ કે લોકમાં અનંત આનુપૂર્વી વગેરે દ્રવ્ય વિધમાન જ હોય છે. એક પણ સમય એવો નથી કે જ્યારે આનુપૂર્વી, અનાનુપૂર્વી કે અવક્તવ્ય દ્રવ્ય ન હોય.
• સૂત્ર-૯૮ :
ધન :- નૈગમ-વ્યવહાર નય સંમત અનુપૂવદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગે છે ? શું સંખ્યાતમા ભાગે, અસંખ્યાતમા ભાગે, સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં છે ? ઉત્તર + આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યોના અસંખ્યાતમાં ભાગ, અસંખ્યાતમાં ભાગ કે સંખ્યાતભાગોમાં નથી પરંતુ નિયમ (નિશ્ચયથી) અસંખ્યાત ભાગોમાં છે.
પ્રગ્ન • નૈગમ-વ્યવહાર નયસંમત અનાનુપૂર્વ દ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામાં ભાગે છે ? શું સંખ્યામાં ભાગ, અસંખ્યાતમાં ભાગ, સંખ્યાd ભાગો કે અસંખ્યાત ભાગોમાં છે ? ઉત્તર :- અનાનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્યના સંખ્યામાં ભાગ અને સંખ્યાd ભાગો કે અસંખ્યાત ભાગો રૂપ નથી પરંતુ અસંખ્યાતમા ભાગે છે.
અવક્તવ્ય દ્રવ્ય પણ અનાનુપૂર્વીની જેમ અસંખ્યાતમા ભાગે છે..
વિવેચન-૯૮ :
આનુપૂર્વી દ્રવ્ય શેષ દ્રવ્ય અર્થાત અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યથી ઓછા છે કે વધુ ? અને તે અધિકતા કે ન્યૂનતા કેટલા ભાગે છે ? તેના ઉત્તરમાં જણાવ્યું છે કે શેષ દ્રવ્યોથી અસંખ્યાતભાગો અધિક છે. કારણ એ છે કે આનુપૂર્વીદ્રવ્યમાં