________________
સૂત્ર-૯૨
૬૧
પ્રશ્ન :- નૈગમ વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય અસ્તિરૂપ છે કે નાસ્તિ રૂપ છે ? ઉત્તર :- નિયમા અસ્તિરૂપ છે.
પ્રશ્ન :- નૈગમ વ્યવહાર નયસંમત અવક્તવ્ય દ્રવ્ય અસ્તિ રૂપ છે કે નાસ્તિરૂપ છે? ઉત્તર :- નિયમા અત્તિરૂપ છે.
• વિવેચન-૯૨ :
આ સૂત્રમાં નૈગમ વ્યવહાર નય સંમત આનુપૂર્વી આદિ દ્રવ્યનું નિશ્ચિતરૂપે અસ્તિત્વ પ્રગટ કર્યું છે. તે અસત્આપ નથી. તેનો ક્યારેય અભાવ થતો નથી. • સૂત્ર-૯૩ :
પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્ય શું સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે ? ઉત્તર ઃ- તે સંખ્યાત નથી, અસંખ્યાત નથી પરંતુ અનંત છે. તે જ રીતે અનાનુપૂર્વી અને વક્તવ્ય, આ બંને દ્રવ્ય પણ અનંત છે. • વિવેચન-૯૩ :
આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય અનંત છે. એક-એક આકાશ પ્રદેશ પર પણ અનંત હોય શકે છે.
• સૂત્ર-૯૪ ઃ
પ્રશ્ન - નૈગમ વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય લોકના કેટલા ભાગમાં અવગાઢ હોય છે? શું લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં,
સંખ્યાત ભાગોમાં કે અસંખ્યાત ભાગોમાં અવગાઢ હોય છે કે સર્વલોકમાં
અવગાઢ હોય છે ? ઉત્તર ઃ- કોઈ એક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના
સંખ્યાતમા ભાગમાં અથવા લોકના અસંખ્યાતમા ભાગમાં અથવા લોકના સંખ્યાત ભાગોમાં અથવા લોકના અસંખ્યાત ભાગોમાં રહે છે, અથવા સમસ્ત લોકમાં અવગાઢ બની રહે છે.
અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે નિયમા સમસ્ત લોકમાં અવગાઢ છે. પ્રા :- નૈગમ-વ્યવહાર નય સંમત નાનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગમાં, અસંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સમસ્ત લોકમાં અવગાઢ છે? ઉત્તર :- એક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકના સંખ્યાતમા ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગોમાં કે સર્વ લોકમાં અવગાઢ નથી પરંતુ લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ છે, અનેક અનાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે.
તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્યના વિષયમાં જાણવું અર્થાત્ તે પણ એક દ્રવ્યની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં અવગાઢ છે અને અનેક દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકમાં અવગાઢ છે.
• વિવેચન-૯૪ :
આ સૂત્રમાં આનુપૂર્વી, અનાનુપૂર્વી, અવક્તવ્ય દ્રવ્યના ક્ષેત્રનો નિર્ણય કરવા પાંચ પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે.
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
આનુપૂર્વી દ્રવ્ય :- ત્રિપદેશી સંધથી લઈ અનંત પ્રદેશી સ્કંધ આનુપૂર્વી કહેવાય છે. મિપ્રદેશી કંધથી લઈ અનંતપ્રદેશી સંધ એક આકાશ પ્રદેશ પર રહી શકે છે, બે આકાશ પ્રદેશ ઉપર પણ અવગાહન કરી શકે છે, (રહી શકે છે) અને ત્રિપ્રદેશી સ્કંધ હોય તો વધુમાં વધુ ત્રણ આકાશપ્રદેશ પર અવગાઢ થઈ શકે છે. એક, બે, ત્રણ અને વધુમાં વધુ જેટલા પ્રદેશી સ્કંધ હોય તેટલા આકાશપ્રદેશ ઉપર અવગાહના કરી શકે છે. સંખ્યાતપ્રદેશી કંધ એક આકાશપ્રદેશથી લઈ સંખ્યાત આકાશપ્રદેશ પર અવગાહન કરી શકે છે. અસંખ્યાત પ્રદેશી કંધ એકથી લઈ પોતાના જેટલા અસંખ્યાત આકાશપ્રદેશ હોય તેટલા આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. અનંતપ્રદેશી કંધ એક પ્રદેશથી લઈ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર સ્થિત થઈ શકે છે. લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે. તેથી તે અનંત પ્રદેશી કંધ પણ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ અવાહિત થઈ શકે છે. અચિત્ત મહારૂંધ મધ્યવર્તી એક સમય માટે સર્વલોકમાં વ્યાપક બને છે.
૬૨
આનુપૂર્વી દ્રવ્યની ક્ષેત્ર અને સ્પર્શનાની પૃચ્છામાં સર્વ પ્રશ્નોના ઉત્તરમાં સૂત્રકારે હા પાડી છે. તેનો તાત્પર્ય આ પ્રમાણે છે –
-
ત્રણ પ્રદેશી
(૧) લોકના સંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – અવકાશાંતર. (૨) ઘણા સંખ્યાતમા ભાગમાં પણ આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – અધોલોક. (૩) અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે આદિ સ્કંધ. (૪) ઘણા અસંખ્યાતમા ભાગમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે – ઘણા ત્રણ પ્રદેશી આદિ સ્કંધો અથવા ભરતક્ષેત્ર, મેરુપર્વત આદિ. (૫) સંપૂર્ણ લોકમાં આનુપૂર્વી દ્રવ્ય હોય છે. જેમકે અચિત મહાસ્કંધ એક સમય માટે સર્વલોકને
અવગાહે છે.
1
• સૂત્ર-૯૫ ઃ
પ્રશ્નન - નૈગમ વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા
ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને સ્પર્શે છે
કે સર્વલોકને સ્પર્શે છે ? ઉત્તર ઃ- નૈગમ વ્યવહાર નયમત એક આનુપૂર્વી દ્રવ્ય લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને અથવા સર્વલોકને સ્પર્શે છે. અનેક આનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ નિયમા સર્વલોકને સ્પર્શે છે.
પન્ન :- નૈગમ-વ્યવહાર નય સંમત અનાનુપૂર્વી દ્રવ્ય શું લોકના સંખ્યાતમા ભાગને, અસંખ્યાતમા ભાગને, સંખ્યાત ભાગોને, અસંખ્યાત ભાગોને કે સર્વ લોકને સ્પર્શે છે ? ઉત્તર :- એક નાનુપૂર્વી દ્રવ્યની અપેક્ષાએ તે લોકનો સંખ્યાતમો ભાગ, સંખ્યાત ભાગો, અસંખ્યાત ભાગો કે સર્વ લોકને સ્પર્શતા નથી પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. અનેક અનાનુપૂર્વી દ્રવ્યોની અપેક્ષાએ સર્વ લોકને સ્પર્શે છે.
વકતવ્ય દ્રવ્યોની સ્પર્શના તે જ પ્રમાણે, [અનાનુપૂર્વીની જેમ] જાણવી.