________________
સૂત્ર-૩૧૭
પ્રાપ્ત રાશિ ઉત્કૃષ્ટ અસંખ્યાતઅસંખ્યાત છે.
* સૂત્ર-૩૧૭/૧૧ :
પ્રા :- જઘન્ય પરીતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર ઃ- જઘન્ય અસંખ્યાત
અસંખ્યાત રાશિને તે જ જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિ સાથે તેટલી જ વાર પરસ્પર અભ્યાસરૂપે ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જઘન્ય પરીતાનંત કહેવાય છે અથવા ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં એક પ્રક્ષેપ કરવાથી પ્રાપ્ત રાશિ જઘન્ય પરીતાનંત કહેવાય છે. જન્મન્સ પરિત્તાનંત પછી ઉત્કૃષ્ટ સ્થાન ન આવે ત્યાં સુધી મધ્યમ પરિતાનંતના સ્થાન છે.
૨૪૧
પ્રા - ઉત્કૃષ્ટ પરિત્તાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય પરિતાનંતની રાશિને તે જ જઘન્ય પરિવાનંત રાશિ સાથે (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્ત રાશિમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ પરિતાનંતનું પ્રમાણ થાય છે અથવા જઘન્ય યુક્તાનંતની સંખ્યામાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ
પરિસ્તાનંતની સંખ્યા બને છે.
• વિવેચન-૩૧૭/૧૧ :
આ બે સૂત્રોમાં અનંત સંખ્યાના પ્રથમ ભેદ પરિતાનંતના જઘન્ય, મધ્યમ ઉત્કૃષ્ટ આ ત્રણ ભેદનું વર્ણન કર્યું છે. જઘન્ય અસંખ્યાત અસંખ્યાતને અભ્યારૂપે ગુણિત કરતાં જઘન્ય પરિતાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અને જઘન્ય પરિતાનંતને અભ્યાસરૂપે ગુણિત કરતાં જઘન્ય યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે. તે જઘન્ય યુક્તાનંત રાશિમાંથી એક બાદ કરતાં નિષ્પન્ન રાશિ પ્રમાણ ઉત્કૃષ્ટ પરિતાનંત સંખ્યા કહેવાય છે.
• સૂત્ર-૩૧૭/૧૨ -
પ્રા :- જઘન્ય યુવાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- જઘન્ય પરિત્તાનંત રાશિને તે જ જઘન્ય પરિતાનંતરાશિ સાથે તેટલી જ વાર (પરસ્પર અભ્યાસરૂપે) ગુણિત કરતાં પ્રાપ્ત પરિપૂર્ણ રાશિ જઘન્ય યુક્તાનંત છે અથવા ઉત્કૃષ્ટ પરિસ્તાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય યુક્તાનંત બને છે. અભવસિદ્ધિક જીવો જઘન્યયુક્તાનંત રાશિ તુલ્ય હોય છે. જઘન્ય યુક્તાનંત અને ઉત્કૃષ્ટ યુકતાનંતની વચ્ચે સર્વ સંખ્યા મધ્યમ યુક્તાનંત છે.
પશ્ત્ર - ઉત્કૃષ્ટ યુક્તાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર ઃ- જઘન્ય યુક્તાનંત રાશિ સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુક્તાનંત રાશિને) પરસ્પર અભ્યાસરૂપે (તેટલી જ વાર) ગુણવાથી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી એક ન્યૂન કરવાથી ઉત્કૃષ્ટ યુક્તાનંત સંખ્યા પ્રાપ્ત થાય છે અથવા જઘન્ય અનંતાનંતમાંથી એક બાદ કરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્તાનંત કહેવાય છે.
• વિવેચન-૩૧૭/૧૨ :
આ બે સૂત્રમાં યુક્તાનંતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, આ ત્રણ ભેદોનું 41/16
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન સ્વરૂપ દર્શાવ્યું છે. સૂત્ર-ભાગ સુગમ છે. આગમમાં અભવ્ય જીવોને અનંત કહ્યા છે. તે અભવ્યોનું નિશ્ચિત પ્રમાણ જઘન્ય ચુક્તાનંત રાશિ જેટલું છે. • સૂત્ર-૩૧૭/૧૩ ઃ
પ્રશ્ન :- જઘન્ય અનંતાનંતનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર ઃ- જઘન્ય યુક્તાનંત સાથે અભવ્ય જીવોની રાશિને (જઘન્ય યુકતાનંત રાશિને) પરસ્પર અભ્યાસ રૂપે ગુણિત કરતા પ્રાપ્ત પરિપૂર્ણ સંખ્યા જ જઘન્ય અનંતાનંતનું પ્રમાણ છે. અથવા ઉત્કૃષ્ટ યુવાનંતમાં એક ઉમેરવાથી જઘન્ય અનંતાનંત થાય છે. જઘન્ય અનંતાનંત પચી મધ્યમ અનંતાનંતના સ્થાન છે. તાત્ ઉત્કૃષ્ટ અનંતાનંત રાશિ નથી. આ રીતે ગણના સંખ્યાનું નિરૂપણ પૂર્ણ થયું.
• વિવેચન-૩૧૭/૧૩ :
આ સૂત્રમાં અનંતાનંતના જઘન્ય અને મધ્યમ, આ બે ભેદનું વર્ણન છે. ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યા ઉપયોગમાં ન હોવાથી સૂત્રકારે તેનું નિરૂપણ કર્યું નથી. કર્મગ્રંથ વગેરેમાં આચાર્યોએ ઉત્કૃષ્ટ અનંતાનંત સંખ્યાનું નિરૂપણ કર્યું છે. • સૂત્ર-૩૧૭/૧૪ :
પ્રા :- ભાવશંખનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- આ લોકમાં જે જીવ શંખગતિનામ-ગોત્ર કર્મને ભોગવી રહ્યા છે અર્થાત્ બેઈન્દ્રિય શંખજીવો શંખરૂપે આયુષ્ય ભોગવી રહ્યા હોય તે ભાવશંખ કહેવાય છે. આ ભાવશંખનું વર્ણન છે. આ પ્રકારે શંખ, સંખ્યા પ્રમાણ તેમજ ભાવ પ્રમાણની પ્રરૂપણા પૂર્ણ થાય છે. • વિવેચન-૩૧૭/૧૪ :
૨૪૨
અર્ધમાગધિ મંચ' શબ્દની સંસ્કૃત છાયા શંખ અને સંખ્યા બંને થાય છે. ‘સંખાપ્રમાણ’માં ક્યાંક સંખ્યા અને ક્યાંક શંખ શબ્દાર્થ ગ્રહણ કરેલ છે. આ ‘ભાવસંખ’માં શંખ અર્થ ગ્રહણ કર્યો છે. જે જીવ શંખ પ્રાયોગ્ય તિર્યંચગતિ, બેઈન્દ્રિય જાતિ, ઔદારિક શરીર વગેરે નામ કર્મ, નીચગોત્ર વગેરે ક્રમપ્રકૃતિઓનું વિષાક વેદન કરતા હોય તે જીવ ભાવશંખ કહેવાય છે.
• સૂત્ર-૩૧૮/૧ :
પાં - વક્તવ્યતાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- વકતવ્યતાના ત્રણ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે – (૧) સ્વસમયવકતવ્યતા, (૨) પરસમયવક્તવ્યતા (૩) સ્વામય - પર સમય વક્તવ્યતા,
• વિવેચન-૩૧૮/૧ :
અધ્યયનાદિ પ્રત્યેક અવયવના અર્થનું યથાસંભવ પ્રતિનિયત વિવેચન કરવું, તે વક્તવ્યતા કહેવાય છે. આ સૂત્રમાં પ્રયુક્ત સમય શબ્દનો પ્રાસંગિક અર્થસિદ્ધાન્ત કે મત થાય છે. સ્વ-પોતાના સિદ્ધાન્તનું પ્રસ્તુતીકરણ અર્થાત્ સ્વસિદ્ધાન્તનું કથન તે સ્વસમયવક્તવ્યતા છે, પર-અન્યના સિદ્ધાન્તનું નિરૂપણ તે પર સમય વક્તવ્યતા અને પોતાના એ અન્યના-બંનેના સિદ્ધાન્તોનું વિવેચન કરવું, તે સ્વ-પર સમય