________________
સુ૩૧
૨૩
ઉત્તર :- ચુકતાનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ પ્રવન - અનંતાનંતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- અનંતાનંતના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જઘન્ય, મધ્યમ
- વિવેચન-૩૧/૬ :
આ સૂત્રોમાં પ્રશ્નોત્તર દ્વારા સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ-પ્રભેદનો નામોલ્લેખ છે. સંખ્યાતના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ છે. અસંખ્યાતના પરિd, યુક્ત અને અસંખ્યાત તેવા ત્રણ ભેદ છે. તે ત્રણેના પુનઃ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ-ત્રણ ભેદ, એમ કુલ નવ ભેદ છે. અનંતના પણ પરિત, યુક્ત, અનંત આ રીતે ત્રણ ભેદ છે. તેના પુનઃ જઘન્ય, ઉત્કૃષ્ટ, મધ્યમ, એમ ત્રણ ત્રણ ભેદ છે. તેથી કુલ નવ ભેદ છે. તેમાં અંતિમ નવમો ભેદ ઉકૃષ્ટ અનંતાનંત શૂન્ય છે, કષ્ટ અનંતમાં જગતની કોઈપણ વસ્તુ નથી માટે આઠ ભેદ જ કહી શકાય.
• સૂત્ર-૩૧/ક :
જઘન્ય સંખ્યાત કેટલા પ્રમાણમાં હોય છે ? અથતિ કઈ સંખ્યાને જઘન્ય સંખ્યાત કહેવામાં આવે છે ? બે' સંખ્યા જઘન્ય સંગાત કહેવાય છે. ત્યારપછીના ત્રણ, ચાર વગેરે ઉત્કૃષ્ટ સંખ્યાત પર્યત મધ્યમ સંખ્યાત કહેવાય છે.
પ્રશ્ન * ઉત્કૃષ્ટ સંખ્યાનું પ્રમાણ કેટલું છે ? ઉત્તર :- ઉત્કૃષ્ટ સંખ્યાતની પ્રરૂપણા આ પ્રમાણે કરીશ. રાત કલાનાથી એક લાખ યોજન લાંબો-પહોળો અને ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણકોશ, એકસો અચાવીસ ધનુષ્ય અને સાધિક સાડાતેર અંગુલની પરિધિવાળો, કોઈ એક અનવસ્થિત નામનો પલ્ય હોય, આ પ૨ને સરસવના દાણાથી ભરવામાં આવે. આ સરસવોથી દ્વીપ અને સમુદ્રોનું ઉદ્ધાર પ્રમાણ કાઢવામાં આવે, આથતિ તે સરસવોને એક જંબુદ્વીપમાં, એક લવણ સમુદ્રમાં, ફરી એક દ્વીપમાં, એક સમુદ્રમાં, આમ ક્રમથી દ્વીપમાં, સમુદ્રમાં, ઓમ એક-એક સરસવ નાંખતાં નાંખતાં તે પલ્સ ખાલી થઈ જાય અને સરસવના દાણાથી જેટલા દ્વીપ સમુદ્ર પૃષ્ટ થાય (તે અંતિમ તાપ કે સમુદ્ર પર્વતના) તેટલા વિસ્તૃત ક્ષેત્રનો અનવસ્થિત પત્ર કલ્પી તે પલ્યને સરસવના દાણાથી ભરવામાં આવે, અનુકમથી એક દ્વીપમાં, એક સમુદ્રમાં એક એક સરસવના દાણાનો પ્રક્ષેપ કરતાં-કરતાં તે અનવસ્થિત પલ્ય જ્યારે ખાલી થાય ત્યારે એક દાણો શલાકા પત્રમાં નાંખવામાં આવે. આ રીતે શલાકારૂપ પલ્સમાં ભરેલ સરસવોના દાણાથી અસંલપ્યઅકથનીય પૂર્વે જે દ્વીપ સમુદ્રમાં સરસવ નાંખ્યા છે તેનાથી આગળના દ્વીપસમુદ્ર ભરવામાં આવે, તો પણ ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રાપ્ત થતું નથી.
પ્રશ્ન :- તે માટે કોઈ દૃષ્ટાંત છે? હા, જેમ કોઈ એક મંચ હોય અને તે આંબળાથી ભરવામાં આવે તેમાં એક આંબળું નાંખવામાં આવે તો તે તેમાં સમાય જશે, બીજું નાંખ્યું તો તે પણ સમાય જશે, ત્રીજું પણ સમાઈ ગયું. આ
૨૩૮
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન રીતે નાંખતા-નાંખતા તે એક આંબળ એવું હશે કે જે નાંખવાથી તે મંચ પરિપૂર્ણ ભરાય જશે. પછી આંબળું નાંખવામાં આવે તો તે સમાશે નહીં. આ રીતે પરાને સસ્સવોથી આમૂલશિખ ભરી દ્વીપ સમુદ્રોમાં પ્રક્ષેપ કરવો.
• વિવેચન-૩૧૭|s :
જઘન્ય સંખ્યા - બેનો આંક, બે સંખ્યા જઘન્ય સંખ્યાત છે. જેમાં ભેદની, પૃથતાની પ્રતીતિ થાય તે સંખ્યા કહેવાય. મધ્યમ સંખ્યાત :- જઘન્ય સંખ્યાત બે થી ઉત્કૃષ્ટ સંખ્યાતની પૂર્વ સુધી-અંતરાલવર્તી બધી સંખ્યા મધ્યમ સંખ્યાત છે.
ઉત્કૃષ્ટ સંગીત :- બે થી દસ, સો, હજાર, લાખ, કરોડ, શીર્ષપ્રહેલિકા વગેરે જે સંખ્યાતની રાશિઓ કથનીય છે-શબ્દથી કહી શકાય છે, ત્યાં સુધી પણ સંખ્યાતનો અંત આવતો નથી. તેનાથી આગળની સંખ્યા ઉપમા દ્વારા જ સમજી શકાય છે.
સુગમાં એક લાખ યોજન લાંબો પહોળો, ૩,૧૬,૨૭ યોજન ૩ કોશ, ૧૨૮ ધનુષ્ય, સાધિક ૧૩ અંગુલની પરિધિવાળો એક પલ્ય કહ્યો છે. તે જંબૂદ્વીપ બરાબર છે. તે હજાર યોજન ઊંડો અને તેની ઊંચાઈ ૮૧/ર યોજના પ્રમાણ છે. તે પલ્ય તળીયાથી લઈ શિખા પર્વત ૧oo૮૧/યોજનનો થશે. આ સૂત્રમાં ઊંડાઈ અને ઊંચાઈનું સ્પષ્ટીકરણ નથી છતાં તે સૂગ તાત્પર્યથી અને પરંપરાથી સમજાય છે.
આટલી લંબાઈ-પહોળાઈ, ઊંડાઈ અને પરિધિવાળા ચાર પલ્ય કલાવા. તેના નામ કમશઃ (૧) અનવસ્થિત, (૨) શલાકા, (3) પ્રતિશલાકા, (૪) મહાશલાકા છે.
(૧) અનવસ્થિત પલ્ય :- તે ઉપરોક્ત જંબૂતીપ પ્રમાણ માપવાળો હોય છે. પરંતુ તે સરસવણી ખાલી થઈ જાય ત્યારે તે મોટો મોટો કથિત થતો જાય છે. તે પરિવર્તિત પરિમાણવાળો હોવાથી અનવસ્થિત કહેવાય છે. આ પત્રની ઊંચાઈ ૧૦૦૮ ૧/ર યોજન નિયત રહે છે પરંતુ મૂળ અનવસ્થિત સિવાયના અન્ય પરિવર્તિતઅનવસ્થિત પત્રોની લંબાઈ-પહોળાઈ એક સરખી નથી. તે ઉત્તરોત્તર વધતી જાય છે. જેમકે –
મૂળ અને અનવસ્થિત પચને સરસવોના દાણાથી આમૂલ શિખ ભરી તેમાંથી એક એક સરસવ જંબૂદ્વીપથી શરૂ કરી એક એક દ્વીપ સમુદ્રમાં નાંખતાં તે મૂળ અનવસ્થિત પથ ખાલી થાય ત્યારે જંબૂદ્વીપથી લઈ અંતિમ સંસવનો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધીનો અર્થાત તેટલો લાંબો પહોળો પ્રથમ ઉત્તર અનવસ્થિત પ૨ કલ્પી, તેને સરસવોથી ભરી, આગળના દ્વીપ સમુદ્રોમાં એક એક દાણો નાંખતાં નાંખતાં અંતિમ દાણો જે દ્વીપ સમુદ્રમાં પડ્યો હોય ત્યાં સુધી અર્થાત્ તેટલા લાંબા પહોળા બીજા ઉત્તર અનવસ્થિત પત્યનું નિર્માણ કરવું. આ રીતે આ પત્ર વારંવાર પસ્વિર્તિત થાય છે અને વિસ્તૃત થાય છે. પ્રારંભમાં તે જંબૂદ્વીપ પ્રમાણ હોય છે, પછી વધતાં વધતાં આગળના દ્વીપ, સમુદ્રપર્યત વિસ્તૃત થતો જાય છે.
(૨) શલાકા પલ્ય :- એક-એક સાક્ષીભૂત સસ્સવોના દાણાથી તેને ભરવાનો