________________
સૂત્ર-૩૦૧
પ્રશ્ન :- રસગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- રસગુણ પ્રમાણના
પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે
-
તીખોરસ યાવત્ મધુરસ.
[ #* સ્પર્શગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- સ્પર્શ ગુણપ્રમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે કર્કશ સ્પર્શ યાવત્ રુક્ષ સ્પર્શ સંસ્થાન ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાન ગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે પરિમંડલ સંસ્થાન યાવત્ આયત સંસ્થાન.
• વિવેચન-૩૦૧/૧ :
આ સૂત્રો દ્વારા સૂત્રકારે અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કર્યું છે. પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ-ક્રિયા, કરણ અને કર્મ, આ ત્રણ સાધનોમાં થાય છે. ભાવ સાધન વ્યુત્પત્તિ પક્ષમાં ગુણોને જાણવારૂપ પ્રમિતિ, જાણવા રૂપ ક્રિયા પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર ગુણ સ્વયં પ્રમાણભૂત નથી પરંતુ જાણવા રૂપ ક્રિયા ગુણોમાં થાય છે. તે બંનેમાં અભેદોપચારથી ગુણોને પ્રમાણ માનેલ છે.
-
૨૦૯
-
આ સૂત્રોમાં અજીવ ગુણ પ્રમાણનું જે વર્ણન છે, તે મૂર્ત પુદ્ગલ દ્રવ્યના ગુણ પ્રમાણનું વર્ણન છે. ધર્માસ્તિકાય વગેરે જીવ દ્રવ્યના ગુણ અમૂર્ત છે, તે દૃષ્ટિગોચર થતાં નથી, તેથી ઉદાહરણ રૂપે પુદ્ગલના ગુણો ગ્રહણ કર્યા છે. જે દ્રવ્યમાં વર્ણાદિ હોય, તેમાં આકાર પણ હોય જ. વર્ણ અને આકારથી વસ્તુ દૃશ્ય બને છે માટે સંસ્થાન-આકારને પણ ગુણ પ્રમાણરૂપે ગ્રહણ કરેલ છે. અહીં આકાર પાંચ બતાવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં દીર્ઘ, હૃવ, વૃત્ત, ત્રિકોણ, ચતુષ્કોણ, પ્રફુલ-વિસ્તીર્ણ અને પરિમંડલ સંસ્તાન સાત કહ્યા છે. તેમાં તાત્ત્વિક તફાવત નથી. આ પાંચમાં દીર્ઘ અને હ્રસ્વનો સમાવેશ થઈ જાય છે.
• સૂત્ર-૩૦૧/૨ :
પ્રશ્ન :- જીવ ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- જીવ ગુણ પ્રમાણના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જ્ઞાનગુણ પ્રમામ, દર્શનગુણ પ્રમાણ અને ચાસ્ત્રિ ગુણ પ્રમાણ.
પ્રł :- જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - જ્ઞાનગુણ પ્રમાણના ચાર ભેદ છે તે આ પ્રમાણે છે – (૧) પ્રત્યક્ષ, (ર) અનુમાન, (૩) ઉપમાન,
(૪) આગમ
પ્રશ્ન : પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષ.
-
પ્રશ્ન :- ઈન્દ્રિય પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઈન્દ્રિય પ્રત્યક્ષનતા પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે • (૧) શ્રોત્રોન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (૩) ધાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) અવેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈન્દ્રિય પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (ર) મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. 41/14
-
૨૧૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
• વિવેચન-૩૦૧/૨ -
પ્રસ્તુત સૂત્રમાં પ્રત્યક્ષજ્ઞાન ગુણ પ્રમાણના ભેદ પ્રભેદનું કથન છે.
પ્રત્યક્ષ :- પ્રતિ અને અક્ષ આ બે શબ્દથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અક્ષ એટલે આત્મા. જીવ-આત્મા પોતાના જ્ઞાન ગુણથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરે છે અર્થાત્ જાણે છે. જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જે જ્ઞાનમાં ઈન્દ્રિય વગેરે કોઈ માધ્યમની અપેક્ષા ન હોય તે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયાદિ માધ્યમની આવશ્યકતા નથી. ઈન્દ્રિયની સહાયતા વિના જ આ ત્રણે જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યવહારાપેક્ષયા ઈન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનને પણ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે.
પ્રત્યક્ષજ્ઞાનના ભેદ :- વ્યવહાર અને પરમાર્થ બંનેને લક્ષ્યમાં રાખી સૂત્રકારે પ્રત્યક્ષના બે ભેદ કહ્યા છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષ.
ઈન્દ્રિયપ્રત્યક્ષ :- ઈન્દ્રિય દ્વારા થતાં જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયો પૌદ્ગલિક હોવાથી તેના માધમથી થતાં જ્ઞાનને પરોક્ષ કહેવાય, પરંતુ લોકવ્યવહારમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાન માટે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ થાય છે. યથા – “મેં મારી આંખથી પ્રત્યક્ષ સાંભળ્યું છે." આ પ્રકારના લોકવ્યવહારને લક્ષમાં રાખીને પરોક્ષજ્ઞાન
હોવા છતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણના પાંચ ભેદ કહ્યા છે. પાંચ ઈન્દ્રિયથી આ જ્ઞાન થાય છે માટે તેના શ્રોત્ર, ચક્ષુ, ધાણ, જીહ્વા અને સ્પર્શના આ પાંચ ઈન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને શ્રોતેન્દ્રિયાદિ જ્ઞાન પ્રમાણ રૂપ કહ્યા છે. અહીં પશ્ચાનુપૂર્વીથી પાંચે ઈન્દ્રિયનો ઉલ્લેખ કર્યો છે. ક્ષયોપશમ અને પુણ્યની પ્રકર્ષતાથી પાંચ ઈન્દ્રિય પ્રાપ્ત થાય છે. તે ક્ષયોપશમ અને પુણ્ય હીન હોય તો ક્રમશઃ ચતુરિન્દ્રિય, તેઈન્દ્રિયપણું આદિ પ્રાપ્ત થાય છે. આમ ક્ષયોપશમપુણ્યની પ્રકર્ષતાને પ્રધાન કરી પશ્ચાનુપૂર્વીથી, ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણના પાંચ ભેદ સૂત્રકારે દર્શાવ્યા છે.
નોઈન્દ્રિય પ્રત્યક્ષ :- અહીં ‘નો’ શબ્દ નિષેધ અર્થમાં છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય સહાયક નથી, જે જ્ઞાન આત્માધીન છે, તે નોઈન્દ્રિય પ્રત્યક્ષ. અવધિ આદિ ત્રણે જ્ઞાનમાં ઈન્દ્રિયોનો અંશમાત્ર પણ વ્યાપાર હોતો નથી. આ ત્રણે જ્ઞાન આત્માધીન છે, માટે તેને નોઈન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. નોઈન્દ્રિયપ્રત્યક્ષ જ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
• સૂત્ર-૩૦૧/૩ :
પ્રશ્ન :- અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અનુમાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે પૂર્વવત્, શેષવત્ અને દૃષ્ટસાધર્માવત્. • વિવેચન-૩૦૧/૩ :
-
અનુમાન :- અનુમાન શબ્દમાં અનુ અને માન આ બે અંશ છે. અનુ ઉપસર્ગ છે તેનો અર્થ છે પશ્ચાત્-પાછળ. માનનો અર્થ છે જ્ઞાન. સાધનના (કોઈપણ વસ્તુના) દર્શન કે ગ્રહણ અને સંબંધના સ્મરણ પછી જે જ્ઞાન થાય તેને અનુમાન કહેવાય