________________
સૂત્ર-૨૯૯
શ્રેણીઓના પ્રદેશ તુલ્ય છે. વ્યંતર દેવોની જેમ જ્યોતિક દેવોમાં પણ સૂત્રકારે વિખુંભસૂચિનું માપ અધ્યાહાર રાખ્યું છે. ટીકાકારે તેની સ્પષ્ટતા કરી છે કે વ્યંતરો કરતાં જ્યોતિષીઓ સંખ્યાતગુણ અધિક છે માટે તેઓની વિકંભ સૂચિ સંખ્યાતગુણ અધિક જાણવી. અહીં જ્યોતિષીની અસંખ્ય સંખ્યાનું પરિમાણ બતાવતા શાસ્ત્રકારે કહ્યું છે કે ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતખંડ પર એક એક જ્યોતિષ્કના બદ્ધ વૈક્રિય શરીરને સ્થાપે તો સંપૂર્ણ પ્રતર વૈક્રિય શરીરથી ભરાઈ જાય અથવા તે સ્થાપિત શરીરોને બહાર કાઢવામાં આવે તો ૨૫૬ અંગુલ વર્ગ પ્રમાણ પ્રતરખંડથી એક એક જ્યોતિષીનો અપહાર થાય તો જ્યોતિષીના સર્વ બદ્ધ વૈક્રિય શરીર નીકળી જાય ત્યારે એક પ્રતર ખાલી થાય.
૨૦૩
• સૂત્ર-૨૯૯/૧૮ મ
પ્રા - હે ભગવન્ ! વૈમાનિક દેવોના ઔદારિક શરીર કેટલા હોય છે ? ઉત્તર :- હે ગૌતમ ! નાકીના ઔદારિક શરીરની જેમ વૈમાનિક દેવના ઔદારિક શરીરની વક્તવ્યતા જાણવી.
પ્રશ્ન : ભગવન્ ! વૈમાનિક દેવોના વૈક્રિય શરીર કેટલા છે ? ઉત્તર ઃગૌતમ ! વૈમાનિક દેવના વૈક્રિય શરીર બે પ્રકારે છે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિયશરીર અસંખ્યાત છે, કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં પહત થાય છે.
ક્ષેત્રથી પતરના અસંખ્યાતભા ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓ જેટલા છે. તે શ્રેણીઓની વિકભસૂચિ અંગુલપદેશના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળથી ગુણતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ અથવા ત્રીજા વર્ગમૂળનો ઘન કરતાં પ્રાપ્ત રાશિ પ્રમાણ છે. મુક્ત વૈક્રિય શરીર ઔધિક ઔદારિક શરીર પ્રમાણ છે.
વૈમાનિક દેવોના બદ્ધ મુક્ત આહારક શરીર, નારકીના બ-મુક્ત આહારક શરીર જેટલા છે.
બદ્ધ મુક્ત તૈજસ, કાર્પણ શરીર તેઓના બદ્ધ-મુક્ત વૈક્રિય શરીરાનુસાર છે.
સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ, ક્ષેત્ર પલ્યોપમ અને પલ્યોપમનું વર્ણન સમાપ્ત થયું, તેમજ વિભાગ નિ કાળ પ્રમાણ અને કાળ પ્રમાણનું વક્તવ્ય પૂર્ણ થયું. • વિવેચન-૨૯૯/૧૮ :
નાકીની જેમ વૈમાનિક દેવોમાં બદ્ધ ઔદારિક શરીર અને બદ્ધ આહાક શરીર હોતા નથી અને મુક્ત ઔદારિક અને આહારક શરીર પૂર્વભવોની અપેક્ષાએ
અનંત છે.
વૈમાનિક દેવોમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. સમયે-સમયે એક-એક બદ્ધ વૈક્રિય શરીરનું અપહરણ કરતાં અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી વ્યતીત થઈ જાય. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાતનું પ્રમાણ બતાવતા કહ્યું છે કે પ્રતરના અસંખ્યાતમા
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
ભાગમાં રહેલી અસંખ્યાત શ્રેણીઓના જેટલા પ્રદેશ તેટલા બદ્ધ વૈક્રિય શરીર વૈમાનિક દેવોના છે. તે વાતને સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે આ શ્રેણીઓની વિધ્યુંભ સૂચિનું પ્રમાણ અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળથી ગુણિત દ્વિતીય વર્ગમૂળ પ્રમાણ છે અથવા અંગુલ પ્રદેશના તૃતીય વર્ગમૂળનો ધન કરતાં પ્રાપ્ત સંખ્યાનુસાર શ્રેણીઓની વિખુંભસૂચિ હોય છે. વૈમાનિક દેવોમાં જેટલા દેવ તેટલાં જ બદ્ધ વૈક્રિય તૈજસકાર્યણ શરીર હોય છે. તેથી વૈજસ-કાર્પણના કથન પ્રસંગે વૈક્રિય શરીરની જેમ તૈજસ-કાર્પણ હોય તેમ સૂત્રકારે કહ્યું છે.
• સૂત્ર-૩૦૦ :
૨૦૮
ભાવ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ભાવ પ્રમાણ ત્રણ પ્રકારના છે. તે આ પ્રમાણે – (૧) ગુણ પ્રમાણ (ર) નય પ્રમાણ (૩) સંખ્યા પ્રમાણ. • વિવેચન-૩૦૦ :
આ સૂત્રમાં સૂત્રકારે ભાવ પ્રમાણનું સ્વરૂપ તથા ભેદોનું કથન કર્યું છે. ‘મવર્ન 'માવ:' આ વ્યુત્પત્તિ અનુસાર ‘હોવા પણું' તે ભાવ કહેવાય છે. ભાવ એટલે સચેતનઅચેતન વસ્તુના પરિણામ. સચેતનના પરિણામ જ્ઞાનાદિરૂપ છે અને અચેતન વસ્તુના પરિણામ વર્ણાદિરૂપ છે. વિધમાન પદાર્થોના વર્ણાદિ અને જ્ઞાનાદિ પરિણામોને ભાવ
કહેવામાં આવે છે અને આ વર્ણાદિ પરિણામોનો બોધ જેના દ્વારા થાય તે ભાવ
પ્રમાણ કહેવાય છે. આ ભાવ પ્રમાણના ત્રણ પ્રકાર છે –
(૧) ગુણપ્રમાણ :- ગુણથી દ્રવ્યોનું જ્ઞાન થાય છે અથવા ગુણો દ્વારા ગુણોનું ગુણરૂપ જ્ઞાન થાય છે. તેથી ગુણપ્રમાણ કહેવાય છે.
(૨) નયપ્રમાણ :- અનંત ધર્માત્મક વસ્તુના એક ધર્મને પ્રધાન કરી વસ્તુને જાણવી તે નય પ્રમાણ છે.
(૩) સંખ્યાપ્રમાણ :- સંખ્યા એટલે ગણના કરવી, ગણનાનું જ્ઞાન જેના દ્વારા થાય તે સંખ્યા પ્રમાણ છે.
• સૂત્ર-૩૦૧/૧ :
પ્રા - ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - ગુણ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) જીવ ગુણ પ્રમાણ (૨) જીવ ગુણ પ્રમાણ. અલા વક્તવ્ય હોવાથી પહેલા અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કરે છે.
પ્રશ્ન :- અજીવગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અજીવગુણ પ્રમાણના પાંચ ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) વગુણ પ્રમાણ, (૨) ગંધગુણ પ્રમાણ, (૩) રસગુણ પ્રમાણ, (૪) સ્પર્શગુણ પ્રમાણ, (૫) સંસ્થાનગુણ પ્રમાણ. વર્ગગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? વર્ગગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે તે આ પ્રમાણે છે કૃષ્ણવર્ણગુણ પ્રમાણ ચાવત્ શુક્લવર્ણ પ્રમાણ. ગંધગુણ પ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સુરભિગંધ અને દુરભિગંધ પ્રમાણ. આ ગંધપ્રમાણનું સ્વરૂપ છે.
-