________________
૬.
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
જે પ્રત્યેકમાં નથી, તે તેના સમુદાયમાં પણ ન હોઇ, જેમકે રેતીમાં તૈલ. જ્ઞાન કે ક્રિયા એકૈકમાં મુક્તિને પ્રાપ્ત કરવાની શક્તિ નથી. તો પછી પ્રત્યેકમાં નિર્વાણના અભાવથી સમુદિતમાં પણ નિર્વાણ યુક્ત નથી. જ્ઞાન અને ક્રિયાને રેતીનાં સમુદાયમાં તેલની જેમ જાણવા.
ના, તેમ નથી. જો સર્વથા તે બંને પ્રત્યેકને મુક્તિ અનુપકારિતા કહી, તો તે બંને પ્રત્યેકના દેશોપકારિતા સમુદાયમાં સંપૂર્ણ હેતુતા કહે છે, તેમાં કોઈ દોષ નથી. તેથી અહીં પૃથક્ રૂપે રેતીમાં તૈલની જેમ સાધનાનો ભાવ નથી, પણ તે બંનેની દેશ ઉપકારતાથી સંપૂર્ણ સમવાય કહેલ છે.
આ સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ બતાવતા કહે છે કે - જ્ઞાન અને ક્રિયા સમુદિતમાં જ ‘મુક્તિ' કારણ છે, તે એક-એક મુક્તિનું કારણ નથી એમ તત્વ છે. બંનેનું ગ્રહણ કરવું એ જ સમ્યકત્વ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલો અધ્યયન-૧ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
û - **** x* x* 0
For Private & Personal Use Only
www.jainelibrary.org