________________
૧૯૪
કરીને, ક્યાં જઈને નિષ્ઠિતાર્થ થાય છે ?
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3
આ પ્રશ્નોના ઉત્તર આપતા બીજા સૂત્રમાં આ પ્રમાણે કહે છે
-
કેવળ આકાશ લક્ષણ અલોકમાં જઈને તેની ગતિ રોકાય છે, તેથી આગળ અલોકમાં ધર્માસ્તિકાયના અભાવથી તેની ગતિ અસંભવ છે. લોકના ઉપરના વિભાગમાં સદા અવસ્થિત રહે છે. ઉર્ધ્વગમનના અભાવમાં અધો કે તીછું પણ ગમન સંભવથી, તેમનું ત્યાં પ્રતિષ્ઠાન કેમ થાય ? તેમના કર્મો ક્ષીણ થવાથી અને કર્મના આદીનત્વથી અધો કે તીર્જી ગમન થઈ શકતું નથી. અનંતર પ્રરૂપિત તીર્કાલોક આદિમાં શરીરને છોડીને લોકના અગ્રભાગમાં સિદ્ધ થાય છે. અહીં પૂર્વાપર કાળ વિભાગનો અસંભવ છે, જે સમયમાં ભવ ક્ષય થાય. તે જ સમયમાં મોક્ષમાં ગતિ થાય છે.
લોકના અગ્રભાગે જઈને સિદ્ધ થાય છે, તેમ કહ્યું. લોકાગ્રમાં ઇષત્ પ્રાઝ્મારા ઉપર જેટલા પ્રદેશમાં સિદ્ધનું જે સંસ્થાન, જે પ્રમાણ અને જે વર્ણ છે, તેનું અભિધાન કરતાં કહે છે -
♦ સૂત્ર ૧૫૨૧ થી ૧૫૨૫ / ૧ (૧૫૨૧) સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ યોજન ઉપર ઇત્ પ્રાભરા નામે પૃથ્વી છે. તે છત્રકાર છે. - (૧૫૨૨) તેની લંબાઈ ૪૫ લાખ યોજન છે એ તેની પહોડાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ પણ ત્રણ ગણી છે. (૧૫૨૩) મધ્યમાં તે આઠ યોજન સ્થૂળ છે. ક્રમશઃ તે પાતળી થતાં - થતાં અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. (૧૫૨૪) જિનેશ્વરોએ કહેલ છે કે
તે પૃથ્વી અર્જુન સ્વર્ણમયી છે,
-
સ્વભાવથી નિર્મળ છે અને ઉલટા છત્રાકારે રહેલ છે.
-
(૧૫૨૫) તે શંખ, અંકરત્ન અને કુદપુષ્પ સમાન શ્વેત છે, નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઇષત્ પ્રાભરા પૃથ્વીથી એક હજાર (૧૦૦૦) યોજન ઉપર લોકનો અંત બતાવેલો છે.
• વિવેચન
-
Jain Education International
૧૫૨૧ થી ૧૫૨૫ / ૧
સર્વાર્થ નામના વિમાનથી બાર યોજન ઉપર ઇષત્ પ્રાભરા નામે પૃથ્વી છે. ઇષત્ આદિ નામ ઉપલક્ષણ છે. તેના અનેક નામ કહેલા છે, તે આ પ્રમાણે - ઇષત્, ઇષત્ પ્રાગભરા, તનુ, તનુતનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય, લોકાગ્ર, લોકાગ્ર સ્તુપિકા, લોકપરિબુઝણા, સર્વ પ્રાણભૂતજીવ સત્વસુખાવહ૦ ઇત્યાદિ બાર પર્યાય નામો જાણવા.
‘પૃથ્વી’ ભૂમિછત્ર અર્થાત્ આતપત્ર, તેના સંસ્થાનની જેમ સંસ્થિત છે, તેથી ‘છત્ર સંસ્થિતા’ કહ્યું. અહીં ‘ઉલટુ' વિશેષણ ઉમેરવું. અર્થાત્ ઉલટા છત્ર આકારે સંસ્થિત છે તે પીસ્તાળીશ લાખ યોજન લાંબી-પહોળી છે, પરિધિ ત્રણ ગણી છે ઇત્યાદિ. - x - × - મધ્યના પ્રદેશમાં આઠ યોજન સ્થૂળ છે, તો શું બધે આવી જ છે ? ના, ક્રમશઃ પાતળી થતા - થતા છેડે માખીની પાંખથી પણ અધિક પાતળી છે. અહીં ચરમાંત નો
For Private & Personal Use Only
www.jainelibrary.org