________________
૧૨
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન - ૧૫૧૧ -
અનંતરોક્ત અજીવ વિભક્તિની વ્યાખ્યા કહીને પછી હું જીવ વિભક્તિને અનુક્રમથી કહીશ. આ પ્રતિજ્ઞાનુસાર હવે કહે છે -
• સૂત્ર - ૧૫૧ર -
જીવના બે ભેદ કહેલા છે - સંસારી અને સિદ્ધ. સિદ્ધ અનેક પ્રકારો છે, તેનું કથન કહું છું, તે તમે સાંભળો.
• વિવેચન ૧૫૧૨ -
સંસરે છે, ઉપલક્ષણત્વથી જીવો જેમાં રહે છે, તે સંસાર - ચાર ગતિરૂપ છે અને સિદ્ધો. એ પ્રમાણે બે ભેદે જીવની વ્યાખ્યા કરી. તેમાં સિદ્ધો - અનેક પ્રકારના કહ્યા છે, તેનું કીર્તન હવે કરે છે. અન્ય વક્તવ્યતાથી પહેલાં સિદ્ધોને કહે છે. તેનું અનેક વિધત્વ ઉપાધિ ભેદથી આ પ્રમાણે છે -
• સૂત્ર - ૧૫૧૩, ૧૫૧૪ -
સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, લિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, ગૃહલિંગ સિદ્ધ.... ઉત્કૃષ્ટ, જધન્ય, મધ્યમ અવગાહનામાં તથા ઉદd - અધો - તીઓ લોકમાં, સમુદ્ર - જળાશયમાં જીવો સિદ્ધ થાય છે.
• વિવેચન - ૧૫૧૩, ૧૫૧૪ -
સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, કિંચિત્ વિશેષ આ છે - સ્ત્રી આદિ શબ્દો સિદ્ધના પૂર્વ પચની અપેક્ષાએ જાણવા. સ્વલિંગ - મુક્તિપથે ચાલનારનું ભાવથી આણગારત્વ, તેથી અનગારલિંગ - રજોહરણ, મુળ વસ્ત્રિકાદિ રૂ૫ છે. આ અપેક્ષાથી જૂઠું તે અન્યલિંગ, ગૃહસ્થવેશમાં સિદ્ધ થાય તે ગૃહીલિંગ, ચ શબ્દ- તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ આદિ અનુકો ભેદ સૂચવે છે. - - *- અહીં સિદ્ધત્વના કારણરૂપમાં સ્ત્રીપણું કે પુરુષપણું આદિ નહીં પણ સમ્ય દર્શનાદિ રત્નત્રય અને વિશિષ્ટ સામર્થ્ય સત્ત્વ હેતુરૂપ છે. - - - - - x x x x- (અહીંવૃતિકારશ્રીએ દિગંબર મતાનુસાર સ્ત્રીની મૂક્તિનો અભાવ, વસ્ત્રારદ્ધિ પણ. પરિગ્રહ કઈ રીતે? ઇત્યાદિ વિષયોનું ખંડન કરતી દલીલોને મૂકેલી છે. અમારા પૂર્વસ્વીકૃત કાર્યક્ષેત્ર અનુસાર અમે આ વાદ - પ્રતિવાદનો અનુવાદ કરેલ નથી. - * * * - X - X - X - X • અલ વાદ • પ્રતિવાદ ઘણાં લંબાણશી છે, સુંદર તક પણ છે પણ તેને જિજ્ઞાસુઓએ વૃત્તિમાંથી જોવા)
હવે સિદ્ધોને અવગાહનથી અને ક્ષેત્રથી કહે છે - શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ પ્રમાણ તેમાં સિદ્ધ થાય, જધન્ય અવગાહના તે બે હાથ પ્રમાણ શરીરરૂપ છે, અને ઉક્ત ઉત્કૃષ્ટ અને જધન્ય અવગાહના મધ્યેની જે અવગાહના તે બધા મધ્ય અવગાહનાવાળા સિદ્ધો કહ્યા.
ક્ષેત્ર - ઉલોકમાં મેરુચૂલિકા આદિથી સિદ્ધ થયેલા સંભવે છે, ત્યાં પણ કેટલાંક સિદ્ધ પ્રતિમાં વંદનાર્થે ગયેલા ચારણ શ્રમણ આદિને મુક્તિ પ્રાપ્ત કરે છે. અધોલોકમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org