________________
૧૭૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ (૧૪૩૬) તેજે લેસાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક પw લેરયાની જધન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત અધિક દશ સાગરોપમ છે. (૧૩) પન્ન લેવાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક શુકલ વેશ્યાની જધન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂતવિક ૩૩ - સાગરોપમ છે.
• વિવેચન -- ૧૪૨૩ થી ૧૪૩૭ *
સૂત્રાર્થ સ્પષ્ટ જ છે, વૃત્તિગત કિંચિત વિશેષતા આ પ્રમાણે -
કાપોત લેશ્યાની જધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ કહી. તે રત્નપ્રભા નારકીને આશ્રીને સમજવી, કેમકે ત્યાં જ આ આયુ સ્થિતિ છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે વાલુકા પ્રભાને આશ્રીને જાણવી. જે સમયાધિક પણું સૂત્રમાં કહ્યું તે સમજાતું ન હોવાથી તેની વ્યાખ્યા કરેલ નથી. ચાવત - X- *- ઉત્કૃષ્ટા 33 - સાગરોપમ સ્થિતિ કૃષ્ણ લેશ્યાની કહી તે મહાતમwભાની જાણવી, કેમકે આટલું આયુષ્ય ત્યાં જ સંભવે છે. નારકોની આગળ દેવોની દ્રવ્ય લેગ્યા સ્થિતિ એ પ્રમાણે જ ચિંતવવી. તેમના ભાવ લેશ્યાના પરિવર્તમાન પણાથી અન્યથા પણ સ્થિતિનો સંભવ છે. આ પ્રમાણે નરકમાં થાય તે નૈરયિક તેમના સંબંધી લેશ્યાની સ્થિતિ વર્ણવીને પે બાકીની ગતિની કહે છે -
લેશ્યાની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્વાર્ધ કહી, તે કઈ રીતે? પૃથ્વી કાયદમાં અને સમૃદ્ધિમમનુષ્યાદિમાં જે કૃણા આદિ લેશ્યા છે, તે તિર્યંચ અને મનુષ્યોની મળે જ સંભવે છે. એ પણ કવચિત કોઈકને સંભવે છે. એ વિષયમાં પ્રજ્ઞાપનાનું “લેશ્યાપદ' જોવું. શું શુક્લ લશ્યાની પણ અંતર્મુહૂર્ત જ સ્થિતિ હોય? તેવી આશંકાથી કરે છે - કેવળ શુદ્ધ લેયા અર્થાત્ શુકલ લેશ્યાને વર્જીને કહેવું.
શુક્લલેશ્યાની સ્થિતિમાં ઉત્કૃષ્ટાપૂર્વકોટી કહીછે તેનવ વર્ષવર્ડ ન્યૂન જાણવી. અહીં જો કે ક્યારેક પૂર્વકોટિ આયુવાળાને આઠ વર્ષે પણ વ્રતના પરિણામ પ્રાપ્ત થાય છે, તો પણ આટલી ઉંમરવાળાને એક વર્ષના પર્યાયની પૂર્વે શુક્લ લેગ્યાનો સંભવ નથી. તેથી નવ વર્ષ જૂના પૂર્વકોટિ કહેલ છે. બાકી સૂત્રો સ્પષ્ટ જ છે.
કૃષ્ણ લેશ્યાની જે ધન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ કહી, તેવાંતર અને ભવનપતિમાં જ સંભવે છે, કેમકે તેમનું તેટલું આયુ હોય છે. એ પ્રમાણે -- - - આ ત્રણેસ્થિતિ વ્યંતર અને ભવનપતિ નિકાયને આશ્રીને કહેલી જાણવી. પછી જે સૂગ છે તેમાં સમસ્ત નિકાય ભાવિની તેજો લેયાની સ્થિતિ બતાવેલી છે. તેથી તે ભવનપતિ, વ્યંતર,
જ્યોતિક, વૈમાનિક એ ચારે નિકાયની સ્થિતિ સમજવી. જો કે સામાન્ય ઉપક્રમ છે તો પણ તે વૈમાનિક નિકાય વિષયપાણાથી જ તે સ્થિતિ જાણવી. ઇત્યાદિ - ૪- - ** ** *- X- પત્રલેશ્યાની સ્થિતિમાં જે દશ સાગરોપમ સ્થિતિનું કથન કરેલ છે, તે જધન્યા સ્થિતિ સનસ્કુમારમાં અને ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મલોકમાં જાણવી કેમકે તેઓને જ આ આયુષ્યનો સંભવ છે. - - - - *- - શુક્લ લેસ્થાની સ્થિતિનું જે કથન છે, તે લાંતક દેવલોકથી આરંભીને સર્વાર્થસિદ્ધ સુધી સંભવે છે તેમ જાણવું એ પ્રમાણે સ્થિતિ દ્વાર કહ્યું. હવે ગતિદ્વારને કહે છે -
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org