________________
સાગમસૂત્ર સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद
જાકારાનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા 300થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમત્ર હિન્દી અનાવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-કિની અવ૬ માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને માયામ સવલ અનુસાર જ થટોલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવતી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિહવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભાવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અતીથી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને ષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છઠા ભાગમાં અકારદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે ઝાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
આ “આગમ કથાનુયોગ" કેવળ કચારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫oo/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org