________________
૧૫/૫૦૧
૧૫૩
- પ્રાસાદાદિ લક્ષણ નામક શાસ્ત્ર રૂપ
અંગવિકાર - મસ્તકનું સ્ફૂરણ
* - * *
આદિના શુભાશુભ સૂચક શાસ્ત્ર. સ્વર - પોદકી શિવાદિના સ્વર રૂપ, તેના સંબંધી શુભાશુભનું નિરૂપણ * * *-- જેઓ આવી વિધા વડે જીવતા નથી, આવી જીવિકાથી શુભાશુભને કહીને જેઓ પ્રાણોને ધારણ કરતા નથી, તે ભિક્ષુ છે. આના વડે નિમિત્ત લક્ષણ વિષયક દોષ પરિહાર કહ્યો. હવે મંત્ર આદિ રૂપ, તેના દોષના પરિહારને માટે કહે છે -
• સૂત્ર
nos -
જે રોગાદિથી પીડિત હોવા છતાં પણ મંત્ર, મૂલ આદિ વિચારણા, વમન, વિરેચન, ધૂમ્રનલી, સ્નાન, સ્વજનોનું શરણ અને ચિકિત્સા તજીને પ્રતિબદ્ધ ભાવે વિચરણ કરે છ, તે ભિક્ષુ છે.
• વિવેચન - ૫૦૨ -
મંત્ર - ૐ કાર આદિથી સ્વાહા પર્યન્ત, ડ્રીંકારાદિ વર્ણવિન્યાસ - રૂપ, મૂલ સહદેવી મૂલિકા રૂપ અથવા તે -તે શાસ્ત્ર વિહિત મૂળ કર્મ, વિવિધ પ્રકારે વૈધ સંબંધી ચિંતા - વિવિધ ઔષધ, પથ્યાદિ વ્યાપાર રૂપ, વમન
ઉલટી, વિરેચન -
કોઠાની શુદ્ધિ રૂપ, ધૂમ - મનઃ શિલાદિ સંબંધી, નેત્ર શબ્દથી નેત્ર સંસ્કારક અહીં સમીરાંજન આદિ લેવાય છે. સ્નાન સંતાનાર્થે મંત્ર ઔષધિ યુક્ત જળ વડે અભિષેક કરવો. રોગાદિ પીડિતને સ્મરણ કરાવવું, ઇત્યાદિ રૂપ ચિકિત્સા - રોગ પ્રતિકાર રૂપ. આ બધાંને જ્ઞ પરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરી, સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે, તે ભિક્ષુ છે. - બીજું -
.
-
• સૂત્ર - ૫૦૩ -
ક્ષત્રિય, ગલ, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણ, ભોગિક અને બધાં પ્રકારના શિલ્પીઓની પૂજા તથા પ્રશંસામાં જે ક્યારેય કશું કહેતા નથી, પરંતુ તેને હેય જાણીને વિચરે છે, તે ભિક્ષુ છે.
• વિવેચન - ૫૦૩ -
-
ક્ષત્રિય - હૈહેય આદિ અન્વય જનિત, ગણ મલ્લ આદિનો સમૂહ. ઉગ્ર – આરક્ષકાદિ, રાજપુત્રો, માહન - બ્રાહ્મણ, ભોગ - વિશિષ્ટ વસ્ત્રાદિથી ચરે છે, ભોગિક - રાજાના માન્ય પ્રધાન પુરુષો, વિવિધ પ્રકારના સ્થપતિ આદિ શિલ્પો. આ ક્ષત્રિયાદિને જે પ્રતિપાદિત કરતાં નથી, કેવી રીતે? જેમકે શ્લાધા - આ શોભન છે વગેરે, પૂજા -
-
Jain Education International
આ પૂજવા યોગ્ય છે આદિ, કેમકે બંનેમાં પાપની અનુમતિ આદિ મહાદોષનો સંભવ છે. તેને બંને પરિજ્ઞાથી જાણે અને છોડે તે ભિક્ષુ છે. આના વડે વનીપકત્વનો પરિહાર કહ્યો. હવે સંસ્તવ પરિહાર -
• સૂત્ર - ૫૦૪ -
જે વ્યક્તિ પ્રતજિત થયા પછીના કે પ્રતજિત થયાની પહેલાના પરિચિત હોય, તેમની સાથે લોકના ફળની પ્રાપ્તિ હેતુ જે સંસ્તવ કરતો
For Private & Personal Use Only
www.jainelibrary.org