________________
ય છે
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ એકઠાં કરે છે તે ત્રણકાર. તે ભિક્ષને- કષાયાદિથી વશથી જીવવીર્યરહિતને પૌરુષMી જ ભિક્ષા, તથાવિધ ફળની નિરપેક્ષતાથી ભ્રમણશીલને વિનય પ્રગટ કરીશ. - દર્શનથી ઉત્પાદિત કરીશ. આ અધ્યયન ભણનારને જ ભારે કર્મપણાથી પ્રાયઃ વિનીત - અવિનીતના ગુણ - દોષની વિભાવનાથી જ્ઞાનાદિ વિનય પરિણતિ છે. અથવા વિરુદ્ધ નય તે વિનય અર્થાત સદાચાર, તેને હું પ્રગટ કરીશ. કોના ભિક્ષાના.
ભિક્ષણશીલનો અવિપરીત યોગ-સમાધિ તે સંયોગ. તેથી વિવિધ પરીષહને સહન ન કરીને ગુરનિયોગ અસહિષ્ણુત્વ આળસ આદિ પ્રકારોથી જે પ્રકર્ષતયા મુક્ત છે, તે પિમુક્ત છે. - x x x-.
- વિનયને પ્રગટ કરીશ, એમ કહેવાથી, વિનય આ અધ્યયનનું નામ છે, તેને પ્રગટ કરવાનું ફળ, તથા આ ઉપેચ છે, આનો ઉપાય તે પ્રસ્તુત અધ્યયન છે. એ રીતે આનો ઉપાય - ઉપેય ભાવલક્ષણ સંબંધ બતાવ્યો.
હવે “સંયોગ એ આધ પદને સ્પર્શ- નિક્ષેપ કરવાને કહે છે
(નિયુક્તિ ૩૦ થી ૬૩ સુધી સંયોગની જ ચર્ચા છે. અમને તેમાં કંઈજ સમજણ પડી નથી. અનુવાદ પછી પણ અભ્યાસુઓએ તજડાની મદદથી જ સમજવું પડે તેમ છે. તે નિશ્ચિત વાત છે.)
• નિક્તિ - ૩૦ - વિવેચન :
સંયોગ' ષિયક નિક્ષેપ - ન્યાસ છ પ્રકારે છે, આ ભેદો - નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રસિદ્ધ છે. (અહીંવૃત્તિકારશ્રીએ અતિ વિસ્તારથી ઘણાં શ્લોકોમાં નામ આદિ નસોની વ્યાખ્યા કરેલ છે. અને તેમાંના કેટલાંક શબ્દો કે વાક્યોને જ અહીં વ્યાખ્યારૂપે રજૂ કરેલ છે. કેમકે સમગ્ર વ્યાખ્યા સમજવા અનુયોગદ્વાર'ના અવગાહનની આવશ્યકતા છે. તેને સમજીને જ આ વ્યાખ્યા સમજવી સરળ બનશે, તેથી અમે સંપૂર્ણ અનુવાદ કરેલ નથી.)
• નામાદિ વિધિથી આરંભ્યા વિના તેની વ્યાખ્યા કસ્વી યુક્ત નથી. - દ્રવ્ય અને પર્યાયવાદીઓએ અહીં નયો ને છોડવા ન જોઈએ. - “માતૃકા' નામે ત્રણ પદ - ઉત્પત્તિ, વિગમ અને ધ્રૌવ્ય.
- અહીં ઉત્પત્તિ અને નિગમ એ પર્યાયવાદીનો મત છે, દ્રવ્યાર્થિક મત તે ધ્રૌવ્ય છે. આ રીતે માતૃકા નામે ત્રણ પદ .
• નામ કોઈ સંકેતથી કહેવાય છે, સ્થાપના નામને અનુરૂપ ક્રિયાથી અથવા બુદ્ધિથી થાય છે. તે નામ અને સ્થાપના દ્રવ્ય નિક્ષેપથી અનુવર્તિત છે. અને આ દ્રવ્યાર્થિક નય ભાવ નિક્ષેપાથી જૂદો છે. નામ, સ્થાપના અને દ્રવ્ય એ દ્રવ્યાર્થિક નયનો નિક્ષેપ છે, ભાવ એ પર્યાયાર્થિકની પ્રરૂપણા છે.
--નામનય કહે છે કે જે કારણે નામ વિના વસ્તુનું ગ્રહણ થતું નથી, તેથી નામ છે જ, તે આ પ્રમાણે કુંભ-માટીનો જ, બીજી વસ્તુનો નહીં. પ્રતીત વસ્તુથી જ તેની સ્વરૂપ પ્રતીતિ થાય છે. જેમ માટી પ્રતીત છે, તેથી કહેવાતા ઘડાનું માટી જ રૂપ થાય, તેમ પ્રતીત નામ થી જ વસ્તુ ઓળખાય છે, તેના વિના જ ઓળખાય. જે નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org