________________
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર સ્થવિરો સાથે બહારના જનપદવિહાર વિચરે છે.
ત્યારપછી કંડરીક મનિ સ્થવિરોની સાથે કેટલોક કાળ ઉગ્ર - ઉગ્ર વિહારથી વિચરી. પછી ગ્રામસ્યથી કંટાળી, શ્રામાયથી નિર્ભત્સિત થઈ. શ્રમણ ગુણયોગથી મુક્ત થઈ, સ્થવિરોની પાસેથી ધીમે-ધીમે પાછા ફરતા ગયા અને જ્યાં પુંડરીકિણી નગરી હતી, જ્યાં પંડરીક સજાનું ભવન હતું, જ્યાં અશોક વનિકા હતી, જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું, જ્યાં પૃથ્વી શિલાપટ્ટક હતો ત્યાં આવ્યા, આવીને યાવત શિલાપટ્ટકે બેઠા. બેસીને અપહતમનઃ સંકલ્પ થઈને ચાવત ચિંતામાં પડેલા હતા.
ત્યારપછી પુંડરીક રાજાની ધાત્રી ત્યાં આવે છે. યાવતુ કંડરીકને જુએ છે, જોઈને તે વાત પુંડરીક રાજાને કહે છે. પુંડરીક પણ અંતઃપુર અને પરિવાર સાથે સંપરિવૃત્ત થઈને ત્યાં આવે છે. આવીને ત્રણ વખત આદિક્ષણ પ્રદક્ષિણા કરીને યાવત તમને ધન્ય છે ઇત્યાદિ બધું કહે છે. યાવતુ કંડરીક મૌન રહે છે. ત્યારપછી પંડરીક રાજાએ આ પ્રમાણે પૂછ્યું - શું આપને ભોગોથી પ્રયોજન છે ? (કંડરીકે કહ્ય) - હા, છે.
ત્યારે કૌટુંબિક પુરુષોને પુંડરીક રાજા બોલાવે છે, બોલાવીને કલિકલુષ વડે અભિષિક્ત કર્યો. રાજ્યાભિષેક કર્યો, ચાવત્ તે કંડરીક રાજ્યનું પ્રશાસન કરતા વિચરે છે. ત્યારે તે પંરીકે સ્વયં જ પંચમૌષ્ટિકલોચ કર્યો, કરીને ચતુર્યામ ધર્મ સ્વીકાયો. સ્વીકારીને કંડરીકના આચારભાંડને સર્વ સુખના સમુદાય સમાન ગ્રહણ કર્યા. કરીને આવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે - મને સ્થવિરોની પાસે ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવાનું કલ્પે છે. આ પ્રમાણે અભિગ્રહ કરીને વિર પાસે જવા નીકળ્યા.
કંડરીકને પ્રણિત પાન-ભોજન કરવાથી તે સમ્યફ પરિણમ્યો નહીં, વેદના ઉત્પન્ન થઈ, તે વેદના અતિ ઉજ્જવલ, વિપુલ વાવ( દુખે કરીને સહન થઈ શકે તેવી હતી. પછી તે રાજ્યમાં અને વાવત અંતઃપુરમાં મૂર્ષિત થઈને યાવતુ આસક્ત થઈને આd - દુઃખાd - વશાd થઈને અકામ જ મરણ પામીને સાતમી નરકે ૩૩ - સાગરોપમસ્થિતિમાં ગયો.
પંડરીક પણ સ્થવિરોને મળીને, તેમની પાસે ફરીવાર ચાતુર્યામ ધર્મ સ્વીકાર્યો, અઠ્ઠમ તપના પારણે આદીન રાવત આહાર કરે છે. તેના વડે અને કાલાતિક્રાંત, શીતલ, રૂક્ષ, માસ, વિરસ આહાર પરિણત ન થતાં અસહ્ય વેદના ઉત્પન્ન થઈ. પછી તે વેદના અધારણીય છે, એમ વિચારીને બે હાથ જોડી યાવતુ આજલિ કરીને આ પ્રમાણે બોલ્યા અતિ (આવી ભાવના ભાવી) -
અરહંત ભગવંત યાવતુ મોક્ષસંપ્રાપ્તને નમસ્કાર થાઓ. તથા સ્થવિર ભગવંતોને, માસ ધર્માચાર્યોને, ધર્મોપદેશકોને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં સ્થવિરોની પાસે જાવજીવને માટે સર્વે પ્રાણાતિપાતના પચ્ચક્ખાણ કરેલા છે. યાવત્ સર્વે અકરણીય યોગના પચ્ચખાણ કર્યા છે. હાલ પણ તે જ ભગવંતોની પાસે યાવત સર્વે પ્રાણાતિપાત અને યાવત્ સર્વે અકરણીય યોગના પ્રત્યાખ્યાન કરું છું. આ મારું જે શરીર છે, તે પણ થાવત છેલા ઉચ્છવાસ - નિઃશ્વાસથી વોસિરાવું છું. એ પ્રમાણે આલોચના અને For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International