________________
૬
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદાર પ્રાધૂર્ણકભકત, શય્યાતરપિંડ, રાજપિંડ, મૂલભોજન, કંદભોજન, ફળભોજન, બીજભોજન, હરિત ભોજન ખાવું કે પીવું ન કલ્પે. હે જાત ! તું સુખ સમુચિત છે, શીત કે ઉષ્ણ, ભૂખ કે તરસ, ચોર કે વ્યાલ, દંશ કે મશક એ બધાંને સહન કરવા સમર્થ નથી. વાતિક, પૌતિક, શ્લેખિક કે સાનિયામિક વિવિઘ રોગ કે આતંક સહન કરવા સમર્થ નથી, સારા-ખરાબ ગ્રામ કંટક કે બાવીશ પરીષહો સહન કરવા સમર્થ નથી, ઉદીર્ણ ઉપસર્ગોને સમ્યફ અધ્યાસિત કરી શકે તેમ નથી. વળી નિચે તારો વિયોગ ક્ષણવાર પણ સહન કરી શકીએ તેમ નથી, તો હમણાં રહે, રાજ્યલક્ષ્મીને ભોગવ, પછી પ્રવજયા લેજે.
ત્યારે તે કંડરીકે આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય છે તે પ્રમાણે જે તમે કહો છો. પરંતુ હે દેવાનુપ્રિય આ નિર્ચા પ્રવચન નપુંસક, કાયર, કાપુરુષ, આલોકમાં પ્રતિબદ્ધ, પશ્લોકથી પરાં મુખ, વિષય તૃષ્ણાવાળા સામાન્ય લોકોને દુરનુચર છે, પરંતુ ધીરને નિશ્ચિતને, વ્યવસિતને તેમાં નિ કાંઈ દુકાકારક નથી. તેથી હે દેવાનુપ્રિય ! હું દીક્ષા લેવા ઇચ્છું છું.
ત્યારે તે કંડરીકને જ્યારે પુંડરીક રાજા ધણી બધી આગાપના આદિ વડે કહેવા - સમજાવવા આદિ માટે સમર્થ ન થયા ત્યારે અનિચ્છાએ જ દીક્ષા લેવા માટેની અનુમતિ આપી.
ત્યાર પછી તે પુંડરીક કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - મહા, મહાઈ, મહાé, મહાનિષ્ક્રમણ મહિમાને કરો. યાવત કંડરીક પ્રવજિત થયો. પછી કંડરીક મુનિ સામાયિકાદિ અગિયાર અંગોને ભાસ્યા. ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ અને તપ-ઉપધાન પૂર્વક વિયરે છે. પણ કોઈ દિવસે તેમને અંત-પ્રાંત ચાવત રોગાતંક ઉત્પન્ન થયો. ચાવત્ દાહ વ્યુત્ક્રાંત થયો, યાવતું વિચારે છે -
ત્યાર પછી તે સ્થવિર ભગવંતો અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરણ કરતો. ગ્રામાનુગ્રામ વિહરતા, પુંડરીકિણીમાં નલિનીવન ઉધાનમાં પધાર્યા. ત્યારે તે પુંડરીક રાજા આ વૃત્તાંતને પામ્યા. પામીને યાવતું ત્યાં જઈને પર્યાપાસે છે. ભગવંતે ધર્મકથા પ્રસ્તુત કરી. ત્યારે પંડરીક રાજા ધર્મ સાંભળીને જ્યાં કંડરીક આણગાર હતા ત્યાં જાય છે. જઈને કંડરીક મુનિને વંદે છે. વાદીને પ્રણમે છે. ત્યારે તેણે કંડરિક મુનિના શરીરને વ્યાબાધા અને રોગ સહિત જોયું.
પુંડરીક રાજા જ્યાં સ્થવિરો હતા ત્યાં આવ્યા, સ્થવિરોને વંદન કર્યું. વાંદીને આ પ્રમાણે કહ્યું - હે ભદતો ! હું કંડરીક અણગારની યથા પ્રવૃત ચિકિસિતા પ્રાસુક એષણીય વડે, અથા પ્રવૃત્ત ઔષધ ભૈષજ્ય અને ભોજન-પાન વડે ચિકિત્સા કરીશ. હે ભદંતો ! આપ, મારી યાનશાળામાં પધારો. ત્યારે વિરોએ પંડરીક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો, સ્વીકારીને યાવત યાનશાળામાં વિચરે છે.
ત્યાપછી તે પુંડરીક રાજા કંડરીક મુનિની ચિકિત્સા કરાવે છે. ત્યારપછી તે મનોજ્ઞ અશનાદિનો આહાર કરતા, તેના રોગાતંક જલદીથી ઉપશાંત થયા, તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org