________________
૬૨
ૐ અધ્યયન - ૧૦ ‘દ્રુમપત્રક”
X—— X-X' ---
નવમું અધ્યયન કહ્યું, હવે દશમું કહે છે. તેનો આ સંબંધ છે - અનંતર અધ્યયનમાં ધર્મચરણ પ્રતિ નિષ્કપત્વ કહ્યું. તે પ્રાયઃ અનુશાસનથી જ થાય છે. તે ઉપમા વિના સ્પષ્ટ ન થાય, એ પ્રમાણે પહેલાં ઉપમા દ્વારથી ‘અનુશાસન' નામે આ અધ્યયન છે. એ સંબંધે આવેલા આ અધ્યયનનો - । - ૪ - નામ નિષ્પન્ન નિક્ષેપે ‘દ્રુમપત્રક’ એવું દ્વિપદ નામ છે. તેથી દ્રુમ અને પત્રનો નિક્ષેપો કહે છે -
• નિયુક્તિ - ૨૮૦ થી ૨૮૨ વિવેચન
ક્રમ વિષય નિક્ષેપ નામાદિ ચાર ભેદે છે. દ્રવ્યનિક્ષેપ બે ભેદે છે. તેમાં નોઆગમથી દ્રવ્ય નિક્ષેપ ત્રણ ભેદે - જ્ઞશરીર, ભવ્ય શરીર, તદ્યતિરિક્ત. આ તવ્યતિરિક્ત દ્રુમ પણ ત્રણ ભેદે છે - એકભવિક, બદ્ઘાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર. દ્રુમના આયુ, નામ, ગોત્રને વેદતો તે ભાવદ્રુમ. આ પ્રમાણે જ પત્ર ના પણ નિક્ષેપ જાણવા.
હવે નામનો અર્થ -
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૨
• નિયુક્તિ • ૨૮૩
વિવેચન
દ્રુમ - વૃક્ષ, પત્ર - પાંદડા, આ વૃક્ષના પર્ણોની ઉપમાથી આયુષને કહે છે. કયા ગુણોથી ઉપમિત કરે છે ? સ્વકાળના પરિપાકથી પાતિત રૂપે, ઉપક્રમણ – દીર્ઘકાળ ભાવિની સ્થિતિની સ્વલ્પકાળતાનું આપાદન - તેથી X - મપત્ર અધ્યયન કહેવાય છે. જે રીતે આનું સમુત્થાન છે, તે રીતે દર્શાવતી તેવીશ ગાથાનો સમૂહ કહે છે - • નિયુક્તિ - ૨૮૪ થી ૩૦૬ - વિવેચન
(વૃત્તિકારશ્રી અહીં નોંધે છે કે -) આનો અક્ષરાર્થ સ્પષ્ટ જ છે, છતાં કિંચિત્ જણાવે છે - મગધાપુર નગર એટલે રાજગૃહ. તેના તે કાળની અપેક્ષાથી મગધોમાં પ્રધાનપુરપણાથી અને અવિધમાન કરપણાથી કહ્યું. નાયક - સર્વ જગા સ્વામી અથવા જ્ઞાત, ઉદાર ક્ષત્રિય, સર્વ જગતમાં જેમની વિખ્યાત છે તેવા, સ્વભાવથી અતિ નિર્મળ એવી શુક્લ લેશ્યાવાળા, કર્મોને નિરાકૃત કરેલા અથવા કરીને ઇત્યાદિ - x - - - * - * - *- ૪ * * * * * X - (અમે વિશેષ કથન છોડી દઈએ છીએ. કેમકે નિમ્નોક્ત કથાના ભાવાર્થમાં તેનો સમાવેશ થયેલો જ છે.)
-
Jain Education International
-
સંપ્રદાયથી આ નિયુક્તિના ભાવાર્થરૂપ કથાનક કહે છે, તે આ -
તે કાળે તે સમયે પૃષ્ઠચંપા નામે નગરી હતી. ત્યાં શાલ નામે રાજા અને મહાશાલ નામે યુવરાજ હતો. તે શાલ અને મહાશાલની બહેન યશોમતી નામે હતી. તેના પતિનું નામ પિઠર હતું. આ યશોમતી અને પીઠરને ગાગલિ નામે પુત્ર હતો. ત્યાં વર્ધમાન સ્વામી સુભૂમિ ભાગ ઉધાનમાં પધાર્યા. શાલ રાજા નીકળ્યો. ધર્મ સાંભળીને બોલ્યો - મહાશાલને રાજા તરીકે સ્થાપીશ, (પછી દીક્ષાની ભાવના છે). તે ગયો. તેને પૂછ્યા પહેલાં મહાશાલે કહ્યું - હું પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલો છું તમે જેમ અમારે
For Private & Personal Use Only
www.jainelibrary.org