________________
આદધ્ય ૧ - ભૂમિકા લોકોપયાર વિનય અર્થ નિમિત્તે અને કામ હેતુથી, ભય વિનય, મોક્ષ વિનય એ પ્રમાણે પાંચ ભેદે વિનય જાણવો. અભ્યત્થાન, અંજલિ, આસનદાન, અતિથિપૂજા અને વૈભવથી દેવતાપૂજાને લોકોપચાર વિનય છે. અભ્યાસવર્તીપણુ, છંદોનુવર્તના, દેશકાલદાન, અમ્યુત્થાન, અંજલિ, આસનદાન અથર્ન માટેનો વિનય છે, એ પ્રમાણે જ કામ વિનય અને ભયમાં આનુપૂર્વીથી લઈ જવું.
મોક્ષમાં પણ તેની પ્રરૂપણા પાંચ પ્રકારે થાય છે - દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ, તપ અને ઔપચારિક, આ પાંચ ભેદે મોક્ષ વિનયને જાણવો. જિનેન્દ્રોએ જે પ્રમાણે દ્રવ્યોના સર્વ ભાવો કહેલા છે, તેની તે પ્રમાણે શ્રદ્ધા કરવી તે દર્શન વિનય છે. જ્ઞાનને શીખે છે, જ્ઞાનને ગણે છે - આવૃત્તિ કરે છે, જ્ઞાન વડે કૃત્યો કરે છે, જ્ઞાની નવા કર્મો બાંધતા નથી, તેનાથી જ્ઞાન વિનીત થાય છે. યતના કરતા જેનાથી આઠ પ્રકારના કર્મો ખાલી કરે છે અને નવા કર્મો બાંધતા નથી. તેથી ચામ્રિ વિનય થાય છે. અંધકારને તપ વડે દૂર કરે છે, આત્માને સ્વર્ગ કે મોક્ષમાં લઈ જાય છે. તેનાથી તપોનિયમ-નિશ્ચિત મતિ તપોવિનિતને થાય છે. ઔપચારિક વિનય સંક્ષેપથી બે ભેદ થાય છે. પ્રતિરૂપયોગમાં જોડવું અને આશાતના ન કરવી છે. પ્રતિરૂપ વિનય કાચિક, વાચિક, માનસિક યોગથી થાય. તે અનુક્રમે આઠ ભેદે, ચારભેદે અને બે ભેદે તેને થાય છે. • તેમાં -
(૧) કાચિક વિનય - અભ્યત્યાન. અંજલિ, આસનદાન, અભિગ્રહ, કૃતિકર્મ, શુશ્રુષાણા, અનુગમન અને સંસાધન એ આઠ ભેદે છે. (૨) વાચિક વિનય - હિત, મિત, અપરુષ અને અનુવીચીભાષી ચાર ભેદે છે. (3) મનો વિનય - અકુશલ મનનો નિરોધ, કુશીલ મનની ઉદીરણા.
પ્રતિરૂપ વિનય પરાનુવૃત્તિમય જાણવો. પ્રતિરૂપ વિનય કેવલીનો જાણવો. આ આપે કહેલો વિનય પ્રતિરૂપ લક્ષણ ત્રાણ ભેદે છે. અનાશાતના વિનય બાવન ભેદે કહેલો છે. તે આ પ્રમાણે - તીર્થકર, સિદ્ધ, કુલ, ગણ, સંઘ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, વિર, ઉપાધ્યાય, અને ગાણી આ ૧૩ પદો છે. તેની અનાશાતના, ભક્તિ, બહુમાન, વર્ણશ્લાધા એ પ્રમાણે ૧૩ x૪ = પર -ભેદો થશે.
ઉક્ત ગાથાનો અર્થ સ્પષ્ટ છે. વિશેષ એ કે સિનિશ તે એક વૃક્ષ છે - - અર્થપાતિના હેતુથી ઇશ્વરાદિને અનુવર્તવુ તે અર્થ વિનય છે. કામના હેતુથી પણ આ જ વિનય છે - શબ્દાદિ વિષય સંપત્તિ નિમિત્તે તેમ તેમ પ્રવર્તવું તે કામવિનય છે. દુuધર્ષ રાજા કે સામતાદિ ને પ્રાણ આદિના ભયથી અનુવર્તવું તે ભયવિનય છે. આ લોકને આશ્રીને શ્રદ્ધા, જ્ઞાન, શિક્ષાદિમાં કર્મના ક્ષયને માટે પ્રવર્તવુ તે મોક્ષવિનય છે.
મોક્ષવિનય ઉપર કહ્યા મુજબ પાંચભેદે છે. તેમાં વિરોષ આ પ્રમાણે - અભ્યસ્થાન ગુરુને આવતાફે જતા જોઈને આસન છોડી ઉભા થવું અભિગ્રહ -ગુરુની વિશ્રામાણાદિ કરવાનો નિયમ. કૃતિ - દ્વાદશાવર્ત આદિ વંદન. શુષણા - ન આસપાસથી કે ન આગળથી આદિ વિધિથી ગુરવચન શ્રવણની ઇચ્છા- પર્ણપાસના કરવી. અનુગમન : આવતા સન્મુખ જવું. સંસાધન - જતાની પાછળ સમ્યફ રીતે જવું. કુલ - નાગેન્દ્ર
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org