________________
૧૮૦
ઉત્તરાધ્યયન મૂલસણ-સટીક અનુવાદ/૧ અંદરની દુકાનમાં તંતુવાયત્વ- વણકરપણું કરવા લાગ્યો. રાજપુરુષો વડે બોલાવ્યો. મૂલદેવે વિચાર્યું કે આ તે જ પુરુષ છે પણ તેને હાલ મારવો યોગ્ય નથી. - *- પુરુષો તેને લાવ્યા. રાજાએ ઉભા થઈને તેની પૂજા કરી. આસને બેસાડ્યો. તેની સાથે ઘણી પ્રિય વાતો કરીને કહ્યું મને તારી બહેન પરણાવ. તેણે તેની બહેનનો વિવાહ મૂલદેવ સાથે કર્યો. રાજાએ તેને ભોગો આપ્યા.
કેટલાંક દિવસો જતાં રાજાએ મંડિકને કહ્યું- થોડું ધન જોઈએ છીએ, તેણે ઘણું દ્રવ્ય આપ્યું. રાજાએ તેનું સન્માન કર્યું. અન્ય કોઈ દિવસે ફરી ધનની માંગણી કરી. ફરી પણ મંડિકે ધન આપ્યું. રાજાએ તે ચોરને અતી સત્કાર સન્માન પ્રયોજ્યું. આ પ્રકારે ચોરે બધું દ્રવ્ય આપી દીધું.
તેની બહેનને પછી પૂછ્યું- હવે કંઈ દ્રવ્ય છે? તેણી બોલી કે ના, આટલુંજ દ્રવ્ય હતું. ત્યારપછી પૂર્વે કહેવાયેલ લક્ષ્ય અનુસાર બધું જ ધન પ્રાપ્ત થઈ જતાં મંડિકને શૂળીએ ચડાવી દીધો.
દૃષ્ટાંતના અનુવાદ પૂર્વક આ ઉપનય છે -
જ્યાં સુધી જેટલું કાર્ય હતું, ત્યાં સુધી - જેટલો લાભ હતો ત્યાં સુધી મૂલદેવરાજા વડે મંગિક ચોરને સાચવવામાં આવ્યો. તે પ્રમાણે ધમર્થીએ પણ સંયમ ઉપઘાત હેતુક છતાં પણ જીવિતને નિર્જરાની અભિલાષાથી, તેના લાભને માટે ચાવતુ ધારી રાખવું જોઈએ. તેને ધારણ કરવામાં સંયમનો ઉપરોધ જ છે. • • આટલું પ્રસંગથી કહ્યું.
હવે જે કહ્યું કે - જીવિતને પોષણ આપીને મલનો ધ્વંસ કરે તે શું સ્વાતંત્ર્યથી કે અન્ય રીતે?
• સૂત્ર • ૧ર૩ :
શિક્ષિત અને કવચધારી આશ જેમ યુદ્ધમાં જય પામે છે, તેમ જ સ્વછંદતાના નિરોધથી સાધુ સંસારથી પાર પામે છે. પૂર્વજીવનમાં સામત થઈને વિચરણ કરનારો મુનિ જલદીથી મોતને પામે છે,
• વિવેચન -૧૩
છ૯ - વશ, તેનો વિરોધ, તે છંદ નિરોધ - સ્વછંદતાનો નિષેધ, તેના વડે મુક્તિને પામે છે. અહીં શું કહે છે? ગરની પરતંત્રતાથી પોતાના આગ્રહને યોજ્યા વિના, તેમાં પ્રવર્તમાન પણ સંકલેશ રહિત રહે, તેનાથી તે કર્મબંધનો ભાગી ન થાય. પરંતુ અવિકલ ચારિત્રપણાથી તેની નિર્જરા વડે જ પામે છે. પ્રવર્તમાન છતાં આહારાદિમાં આગ્રહ ગ્રહના આકલિત ચિત્તથી અનંત સંસારિતા આદિ અનર્થના ભાગી થાય છે. તેને સર્વથા તેના પરતંત્રપણાથી મુતુક્ષુ વડે વિચારવું. કેમ કે તે જ સખ્ય જ્ઞાનાદિ સકલ કલ્યાણના હેતુપણાથી છે.
કહ્યું છે કે“તે જ્ઞાનનો ભાગી થાય છે અને દર્શન, ચાસ્ત્રિમાં સ્થિરતર થાય છે, તેઓ ધન્ય છે, જ્યાં સુધી તેઓ ગુરુકુલવાસ છોડતા નથી.” અથવા દસા -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org