________________
બાલબાચારી શ્રી નેમિનાથાય નમઃ
નમો નમો નિમ્પલસરસ પપૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યોનમાં
- Oાગ -
6
)
આ ભાગમાં ઉત્તરાધ્યયન નામક મૂળસૂત્રના અધ્યયન ૧ થી ૬નો સમાવેશ થાય છે. તેના અધ્યયન • ૭ થી ૨૧નો સમાવેશ અમે ભાગ-૩૮માં કરેલ છે, તથા અધ્યયન - ૨૨ થી ૩૬નો સમાવેશ અમે ભાગ- ૩માં કરેલ છે. આ સુત્રને પ્રાકૃતમાં ઉત્તરઝયણ’ નામે કહેવાય છે. સંસ્કૃત અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉત્તરાધ્યયન' નામથી જ ઓળખવાયેલ છે. જેમાં કુલ ૩૬ અધ્યયનો છે. અધ્યયનમાં કોઈ ઉદ્દેશાદિ પેટા વિભાગો નથી. મુખ્યત્વે પધ (ગાથા) સ્વરૂપ આ આગમમાં માત્ર - ૮૮ સૂત્રો છે. બાકી બધી ગાથાઓ જ છે.
આ આગમની ઓળખ ધર્મકથાનુયોગના દષ્ટાંતમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ આપેલ છે. પણ વિનય, પરીષહ, સભિક્ષ, રથનેમિ આદિ અધ્યયનો વિચારો તો
ચરણકરણાનુયોગ પણ અહીં મળશે. “સમ્યકત્વ પરાક્રમ, લેયા, જીવાજીવ વિભક્તિને વિચારો તો ‘દ્રવ્યાનુયોગ પણ દેખાય છે.
૩૬ - અધ્યયનોમાં અહીં વિનય, પરીષહ, મનુષ્ય જીવનની દુર્લભતાદિ, પાપભ્રમણ, સમાચારી, મોક્ષમાર્ગ, પ્રમાદ સ્વરૂપ, બ્રહ્મચર્ય, કર્મ, લેયા, તપ, જીવાજીવ, મરણના ભેદ ઇત્યાદિ અનેક વિષયો સમાવાયેલ છે.
આ આગમમાં નિર્યુક્તિ, કેટલીક ભાષ્ય ગાથા, વિવિધ કતની વૃત્તિ, ચૂર્ણિ આદિ મુદ્રિત રૂપે જોવા મળેલ છે. પ્રાયઃ આટલું મયુર ટીકા સાહિત્ય કોઈ આગમ પરત્વે અમે જોયેલ નથી. તેમાં ભાવવિજયજી ગણિ અને લક્ષ્મીવલ્લભ કૃત ટીકાનો અનુવાદ તો થયો જ છે અમે અનુવાદમાં અહીં નિર્યુક્તિા સહિત મૂળ સૂત્ર પરત્વે કરાયેલ શ્રી શાંત્યાચાર્ય વિરચિત વૃત્તિનો આધાર લીઘેલો છે. જેમને કથા સાહિત્યમાં વધુ રસ છે. તેમણે ભાવવિજયકૃત ટીકાનુવાદ જોવો.
ચામૂળસૂત્રોમાં આ ચોથું મૂળસૂત્ર છે. પ્રત્યેક સાધુ-સાધ્વીઓએ આ આગમને સતત વાગોળવા જેવું છે. તેમાં આચરણ સાથે વૈરાગ્યનો સુંદર બોધ છે. તથા જૈન પરિભાષા પણ અહીં છે.
Jain
..nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org