________________
વરસ
ઉત્તરાધ્યાન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૧
પ્રધાન બધી કળા તેણે ગ્રહણ કરી. જ્યારે તે આચાર્ય પાસે કલા ગ્રહણ કરતા હતા, ત્યારે સહજાત દાસચેટો ઝધડતા, વ્યાકુળતા ઉત્પન્ન કરતા ઇત્યાદિ કારણે તેઓ ન ભણ્યા, ન ફળા શીખ્યા.
બીજા બાવીશે કુમારે જ્યારે કળા શીખતા હતા ત્યારે આચાર્યને ફટકારતા અને અવચનો કહેતા હતા. જ્યારે તે આચાર્ય તે બધાંને શિક્ષા કરતા, ત્યારે તે કુમારો જઈને માતાની પાસે ફરીયાદ કરતા હતા. ત્યારે તે માતાઓ આચાર્યને ખીજાતી કે કેમ મારો છો ? શું પુત્રજન્મ સુલભ છે ? એ કારણે તે બાવીશે પણ કળા ન શીખ્યા.
આ તરફ મથુરામાં જિતશત્રુ રાજા હતો. તેની પુત્રી નિવૃત્તિ નામે કન્યા હતી. તેણીને શણગારીને રાજા પાસે લાવ્યા. રાજાએ કહ્યું - તને જે રુચે તે તારો પતિ. ત્યારે તેણીએ કહ્યું કે જે - શૂર, વીર, વીક્રાંત હોય તે જ મારો પતિ થાય. રાજા વળી તેને રાજ્ય આપશે.
ત્યારપછી તે રાજકન્યા લશ્કર અને વાહન લઈને ઇંદ્રપુર નગર ગઇ. તે ઇંદ્રદત રાજાને ઘણાં પુત્રો હતા. ઇંદ્રદતે ખુશ થઈને વિચાર્યું - નક્કી બીજા રાજા કરતાં તેઓ લષ્ટતર છે. તેણે નગરને પતાકાદિથી શણગાર્યું. ત્યાં એક અક્ષમાં આઠ ચક્રો, તેની આગળ શાલભંજિકા - પુતળી સખી. તે પુતળીની આંખને વિધવાની હતી.
ત્યારપછી ઇંદ્રદત રાજા સન્નઈ થઈને પુત્રોની સાથે નીકળ્યો. તે કન્યા પણ સર્વાલંકાર વિભૂષિતા થઈ એક પડખે ઉભી રહી, તે રાજાના દંડભટોજિકા અને રંગમંચ દ્રૌપદીના રંગમંચાદિ જેવો હતો. તેમાં રાજાનો મોટો પુત્ર શ્રીમાલીકુમાર હતો. તેને કહ્યું - હે પુત્ર ! આ કન્યા અને રાજ્યને ગ્રહણ કરવાનું છે, તેથી આ પુતળીને વિધ, ત્યારે તે કંઈ કળા ન જાણતો હોવાથી સમૂહ મધ્યે ધનુષ્ય પણ ગ્રહણ ન કરી
શક્યો.
કોઈએ જેમ તેમ કરીને ધનુષ્ય ગ્રહણ કર્યું, જેમ ફાવે તેમ બાણ છોડ્યું. તે ચક્રમાં ભટકાઈને ભાંગી ગયું. એ રીતે કોઈ એક આરાને પાર કરી શક્યું, કોઈ બે આરાને પાર કરી શક્યા. કોઇના બાણ બહાર જ નીકળી ગયા. ત્યારે રાજા ખેદ કરવા લાગ્યો - અહો ! હું આ પુત્રોથી અપમાનને પામ્યો.
ત્યારે અમાત્યએ કહ્યું - શા માટે ખેદ કરો છો ? રાજા બોલ્યા - આ બધાં વડે હું અપ્રધાન - ગૌણ થઈ ગયો. અમાત્યએ કહ્યું - તમારે હજી એક પુત્ર છે, જે મારો દોહિત્ર છે, તેનું સુરેન્દ્રદત્ત નામ છે, તે વીંધવા માટે સમર્થ છે. રાજાએ કહ્યું - તમે મને તેની ઓળખ કરાવો. તે ક્યાં છે ? અમાત્યએ તેને દેખાડ્યો. રાજાએ તેની આજ્ઞા આપીને કહ્યું કે - તને આઠ રથ ચક્રોને ભેદીને, પુતળીની આંખ વિધીને, રાજ્ય અને નિવૃતિ કન્યાને પત્નીરૂપે પ્રાપ્ત કરવી યોગ્ય છે.
ત્યારે તે કુમારે જેવી આપની આજ્ઞા'' એમ કહીને તે સ્થાને જઈને ધનુષ્ય ગ્રહણ કર્યું. ચારે દિશામાં રહીને દાસપુત્રો તેને વિઘ્ન કરે છે. બંને પડખે બીજા બે જણાં હાથમાં ખડ્ગ લઈને ઉભા હતા. જો કોઈ રીતે લક્ષ્યથી સ્ખલના પામે તો કુમારનું માથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org