________________
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ દે. બંને બાજુ વેણુગ્રાહ રાખ્યા. હાથીએ ક્રમશઃ એક, બે, ત્રણ પગ ઉંચા કરીને માત્ર એક પગે ઉભો રહ્યો. લોકો કહેવા લાગ્યા કે આવા હસ્તિનને શા માટે મારો છો? હારીને નીચે ઉતારવા કહ્યું - મહાવતે અંકુશ બતાવીને હાથીને નીચે ઉતાર્યો. તે વખતે અંકુશ બતાવીને ઉતારેલ.
આ દૃષ્ટાંતનો પરમાર્થ સૂત્રાર્થથી કહ્યો છે. • સુત્ર - ૧૫, ૧૬ -
(૧પ) તે સયતી - સામતીના સભાષિત વચનો સાંભળીને તે રથનેમિ, અકુશથી હાથી સ્થિર થયો તેમાં સ્થિર થઇ ગયા. (૧૬) સંબુદ્ધ, પ્રવિરક્ષણ અને પંડિત રામ જ કરે છે. તે પુરુષોત્તમ (રયનેમિ)ની માફક ભોગોથી નિવૃત્ત થઈ જાય છે. - ૦ - તેમ હું કહું છું.
• વિવેચન ૧૫, ૧૬
એ પ્રમાણે સંબુદ્ધ - બુદ્ધિમાનો કરે છે. અથવા સમ્યગ દર્શન સહિત કે દર્શન એકી ભાવથી બુદ્ધ તે સંબુદ્ધ - વિષય સ્વભાવને જાણેલા અથવા સખ્યમ્ દષ્ટિ. તેઓ પંડિત • સમ્યગુ જ્ઞાનવંત અને પ્રવિક્ષણ - ચાસ્ત્રિના પરિણામવાળા હોય છે. બીજા કહે છે - સંબુદ્ધ એટલે સામાન્યથી બુદ્ધિમંત પંડિતો - વમેલા ભોગોના આસેવન દોષને જાણનારા, પ્રવિચક્ષણ - પાપભીરુ. તેઓ પૂર્વના અનાદિ અભ્યાસથી કર્થના પામે તો પણ ભોગથી પાછા ખસે છે, જેમ આ પુરુષોત્તમ રથનેમિ પાછા ખસ્યા.
(શંકા) રથનેમિનું પુરુષોત્તમત્વ કઈ રીતે? જે દીક્ષા લીધા પછી પણ વિષયાભિલાષી થયા? (સમાધાન) અભિલાષ થયા પછી પણ પ્રવૃત્તિ ન કરી તેથી. કાપુરષો અભિલાષને અનુરૂપ પ્રવૃત્તિ કરે છે. (શંકા) દશવૈકાલિક એ નિયત મૃત જ છે. કહ્યું છે • જ્ઞાતા અધ્યયનના ઉદાહરણો. ઋષિભાષિત અને પ્રકીર્ણક શ્રત એ અનિત્ય છે, બાકીના નિયત છે. તો અભિનવ ઉત્પન્ન આ ઉદાહરણ તેમાં કઈ રીતે આવ્યું? નિયત કૃતમાં પણ કોઈ એવા અર્થમાં હોય છે. ઉત્સન્ન શબ્દના ગ્રહણથી “પ્રાયઃ નિયત પણ સર્વથા નહીં” એવો અર્થ છે. બ્રવીમિ - સ્વબુદ્ધિથી નહીં પણ તીર્થકર ગણધરના ઉપદેશથી આ કહેલ છે. - X-.
મુની દીપરત્નસાગરે કરેલા રાધ્યયન - ૨ નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org