________________
Ed
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ સૂત્ર - ૨ -
જે બુદ્ધ પુરુષ મધુકર - ભ્રમર સમાન નિશ્ચિત છે, તેઓ વિવિધ (અભિગ્રહણોથી મુક્ત થઈને) પિંડમાં રત અને દાંત છે. તેને (તે ગુણોને કારણે) સાધુ કહે છે - તેમ હું કહું છું.
• વિવેચન - ૫ - બુદ્ધ - તત્વને જાણનાર. અશિકિત - કુળ આદિમાં અપ્રતિબદ્ધ, • નિયુક્તિ - ૧૨૬ - વિવેચન
અસંયત- ક્યાંય પણ અનિવૃત્ત, ભમરા સાથે સાધુ તુલ્ય જ હોય તો તે અસંશી જાણવા. આ ઉપમાથી સાધુ અસંયત જાણવા. આવી શંકા કરનારને આચાર્ય કહે છે - આ અયુક્ત છે. કેમકે સૂત્રોક્ત વિશેષણનો તિરસ્કાર છે. તેથી “બુદ્ધના ગ્રહણથી અસંજ્ઞીનો વિચ્છેદ છે. અનિશ્રિતના ગ્રહણથી અસંયતત્વનો વિચ્છેદ થશે.
નિર્યુક્તિાકાર કહે છે - • નિયુક્તિ - ૧૨ -
મધુકર સમાન' એ ઉપમા પૂર્વોક્ત દેશલક્ષણ જાણવી. જેમ - ચંદ્રમુખી કન્યા. અહીં “અનિયતવૃતિ નિમિત્ત” રૂ૫ તુલના છે. તે અહિંસા પાલન માટે છે. તે આગળ કહેશે -
• નિર્યુક્તિ - ૧૨૮, ૧૨૯ - વિવેચન
જેમ વૃક્ષોનો સમૂહ સ્વભાવથી જ પુષ્પકલન સ્વભાવવાળો છે. તેમ નગર આદિના લોકો સ્વયં જ રાંધવા - રંધાવવાના સ્વભાવવાળા હોય છે. મુનિઓ ભ્રમર જેવા છે. વિશેષ એ કે- સ્વામી આદિથી જે અદત્ત છે, તે લેતા નથી. તે જ કહે છે - ફૂલ સ્વભાવથી ખીલેલ છે, તેના રસને ભમરાઓ પીએ છે તે પણ ફૂલને પીડાન પહોંચાડીને. તે જ પ્રકારે ગૃહસ્થ પોતાના માટે કરેલ અર્થાત ઉદ્ગમાદિ દોષ રહિત ઓદનાદિની સુવિહિત શ્રમણો ગવેષણા કરે છે. તેનો ઉપસંહાર કરતા કહે છે -
• નિર્યુક્તિ ૧૩૦
ઉપસંહાર એટલે ઉપનય, જેમ ભમરો, બીજાને બીડા કર્યા વિના જીવે છે, તેમ સાધુઓ પણ એટલા અંશે તેવા જ છે. પણ જે તે બંનેમાં ભેદ છે, તે સૂત્રકાર કહે છે નાણા પિંડયા દંતા - અનેક પ્રકારના અભિગ્રહ વિશેષથી પ્રત્યેક ઘેર આ૫ આ૫ ગ્રહણ કરીને, આહાર પિંડને લેતા તે નાનાપિડ. અથવા અંતધાંત આદિ, તેમાં રત ઉદ્વેગ સહિત, દાંત - ઇંદ્રિય દમનથી. આ બંનેનું સ્વરૂપ પૂર્વે તાપમાં પ્રતિપાદિત કરેલ છે. છતાં દાંતનો વિરોષ અર્થ, તે - ઇર્યા આદિથી સમિત. તે કહે છે -
• નિયુક્તિ - ૧૩૧, ૧૩૨ -
જેમ અહીં જ આ અધ્યયનમાં ભ્રમર માફક એષણા સમિતિમાં યત્ન કરે, તેમ ઇર્યાદિમાં પણ તથા સર્વ સાધુ આચારમાં વર્તે. બસ અને સ્થાવર જીવોના હિતમાં પારમાર્થિક સાધુઓ યત્ન કરે. બીજા આ ગાથાના છેલ્લા બે પદને નિગમનમાં વ્યાખ્યા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International