________________
૧ | - ′ ૩
તે શાંતિ સાધુઓ છે. - તેઓ શાંતિને-સિદ્ધિને સાધે છે,
વિહંગમ એટલે ભમરાની જેમ પુષ્પોમાં દાનના ગ્રહણથી દત્ત - આપેલું જ ગ્રહણ કરે છે, અદત્ત નહીં. ભોજન શબ્દથી - પ્રાસુક જ લેવું પણ આધાકર્માદિ નહીં, ‘એષણા'ના ગ્રહણથી ગવેષણાદિ ત્રણે લેવા. તે સ્થાનમાં આસક્ત. અવયવાર્થે સૂત્ર સ્પેશિક નિયુક્તિ કહે છે. તેમાં વિહંગ શબ્દની વ્યાખ્યા કરે છે. વિહંગ બે ભેદે - દ્રવ્ય વિહંગ અને ભાવ વિહંગ.
૬૭
• નિયુક્તિ - ૧૧૮ • વિવેચન
- * - * -
આત્મામાં અંદર જે ધારણ કરે તે દ્રવ્ય, આના વડે પૂર્વે બાંધેલ કર્મ જાણવા. જે હેતુ વડે ભાવિમાં ભમરામાં ઉત્પન્ન થશે. જ્યારે ત્યારે દ્રવ્ય ભ્રમર થાય છે, તે કર્મ ભોગવ્યુ નથી, એમ સૂચવેલ છે. દ્રવ્ય એટલે અહીં કર્મ પુદ્ગલ દ્રવ્ય લેવું, પણ આકાશાદિ નહીં. કેકે તે અમૂર્ત હોવાથી ધારણ કરવાને અયોગ્ય છે. સંસારીજીવને કથંચિત્ મૂર્તત્વ હોવાથી ચાલતી બાબતમાં આકાશનો ઉપયોગ નથી. તેથી તે ભવાંતરમાં લઈ જવાને ભ્રમરમાને પ્રાપ્ત કરાવે તે જ અહીં લેવું. બીજા સંસારીજીવ તેમ નથી. તે દ્રવ્ય ભ્રમરના અધિકારે તે પુદ્ગલ દ્રવ્યને જે ધારે તે દ્રવ્ય ભ્રમર. - ૪ - - અહીં તે । જીવ જ છે, કેમકે તે ભ્રમર પર્યાયથી વર્તવાથી તેમ ઓળખાય છે. હવે ભ્રમર તે કારણમાં કાર્યનો ઉપચાર છે, તે અનેક પ્રકારે જાણો. આગમથી જ્ઞાતા પણ ઉપયોગ ન રાખે, ઇત્યાદિથી જાણવું.
દ્રવ્ય
હવે ભાવ ભ્રમર. ભાવ શબ્દ ઘણાં અર્થમાં છે, કવચિત્ દ્રવ્ય વાચક છે, તે આ રીતે - અસત્ ભાવનો જગતમાં કેવલ કોઈ શબ્દ નથી. ભાવનું - દ્રવ્યનું વસ્તુ છે તેમ જાણવું. ક્વચિત્ શુક્લાદિમાં પણ ભાવ શબ્દ વર્તે છે. ક્વચિત્ ઔદયિકાદિ છ ભાવમાં પણ વર્તે છે. - ૪ - તેથી ભાવ લોક છે, તેથી જ અનેકાર્થવૃત્તિક ભાવ શબ્દ હોવા છતાં ઔદચિકાદિમાં જ વર્તતો ભાવ શબ્દ અહીં લીધો છે. થવું અથવા જેમાં થાય છે તે ભાવ. તે ભાવ એટલે કર્મ વિપાક લક્ષણમાં વિહંગમ કહેવાનાર શબ્દાર્થ છે. પુન: શબ્દથી પૂર્વે કહેલ જીવથી તદ્દન અન્ય જીવ છે તેમ નહીં. પણ તે જ જીવ, તે જ પુદ્ગલ લેવા. ગુણ - અન્વર્થ, સંજ્ઞા - પારિભાષિક, તેબંને વડે સિદ્ધિ, તે ગુણ સંજ્ઞા સિદ્ધિ. અહીં સિદ્ધિ શબ્દ ઇષ્ટાર્થ સંબંધ બતાવે છે. ઇત્યાદિ -
* * * * * * -
ગુણ સિદ્ધિ વડે જે ‘ભાવ વિહંગ’ તે કહે છે -
નિર્યુક્તિ - ૧૧૮ - વિરેચન
વિહ - જીવ પુદ્ગલને છોડવા. તે જ સ્થિતિના ક્ષય વડે સ્વયં જ તે આકાશ પ્રદેશથી ખરે છે અને ખરતાને છોડે છે. શરીર પણ મળ આદિને છોડે છે, એવો સંદેહ એમાં ન થાય, તેથી ‘આકાશ' કહ્યું, શરીરાદિ ન કહ્યા. કેમકે સંજ્ઞા શબ્દ છે. આકાશ એટલે દીપવું. સ્વધર્મમાં રહેલ આત્માદિ જેમાં દીપે છે, તે આકાશ. - ૪ - ૪ - x - x - તે આકાશમાં આ લોક પ્રકર્ષે કરીને રહેલ છે. એથી એમ જાણવું કે રહ્યો અને રહેશે. પણ કોણ રહેશે ? આકાશમાં લોક રહેશે. લોક એટલે જેને કેવલી જુએ છે તે. અહીં લોક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org