________________
૫૯
૧/- ૧
જેમ કોઈ કહે - માંસ ભક્ષણાદિમાં દોષ નથી, પણ તેની નિવૃત્તિ મહા ફળદાયી છે. પ્રવૃત્તિ વિના નિવૃત્તિના ફળનો અભાવ હોવાથી આ પ્રમાણે જ ચોજાય. અહીં નિવૃત્તિનું મહાફળ બતાવ્યું, તે દુષ્ટપ્રવૃત્તિના ત્યાગના નિરૂપણ માટે કે અદુષ્ટ પ્રવૃત્તિના પરિહાર રૂપે છે? ઇત્યાદિ પૂર્વાપર વિરોધ આવશે - - - દ્રવ્યાનુયોગથી કહે છે - જો કોઈ એકાંત નિત્ય કે અનિત્ય પક્ષ સ્થાપે તો - x x- તેનું ખંડન કરવું. - - -
હવે અન્ય વસ્તુ ઉપન્યાસ દ્વાર કહે છે, • નિર્યુક્તિ - ૮૫ર • વિવેચન
તદન્ય વસ્તકમાં પણ ઉદાહરણ છે. અન્યત્વમાં એકત્વ થાય છે. ભાવાર્થ - કોઈ કહે છે, જીવ અન્ય છે, શરીર અન્ય છે. આ બંનેમાં અન્ય શબ્દમાં વિશેષત્વ ન હોવાથી, તેમાં વાચ્ય પદાર્થમાં એકપણું આવશે તે જીવ - શરીરની અપેક્ષાથી તદન્ય વસ્તુના ઉપન્યાસથી પરિહાર કરવો. • • ૪• યાવત્ જીવ અન્ય' છે અને શરીર અન્ય’ છે તે જ શોભન છે. - x- આ દ્રવ્યાનુયોગનો વિષય છે, તેના વડે જ બીજાનો પણ આક્ષેપ છે. તેમાં ચરણકરણાનુયોગમાં પૂર્વોક્ત માંસ ભક્ષણનો દોષ નથી વગેરે વાદીના કદાગ્રહમાં અન્ય વસ્તુના ઉપન્યાસ વડે ખંડન કરવું. ઇત્યાદિ - ૪ *. હવે પ્રતિનિભનું દષ્ટાંત -
• નિયુક્તિ - ૮૬/૧ - વિવેચન
નિયુક્તિ ભાવાર્થ - એક નગરમાં એક પરિવ્રાજક સોનાનું પાત્ર લઈને ચાલતો હતો. તે કહેતો કે - જો મને કોઈ ન સાંભળેલ વાત સંભળાવે તો તેને આ પાત્ર આપી દઉં. ત્યાં કોઈ શ્રાવકે કહ્યું - મારા પિતા તારા પિતા પાસે એક લાખ રૂપિયા માંગે છે. આ વાત તે સાંભળેલ હોય તો લાભ રૂપિયા આપ, ન સાંભલી હોય તો આ પાત્ર આપ, આ લૌકિક છે. તેનાથી લોકોત્તર પણ સૂચિત છે. ચરણકરણાનુયોગમાં જેઓ સર્વચા હિંસામાં અધર્મ માને છે, તેમણે વિધિ વડે અનશન કરતાં અંતકાલે ખેદ થાય તો આત્મ હિંસા થતા અધર્મ સિદ્ધ થશે. દ્રવ્યાનુયોગ માટે પણ (વૃત્તિકારશ્રી આવો જ તર્ક જૂ કરે છે.) પ્રતિનિભ કહ્યું. હવે હેતુ કહે છે -
• નિયુક્તિ - ૮૬૨ - વિવેચન
શા માટે જવ ખરીદો છો? મફત નથી મળતા માટે. તેનો ભાવાર્થ કહે છે - કોઈ વેપારી જવ ખરીદતો હતો. કેમ ખરીદો છો? ઇત્યાદિ. આ લૌકિક હેતુ ઉપન્યાસ છે. તેથી લોકોત્તર પણ જાણવું. ચરણકરણાનુયોગમાં - કોઈ શિષ્યને પૂછે કે - આ ભિક્ષા માટે ભટક્વાની દુઃખદ ક્રિયા કેમ કરો છો? ભાવિમાં તેથી અધિક વેદના નરકાદિમાં ન ભોગવવી પડે, તે માટે. દ્રવ્યાનુયોગમાં કોઈ પૂછે કે આત્મા ચક્ષુ આદિથી ફેમ દેખાતો નથી? તેમને કહેવું કે અતીન્દ્રિય છે. - - - હવે હેતુ કહીએ છીએ -
• નિર્યુક્તિ - ૮૭ : વિવેચન
અથવા આ ઉપચાસ રહેવા દો, ઉદાહરણના ચરમ ભેદ લક્ષણવાળો હેતુ છે. અપિ - સંભાવના અર્થમાં છે. શું સંભાવના છે? આ અન્ય દ્વાર જ ઉપન્યાસમાં રહેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org