________________
દશવૈકાલિક મૂલસૂત્ર-સટીક અનુવાદ સતત ત્યાગ કરવો તે ભાવ વ્યુત્સર્ગ
આ પ્રાયશ્ચિતથી વ્યુત્સર્ગ સુધીનો આગંતર તપ લૌકિક મતવાળા જાણતા નથી. જાણનારા પણ મોક્ષને માટે આદરતા નથી. આથી જૈન મતવાળા તેને અત્યંતર તપ કહે છે.
બાકીના પદોના અર્થો પ્રગટ હોવાથી સુપર સ્પેશિકા નિર્યુક્તિ નિયુક્તિકારે કહેલ નથી. પોતાની બુદ્ધિથી વિચારી લેવા(શંકા) “ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે ઇત્યાદિમાં ધર્મના ગ્રહણમાં અહિંસા, સંયમ, તપ ગ્રહણ આયુક્ત છે. કેમકે તેના અહિંસા, સંયમ, તપ, રૂપcથી આવ્યભિચાર છે. (સમાધાન) ના, તેમ નથી. અહિંસાદિ ધર્મના કારણ પણે છે અને ધર્મ કાર્યપણે છે. કાર્ય અને કારણનો કથંચિત ભેદ બતાવે છે. - - - વળી ગખ્ય આદિ ધર્મના વિચ્છેદ કરીને તેના સ્વરૂપને જણાવવા આ અહિંસાદિ ગ્રહણ અદુષ્ટ છે.
(શંકા) અહિંસા, સંયમ, તપ, રૂપ એ ઉત્કૃષ્ટ મંગળ છે એ વયન આજ્ઞાસિદ્ધ છે કે યુક્તિ સિદ્ધ છે ? (સમાધાન) ઉભય સિદ્ધ છે. કઈ રીતે? જિનવચનપણાથી. - - તેમાં નિયુક્તિકાર કહે છે -
નિયુક્તિ - ૪૯ - વિવેચન -
પૂર્વે નિરૂપિત સ્વરૂપવાળા જિન, તેમનું વચન - તેની આજ્ઞાથ સિદ્ધ - સત્ય છે, પ્રતિષ્ઠિત છે, અવિચાર્યસિદ્ધ જ છે. કેમકે - જિનેશ્વરે રાગાદિ રહિત છે. સગાદિવાળાને સત્ય વચન અસંભવ છે. કહ્યું છે કે, રાગથી, દ્વેષથી કે મોહથી કહેવાતું વાકી અસત્ય છે. જેમને આવા દોષોનથી તે અસત્યકયા કારણથી બોલે?-- કેવા શ્રોતોને આશ્રીને કહે છે? વિશેષ કે મધ્યમ બુદ્ધિવાળાને આશ્રીને પણ મંદબુદ્ધિવાળા માટે નહીં. કેમકે બુદ્ધિમાન હેતુ માત્રના ઉપન્યાસથી જ ઘણાં અર્થને માટે ગમન કરી શકે છે. મધ્યમ બુદ્ધિવાળા તેનાથી જ બોધ પામે છે, પણ બીજે નહીં. - ૮- x x x-.
• નિક્તિ - ૫૦ - વિવેચન -
કોઈ સ્થળે સાંભળનારની અપેક્ષાએ પાંચે અવયવ કહેવાય છે. કોઈ સ્થાને દશ અવયવ, બધી રીતે ગુરુ અને શ્રોતાની અપેક્ષા છે. • xx x
હવે ઉદાહરણ અને હેતુનું સ્વરૂપ કહે છે - • નિર્યુક્તિ - ૫૧ - વિવેચન -
નિયુક્તિમાં “તત્ર' શબ્દ વાક્યના ઉપન્યાસ કે નિર્ધારણ અર્થે છે. ઉદાહરણ મૂળ ભેદથી બે પ્રકારે છે - ચરિત અને કવિત. ઉત્તરભેદથી ચાર પ્રકારે છે. તે બંનેના એકેક ઉદાહરણ (૧) આહરણ, (૨) તેનો દેશ, (૩) તેનો દોષ, (૪) તેનો ઉપન્યાસ તે આગળ કહીશું. ઇચ્છિત ધર્મ વિશિષ્ટ અર્થને પમાડે તે હેતુ. તે ચાર ભેદે છે. ખલુ શબ્દ વ્યક્તિ ભેદથી અનેક પ્રકારે વિશેષાર્થને બતાવે છે. સુ શબ્દ પુનઃ શબ્દાર્થપણે છે. તેથી સાધ્ય અર્થ અવિનાભાવ બલ વડે સાય છે કે જણાય છે. અર્થ – પ્રતિજ્ઞા. હવે વિવિધ દેશના શિષ્યોના હિતાર્થે ઉદાહરણના એકાર્થિક શબ્દો કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org