________________
૨
દશવૈકાલિક વાર-સટીક અનુવાદ • નિર્યુક્તિ - ૪૮ + વિવેચન -
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, ઉત્સર્ગ એ છ ભેદે અત્યંતર તપ કહેલ છે. તેમાં (૧) પ્રાયશ્ચિત્ત - પાપને છેદે તે પાપછિત્ત અથવા યથાવસ્થિત પ્રાયઃ ચિત્ત જેમાં શુદ્ધ થાય તે પ્રાયશ્ચિત્ત. કહ્યું છે. જે કારણે પાપ છેદાય છે, તેતી તે પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા પ્રાય: ચિત્તનું વિશદ્ધ કરે છે તેથી તે પ્રાયશ્ચિત્ત છે. તે આલોરાનાદિ દશ ભેદે છે - આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપના અને પારાંચિત. તેનો ભાવાર્થ વિશેષાવશ્યકથી જાણવો.
- હવે “વિનય' કહે છે - જેના વડે આઠ પ્રકારના કર્મ દૂર લઈ જવાય તે વિનય. કહ્યું છે - વિનયન ફળ શુશ્રષા, તેનું ફળશ્રુતજ્ઞાન, જ્ઞાનનું ફળ વિરતિ, વિરતિનું ફળ આશ્રવ નિરોધ, તેની સંવર, તેથી તપોબળ, તપથી નિર્જરા ફળ, તેનાથી ક્રિયા નિવૃત્તિ, ક્રિયા નિવૃત્તિથી અયોગીત્વ. યોગના નિરોધતી ભવસંતતિનો ક્ષય, તેનાથી મોક્ષ થાય. આ બધાંનું ભોજન વિનાય છે. તે જ્ઞાનાદિ ભેદથી સાત પ્રકારે છે - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, મન, વચન, કાય અને ઉપચાર વિનય જ્ઞાનમાં પાંચ પ્રકારે મતિજ્ઞાનાદિની શ્રદ્ધા. ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અથની સખ્ય ભાવનતા આદિ. - x
દર્શનમાં શુશ્રષા અને અનાશાતના બે પ્રકારે વિનય છે. દર્શન ગુણાધિકમાં શુશ્રુષા વિનય કરાય છે. સત્કાર, આવ્યુત્થાન, સન્માન, આસન- અભિગ્રહ, આસનઅનુપ્રદાન, કૃતિ કર્મ અને અંજલિ જોડવી. આવતા અનુગમન ઉભા હોય તેની પર્ફપાસના, જતાં એવાની પાછળ જવું તે શુભૂષા વિનય છે અહીં સત્કાર - સ્તવન, વંદનાદિઅભ્યાન - જ્યાં દેખાય ત્યાં જ કરવું જોઈએ. સન્માન - વસ્ત્ર, પાત્રાદિથી પૂજન. આસનાભિગ્રહ - ઉભા હોય ત્યારે આગદરથી આસન લાવીને બેસો તેમ કહેવું. એક સ્થાનેથી બીજે સ્થાને સંચરે ત્યારે આસનનું અનુપ્રદાન કરવું. કૃતિ કર્મ આદિ પ્રસિદ્ધ છે.
- અનાશાતના વિનય પંદર પ્રકારે છે - તીર્થકર, ધર્મ, આચાર્ય, વાચક, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયામાં અને મતિજ્ઞાનાદિમાં તેમજ છે. અહીં ભાવના આ છે - તીર્થકરની અનાશાતના, તીર્થંકર પ્રજ્ઞમ ધર્મની અનાશાતના. આ પ્રમાણે બધે જ જાણવું. તેમના ભક્તિ, બહુમાન અને વર્ણવાદ કરવો. કોનો? અરહંતથી કેવળજ્ઞાન પર્યન્ત પંદરના.
હવે ચાસ્ત્રિ વિનય - સામાયિકાદિ ચાત્રિની શ્રદ્ધા તે પ્રમાણે જ કાયા વડે સંસ્પના, ભવ્ય જીવોના આગળ પ્રરૂપણા. આચાર્યાદિનો સર્વકાળ પણ મન - વચન * ફાય વિનય કરવો. અકુશલ મનો વિરોધ કુશલની ઉદીરણા.
હવે ઉપચાર વિનય - તે સાત બેદે છે. અભ્યાસ સ્થાન, છંદોનું વર્તન, કૃતપ્રતિકૃતિ, કારિત નિમિત્ત કરણ, દુખારૂં ગવેષણા તથા દેશકાળ જ્ઞાન સવર્થિમાં તે રીતે અનુમતિ કહી છે. આ સંક્ષેપથી ઉપચાર વિનય કહ્યો.
તેમાં અભ્યાસ સ્તાન આદેશર્થિને નિત્ય આચાર્યની નીકટ આસન સ્થાપવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org