________________
૨૨
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ તેના વડે કરવો- ઉત્તમ દેશ, કુળ, જાતિ, રૂપવાળા હોય. સંઘયણી, ધૃતિયુક્ત, આકાંક્ષા રહિત, વિકથા ત્યાગી - બહું ભાષી ન હોય, અમાયી, જેનું વચન બીજા માન્ય કરે તેવા, જિતપર્ષદ્ - પરાવાદીથી ક્ષોભ ન પામે તેવા, અપ્રમત્ત હોવાથી જિતનિદ્ર, મધ્યસ્થ સંવાદક, દેશકાળભાવઝ, આસન્નલબ્ધપ્રતિજ્ઞા, વિવિધ દેશની ભાષાનો જ્ઞાતા, પંચવિધ આચાર યુક્ત, સૂત્ર-અર્થ- તદુભચના વિધિજ્ઞ, આહરણ - હેતુ - કારણ - નયનિપુણ અને શીખવવામાં કુશળ, સ્વ સિદ્ધાંત - પર સિદ્ધાંતમાં વિદ્વાન, ગંભીર, દિતમાન, શિવ, સૌમ્ય, શત ગુણોથી યુક્ત, પ્રવચનનો સાર કહેવાને યોગ્ય.
આ બધાંનો અર્થ બૃહત્કલ્પ સૂત્રથી જાણવો. જોકે અહીંથી વૃત્તિકારે દશકાલિકના વ્યાખ્યાનમાં કંઈક કહેલો છે. જેમકે આર્ય દેશમાં ઉત્પન્ન - વાક્યનો અવબોધ સુખેથી થાય, માટે દેશનું ગ્રહણ કર્યું. પછી પિતાના કુળનું ગ્રહણ - ઉંચકેલ ભારના વહનથી ન થાકે. માતાની જાતિ - વિનયયુક્ત થાય છે ઇત્યાદિ - - - - પ્રવચન એટલે આગમ, તેનો સાર કહેવાને માટે યોગ, જેનાથી અનેક ભવ્યજીવોને પ્રબોધનો હેતુ થાય છે. કહ્યું છે કે ગુણયુક્ત વયન ઘી અને મધથી સચેલા અગ્નિ માફક દીપે છે અને ગુણહીનનું વચન ઘી વિનાના દીવા જેવું છે. વળી સારું બોલેલું પણ દુરાચારીનું વચન લોકો માનતા નથી, પણ ગુણવાન માણસનું વચન માનનીય થાય છે. અને પષ્ટિકર બને છે. શિયાળાની ઠંડીમાં અને મહેનતથી મેળવેલા અગ્નિ જેમ કોઈ શ્મશાનમાં સેવતું નથી, તેમ પતિતનું વચન હિતકર હોય તો પણ લોકો ગ્રહણ કરતા નથી. તેવી રીતે સત્પષો, સિદ્ધાંતની જાણકાર પણ ચારિત્ર હીન હોય તો તેનું સેવન કરતા નથી. જેમ ઠંડા પાણીથી ભરેલા ચંડાળના કુવામાં પણ ઉચ્ચ જાતિના લોકો પાણી પીતા નથી.
હવે શાનો અનુયોગ કરવો તે કહે છે - તેમાં સર્વે શ્રુતજ્ઞાનનો પણ અનુયોગ થાય છે. અહીં પ્રારંભને આશ્રી દશકાલિકનો કરીશું. (પ્રશ્ન) “દશ કાલિક નિર્યુક્તિ કરીશ' એમ કહેવાથી જ પ્રકૃતિ દ્વારનું કથન સમજાઈ જાય છે, તો પછી આ ઉપન્યાસ નિષ્ફળ છે. (સમાધાન)ના, એમ નથી. અહીં શાસ્ત્રકારે શાસ્ત્રની વિધિ બતાવી અને નિર્યુક્તિકારે તેના બળ વડે નિયુક્તિ અધિકાર કહેલો છે, માટે કોઈ દોષ નથી.)
નિર્યુક્તિની અર્ધ ગાથા બતાવી, પશ્ચાદ્ધ ગાથા અધ્યયન અધિકારમાં અવસરે વ્યાખ્યા કરીશું, ત્યાં જ ઉપક્રમાદિ અનુયોગદ્વાર, આનુપૂર્વી આદિ, તેના ભેદોનું તથા સૂત્રાદિનું લક્ષણ પણ કહેવા યોગ્ય છે. હવે ચાલુ વાતને જ નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ - ૬ + વિચન
આ નિક્ષેપાદિ દ્વારોની વ્યાખ્યા કરીને બૃહત્ક૫માં વર્ણવેલ ૩૬ - ગુણોથી યુક્ત ગુરુ વડે દશવૈકાલિક શાસ્ત્રમાં કહેલ વિધિથી કથન કરવું જોઈએ. હવે ન જાણતો શિષ્ય પૂછે છે કે - જો દશકાલિક નો અનુયોગ છે, તો તે દશકાલિક હે ભદતા એક અંગ છે કે અનેક અંગ છે? શ્રુતસ્કંધ છે કે શ્રુતસ્કંધો છે? અધ્યયન છે કે અધ્યયનો છે? ઉદ્દેશક છે કે ઉદ્દેશકો છે? એવા આઠ પ્રશ્નો છે. આની વચ્ચે ત્રણ વિકલ્પો પ્રયોજાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org