________________
૯ | ૪ | ૪૧, ૪૨
૨૧૩
યોજે છે. કોણ તે યોજો છે ? ચક્ષુ આદિ ભાવ શત્રુને જિતેલા, તેઓ જ પરમાર્થથી પંડિત છે.
• સૂત્ર - ૪૭૩ થી ૪૫
વિનય સમાધિ ચાર પ્રકારે હોય છે.તે આ પ્રમાણે - (૧) અનુશાસિત શિષ્ય, આચાર્યના વચનને સાંભળવા ઇચ્છે છે. (૨) અનુશાસનને સમ્યપણે સ્વીકારે છે. (૩) શાસ્ત્રને આરાધે છે, (૪) આત્મ પ્રશંસક હોતો નથી. આ વિષયમાં શ્લોક પણ છે. આત્માર્થી મુનિ હિતાનુશાસનની પ્રેક્ષા કરે, સાંભળે, તેમાં જ અધિષ્ઠિત થાય, ઉન્માદથી ઉન્મત્ત ન થાય કે હું વિનય સમાધિમાં પ્રવીણ છું.
• વિવેચન - ૪૭૩ થી ૪૭૫
-
·
વિનય સમાધિ નિશ્ચે ચાર ભેદે છે. જ્યારે જ્યારે પ્રેરણા કરે ત્યારે ત્યારે તે અનુશાસનનો અર્થી બની સાંભળવાની ઇચ્છા કરે. ઇચ્છપ્રવૃત્તિથી તેને સમ્યગ્ - અવિપરીત અનુશાસનતત્ત્વને યથા વિષય જાણો. વિશિષ્ટ પ્રતિપત્તિથી જ વેદને આરાધે. વેદ એટલે શ્રુતજ્ઞાન, તે યથોક્ત અનુષ્ઠાન કરીને સફળ કરે. તેથી જ વિશુદ્ધ પ્રવૃત્તિથી આત્મા જ સમ્યક્ પ્રકર્ષથી ગૃહીત જેના વડે હું વિનીત સુસાધુ છું ઇત્યાદિ ન વિચારે. - x - x – વિનય સમાધિમાં છંદ વિશેષ છે, તે આ છેઃ- આ લોક પરલોકનું હિત જેનાથી થાય તેવા આચાર્યના ઉપદેશને સાંભળવાને ઇચ્છે છે, અનેકાર્થપણાથી તે વિષયને જાણે છે. જાણીને તે પ્રમાણે કરે છે. ગુણ પ્રાપ્ત કરીને પૂજતા અહંકાર કરતો નથી. આવો મોક્ષાર્થી સાધુ વિનય સમાધિવાળો જાણવો.
Jain Education International
• સૂત્ર - ૪૭૬ થી ૪૭૮ -
શ્રુત સમાધિ ચાર ભેદે હોય છે. તે આ પ્રમાણે - (૧) મને શ્રુત પ્રાપ્ત થશે, તેથી અધ્યયન કરવું ઉચિત છે. (૨) હું એકાગ્રચિત્ત થઈશ તેથી અધ્યયન કરવું ઉચિત છે. (૩) આત્માને સ્થાપિત કરીશ માટે અધ્યયન કરવું ઉચિત છે. (૪) બીજાને સ્વભાવમાં સ્થાપિત કરીશ માટે અધ્યયન કરવું ઉચિત છે. આ ચોથું પદ છે. અહીં એક શ્લોક છે. જ્ઞાન થાય, એકાગ્ર ચિત્ત થાય, સ્થિત થાય છે, બીજાને સ્થિર કરે છે, અનેક પ્રકારે શ્રુતનું અધ્યયન કરી, શ્રુત સમાધિમાં રત થઈ જાય છે.
• વિવેચન ૪૭૬ થી ૪૭૮
·
-
શ્રુત સમાધિ કહે છેઃ- શ્રુત સમાધિ નિશ્ચે ચાર ભેદે છે. તે આ પ્રમાણે (૧) મને આચારાદિ દ્વાદશાંગનું શ્રુતજ્ઞાન થશે, એ બુદ્ધિથી અધ્યયન કરે, પણ ગૌરવ આદિ આલંબનથી ન ભણે. (૨) અધ્યયન કરતો હું એકાગ્રચિત્ત થઈશ, પણ વિદ્યુતચિત્તે ન ભણે. (૩) અધ્યયન ન કરતાં ધર્મતત્ત્વને જાણીને આત્માને શુદ્ધધર્મમાં સ્થાપીશ, એ આલંબનથી અધ્યયન કરે. (૪) અધ્યયનના ફળથી સ્વયં ધર્મમાં સ્થિત થઈ, બીજા શિષ્યોને ધર્મમાં સ્થાપવા માટેના આલંબનથી ભણે. - ૪ - શ્લોક અધ્યયનથી
For Private & Personal Use Only
www.jainelibrary.org