________________
૧૯૬
દશવૈકાલિકમૂલસૂમ-સટીક અનુવાદ જાણીને પુરુષોને કહે. જો એકલો ન હોય તો સ્ત્રીઓને પણ કહે. ગૃહસ્થ પરિચય ન કરવો,. કેમકે તેમના સ્નેહાદિ દોષનો સંભવ છે. સાધુ સાથે પરિચય કરે. કેમકે કલ્યાણ બિના યોગથી કુશલપક્ષની વૃદ્ધિ થાય છે. જરૂર પડે અને ગૃહસ્થ પરિચય કરે તો પણ સ્ત્રી પરિચય ન જ કરવો. કેમકે જેમ કુકડાના બચ્ચાને બીલાડીથી ભય છે, તેમ સાધુને સ્ત્રી શરીરથી ભય છે, મડદું પણ વિકાર કરાવે.
જો એમ છે, તેથી - ચિત્રમાં રહેલ સ્ત્રી શરીર પણ ન નીરખે. અથવા અલંકૃત કે અનલંકત સચેતન સ્ત્રીને પણ ન જુએ. કદાચ જોવાઈ જાય તો, જેમ સૂર્ય જોઈને નજર ફેસ્વી લે, તેમ સ્ત્રીને જોઈને ફેરવી લે. કેટલું વધુ કહેવું? વેદાયેલા હાથ - પગવાળી, નાક-કાન કાપેલી, સો વર્ષની સ્ત્રીને પણ ન જોવાય, તો તરણ સ્ત્રીને તો ચારિત્રધન એ મહાધન છે, તેમ જાણીને જેમ ચોરથી દૂર રહે, તેમ સ્ત્રીથી દૂર રહેવું. વળી સાધુ વસ્ત્ર આદિ વિભૂષા ન કરે, કોઈપણ પ્રકારે સ્ત્રી સંબંધ, પ્રણીત સિનું ભોજન, આદિ જો સાધુ ત્યાગે નહીં, તો તેને પરલોકનું હિત ચિંતવામાં અમૃત સમાન સાધુપણું મૂકીને હળાહળ ઝેર સમાન સંસાર ભ્રમણ પ્રાપ્ત થાય.
મસ્તક આદિ અંગ, નયન, આદિ પ્રત્યંગ, તેનો વિન્યાસ વિશેષ તથા શોભન, વાણી સ્ત્રી સંબંધી છે તે ન જુએ. કેમ તે કામરાગ વધારનાર છે. તેનું નિરીક્ષણ કરતાં મોહર્તા દોષથી મૈથુનનો અભિલાષ વધે છે. તેથી જ પૂર્વે સ્ત્રીના નિરીક્ષણનો પ્રતિષેધ કરેલ છે. અહીં પ્રાધાન્ય બતાવ્યું છે. તેથી જ પૂર્વે સ્ત્રીના નિરીક્ષણનો પ્રતિષેધ કરેલ છે. અહીં પ્રાધાન્ય બતાવ્યું.
શબ્દાદિ વિષયોમાં, અનુકૂળ ઇંદ્રિયોમાં રાગ ન કરે. એ રીતે અમનોજ્ઞમાં દ્વેષ ન કરે. (શંકા) આ પૂર્વે કહ્યું જ છે, છતાં ફરી કેમ કહ્યું? કારણવિશેષથી વિશેષતા જણાવવા. શબ્દાદિ વિષય સંબંધી પરિણામની અનિત્યતાથી, જિનવચનાનુસાર, બીજા પરિણામોને જાણીને - મનોજ્ઞ એવા વિષયો ક્ષણમાં મનોજ્ઞરૂપે પરિણમે છે. અમનોજ્ઞા મનોજ્ઞ થાય છે. તેથી આગ - હેપના નિમિત્તો તુચ્છ છે. આ જ વાતને સ્પષ્ટ કરે છે. શબ્દ આદિ વિષય અંતર્ગત ઉક્ત લક્ષણ પરિણામો જાણીને શબ્દાદિનો અભિલાષ છોડીને વિચારે. ક્રોધાદિ દૂર કરીને ઉપશાંત ભાવે રહે.
o સુણ : ૧૧ થી ૪૧૪ -
(૧૧) જે શ્રદ્ધાથી નિષ્ક્રમણ કરે, ઉત્તમ પયય સ્થાનને સ્વીકારે તે જ સાથી સાચા સંમત ગુણોની અનુપાલના કરે.
(૧૨) જે મુનિ સવા સૂક્ત તપ, સંયમ યોગ, સ્વાધ્યાય યોગમાં સદા કાલિઇ રહે, તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં એ જ રીતે સમર્થ થાય, જે રીતે તેનાથી ઘેરાયેલ સવયુધોથી સજજ શૂરવીર,
(૧૩) સ્વાધ્યાય અને સધ્યાનમાં રત, ત્રાતા, નિષ્પાપ ભાવવાળm ને તપોર મુનિના પૂર્વકૃત કર્મ, અગ્નિ દ્વારા તપાવાયેલ સોના ચાંદી માફક વિશુદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org