________________
૧૨૮
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ અાણાથી ઉભા રહેતા, (૯) રાણાથી બેસતા, (૫૦) અરૂણાથી સુતારા, (૫૧) આણકાળી માતા, (૫૨) અરણાથી બોલતા (આ છે એ ક્રિયા દ્વારા) વ્યાસ અને સ્થાવર જીવોની હિંસા ફરે છે. જેનાથી તે) પાપકર્મનો બંધ કરે છે, જે તેના માટે કટ કુળ દેનાર થાય છે.
(૫૩) સાધુ - સાળી કઈ રીતે ચાલે ? કઈ રીતે ઉમે ? કઈ રીતે રિસે ? કઈ રીતે સુવે ? કઈ રીતે ખાય કે બોલે ? તો પાપકર્મ ન બાંધે ? (૫૪) જયણાથી ચાલે, જયણાથી ઉર્ભ, જ્યણાથી બેસે, જયણાથી સવે, જયશથી ખાય, જરાપણી બોલે, તો તે પાપકર્મ ન બાંધે. (૫) જે બધાં જીવોને રાત્મતુલ્ય માને, સમ્યનું દષ્ટિથી જુએ, આશ્રયોને સંકે અને દાંત હોય તે પાપકર્મને બાંધતો નથી.
• વિવેચન - ૪૭ થી ૫૫ -
હવે ઉપદેશ નામે પાંચમો અધિકાર કહે છે. જ્યણા રાખ્યા વિના અથ ઉપદેશ વિના કે સૂત્રની આજ્ઞા વિના ચાલવું આદિ ક્રિયામાં થતાં દોષને બતાવે છે. તે આ રીતે (૧) અજ્યણાથી ચાલતા - ઇર્ષા સમિતિનું ઉલ્લંઘન કરીને, બીજી રીતે નહીં. તેનાથી બે ઇંદ્રિયાદિ પ્રાણી અને એકેન્દ્રિય આદિ ભૂતોને પ્રમાદથી કે અનાભોગથી હણે છે - પીડે છે. તેમની હિંસા કરતો અકુશળ પરિણામથી કિલષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે. તે પાપ કર્મ તેને આયતવારી - દુઃખદાતા થાય છે. અશુભ ફળદાયી અર્થાત મોહાદિ હેતુપણાથી દારુણ વિપાકવાળા થાય છે. એ પ્રમાણે અજ્યણાથી ઉભતા -ઉંચે સ્થાને અસમાહિત પણે હાથ, પગ આદિ મૂકતા. અજયણાથી બેસતા - આકુંચનાદિમાં ઉપયોગ સહિત પણાથી. અન્ય સાથી સૂતા - અસમાહિત પણે અથવા દિવસના ખૂબ ઉઘવાથી. અજ્યણાથી ખાતા - નિશ્ચયોજન, પ્રણીત અથવા કાગડા કે શીયાળ માફક ભક્ષણ કરતા. અયતનાથી બોલતા - ગૃહસ્થ ભાષાથી, કઠોર વયન કે અંતર ભાષાદિ વડે. આ છ બાબતે કફળ દેનાર પાપકર્મો બાંધે.
જો એ પ્રમાણે પાપકર્મ બંધાય તો - પૂછે છે કે કઈ પ્રકારે ચાલવું, ઉભવું આદિ કરે? જેથી પાપકર્મન બંધાય. આચાર્યશ્રી કહે છે - (૧) જ્યણાથી ચાલે. સૂત્રોપદેશથી ઇ સમિત થઈને. (૨) જ્યણાચી ઉમે - હાથ - પગ ક્લાવ્યા વિના. (3) આકંચનાદિ સહિત જયણાથી બેસે. (૪) જ્યણાથી વિધિપૂર્વક રાત્રિના સુવે અને પ્રકામ શય્યાદિનો પરિહાર કરે. (૫) પ્રયોજન હોય ત્યારે જ, અપ્રણીત, પ્રતર - સિંહ ભાષિતાદિ ખાય. (૬) મૃદુ અને કાલપ્રાપ્ત જ બોલે તો ક્લિષ્ટ, અકુશલાનુ બંધી, જ્ઞાનાવરણ આદિ કર્મો ન બાંધે. કેમકે નિરાશ્રવ અને વિહિત અનુષ્ઠાન પરત્વ હોય.
વળી - બધાં જીવોને આત્મવત્ જુએ. વીતરાગે કહેલ વિધિથી પૃથ્વી આદિ ભૂતોને જોતો, પ્રાણાતિપાતાદિ આશ્રયને સેકતો, ઇંદ્રિય અને મનનું દમન કરીને પાપકમી બંધ ન કરે. તેથી સંપૂર્ણપણે દયામાં જ પ્રયત્ન કરવો. આ જાણીને જ્ઞાનાભ્યાસની શું જરૂર ? એમ કોઈ શિષ્ય વિચારે, તો તેના વિભ્રમને નિવાસ્વા કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org