________________
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ
♦ સૂત્ર - ૪૩
તે ભિક્ષુ કે ભિક્ષુણી, કે જે સંચત, વિસ્ત, પ્રતિહત તથા પ્રત્યાખ્યાત પાપકર્મી છે; તે દિવસે કે રાત્રે, એકલા કે પર્યાદામાં, સુતા કે ગતા; અગ્નિ, અંગારા, મુમુર, અર્ચિ, જ્વાલા, અલાત, શુદ્ધ અગ્નિ, ઉલ્કા (આ બધાને) ઉત્સિયન, ઘટ્ટન, ઉપાલન કે નિર્વ્યાપનને સ્વયં ન કરે, ઉત્સિયનાદિ બીજા પાસે ન કરાવે, કોઇ ઉત્સિયનાદિ કરતા હોય તેને અનુમોદન ન આપે. જાવજીવને માટે ગણ કરણ. ત્રણ યોગથી અર્થાત્ વચન- કાયાથી કરે નહીં, કરાવે નહીં, કરનારને અનુમોદે નહીં. ભદંતા તે (અગ્નિ વિરાધના) ને હું પ્રતિક્રમું છું, નિંદુ છું, ગઈ છું અને તેવા આત્માને હું વોસિરાવું છું.
મન
૪૩.
૧૨૬
-
-
♦ વિવેચન
તે ભિક્ષુ કે ભિક્ષુણી આદિ પૂર્વવત્. તે અગ્નિ આદિ આ પ્રમાણેઃ- અગ્નિમ્ન - લોઢાને ગરમ કરતા લાલચોળ દેખાય તે. અંગાર - જ્વાલા રહિત અગ્નિ. મુર્મુર વિરલ અગ્નિકણ, તણખાં. અર્ચિ - મૂળ અગ્નિથી જૂદા પડેલ જ્વાલા. જ્વાલા - પ્રતિબદ્ધ હોય તે. અલાત - ઉલ્મક. નિધિન તે શુદ્ધ અગ્નિ. ઉલ્કા - આકાશનો અગ્નિ. આ બધાં અગ્નિમાં સાધુ શું ન કરે ? તેનું ઉત્સિયન - ઉછાળે નહીં, ઘટ્ટન - સજાતીયાદિ વડે ચલાવે નહીં. ઉજ્વાલન - વીંઝણા આદિથી વૃદ્ધિ ન કરે, નિર્વાપણ - ઠારે નહીં. શેષ સૂત્રાર્થવત્ જાણવું.
-
Jain Education International
-
• સૂત્ર - ૪૪ -
સંયત, વિસ્ત, પ્રતિહત અને પ્રત્યાખ્યાન પાપકર્મી ભિક્ષુ કે ભિક્ષુણી દિવસે કે રાત્રે, એકલા કે પર્ષદામાં, સુતા કે જાગતા, સામથી, પંખાથી, તાલવૃતથી, પત્રોથી, પત્રભંગોથી, શાખા કે શાખા ભંગોથી, મોરપીંછ કે મોર પંખથી, વાં કે તાના છેડાથી, પોતાના હાથ કે મુખથી, પોતાના શરીરને કોઈ બાથ પુદ્ગલને સ્વયં શુંક ન મારે કે હવા ન દે, બીજા પાસે તેમ કરાવે નહીં કે તેમ કરનારને અનુમોદે નહીં, જાવજીવને માટે (આ વાયુકાય વિરાધના) ત્રિવિધ અર્થાત્ મન વાન કાયાથી ન કરે, ન કરાવે, કરનારને ન અનુમોદે. ભદંત । તે વાયુકાસ વિરાધનાને હું પ્રતિક્રમ છું, નિંદુ છું, ગહું છું અને તેવા આત્માને વોસિરાવું છું.
• વિવેચન
88 -
તે ભિક્ષુ॰ આદિ પૂર્વવત્. ગાથાર્થ કહ્યો જ છે, વિશેષ આ - સ્મિત - ચામર, વિઘવન - વીંઝણો, તાલવૃંત - મધ્યમાં છિદ્રવાળો દ્વિપુટ વિંઝણો, પત્ર - કમળના પત્ર આદિ, શાખા - વૃક્ષની ડાળી, પેહુણ - મયૂરાદિના પીંછા, ચેલ - વસ્ત્ર. આ બધાં વડે સાધુ શું ન કરે ? પોતાનો દેહ અથવા ઉષ્ણ ઔદનાદિને મુખના વાયુ વડે ફુંકે નહીં કે ચામરાદિ વીંઝણા વડે હવા ન નાંખે. સ્વયં ન કરે ઇત્યાદિ પૂર્વવત્.
·
--
For Private & Personal Use Only
-
www.jainelibrary.org