________________
મૂલ-૪૮૧ થી ૪૯૩
૧૩૯
દાનપતાકાદિને ગ્રહણ કરે છે. • [૪૮૮] - અહીં પ્રાયઃ કરીને લોકો ઉપકારી કે પરિચિતો કે આશ્રિતોને વિશે જ ભોજનાદિનું દાન આપે છે. પરંતુ જે માર્ગથી ખેદ પામેલા અતિથિને પૂજે છે, તે જ દાન જગતમાં પ્રધાન છે. [૪૮૯,૪©] શ્વાન ભક્તો પાસે શુનકની પ્રશંસારૂપ વનીપકપણું કરતો સાધુ કહે છે – શ્વાનોને જે અપાય છે તે ઘણાં ફળવાળું છે ઈત્યાદિ ગાથાર્થ મુજબ જાણવું.
[૪૯૧] બ્રાહ્મણાદિ વિષયક વનીપકપણાને વિશે દોષો - નમવા અને દાનાદિ વડે આવર્જન કરવા લાયક એવા બ્રાહ્મણાદિ પ્રત્યેકનું વનીપકવ કરવામાં પૂર્વે કહેલા ભદ્રક-પ્રાંતાદિ દોષો વિચારવા. જો ભદ્રક હશે તો પ્રશંસા વચનથી આધાકમદિ આહાર આપશે. જો પ્રાંત-અધર્મી હશે તો ઘેરથી કાઢી મૂકવા વગેરે દોષો આવશે. - [૪૯૨) : શાનનું પ્રહણ એ કાગડા આદિનું ઉપલક્ષણ છે, તેથી તેની પણ વનીપકતા કહે છે - સાધુ તે કાક આદિના પૂજારીપણે આસક્ત પાસે પોતાને તેના ભક્તરૂપે દેખાડે છે.
[૪૯]] વનીપકપણું કરનાર સાધુની દોષ બહુલતા - અપાઝદાનની પગદાનના જેવી પ્રશંસા કરવાથી સમકિતમાં અતિચાર સંભવે છે, તો પછી અપાત્રોની સાક્ષાત્ પ્રશંસા કરનારનું શું કહેવું? તેમાં નિશે મહાદોષ લાગે છે.
આ પ્રમાણે વનીપક દ્વાર કહ્યું, હવે ચિકિત્સાહાર કહે છે – • મૂલ-૪૯૪ થી ૪૯૮ :
[૪૯] સાધુ બોલે કે - હું તૈધ નથી, અથવા પોતાના રોગની ક્રિયા કહે અથવા તો વૈધપણાએ કરીને ચિાિ કરે, એમ ત્રણ પ્રકારે ચિકિત્સા જાણવી. - [૪૯૫ - ભિક્ષાદિ માટે ગયેલ સાધુ રોગી પૂછે ત્યારે બોલે કે – “શું હું વૈધ છું ?” આમ કહીને અથfપતિથી અબુધને બોધ કર્યો. - [૪૯૬] - આવું જ મારું દુઃખ અમુક ઔષધ વડે નાશ પામેલું હતું. અથવા અકસ્માત ઉત્પન્ન થયેલ રોગને અમે અમાદિથી નિવારીએ છીએ. - [૪૯] - આગતુક અને ધાતુના
ભવાળા વ્યાધિમાં જે કિયાને કરે છે. તે આ પ્રમાણે સંશોધન, સંશમન અને નિદાનનું વજેવું છે. - [૪૯૮] આ રીતે ચિકિત્સાથી અસંયમયોગનું નિરંતર પ્રવર્તન, ગૃહસ્થ અયોગોલક સમાન હોવાથી કાયવધ થાય. તેમાં દુર્બળ વાઘનું ઉદાહરણ છે. અતિરોગનો ઉદય થાય તો ગ્રહણ અને ઉદાહ થાય.
• વિવેચન-૪૯૪ થી ૪૮ :
[૪૯૪] - વિ - રોગનો પ્રતિકાર કે રોગના પ્રતિકારનો ઉપદેશ. સાધુને આશ્રીને ચિકિત્સા ત્રણ ભેદે છે – (૧) શું હું વૈધ છું ? આમ કહીને વૈધ પાસે જવાનું પરોક્ષ સૂચન કરી દીધું તે એક ચિકિત્સા. (૨) મને આમ થયું, ત્યારે મેં અમુક ઔષધ લીધેલું. (૩) વૈધપણે સાક્ષાત્ ચિકિત્સા કરે. પહેલી બે સૂક્ષ્મ છે, બીજી બાદર છે. - [૪૯૫ - પૂર્વે કહ્યા મુજબ - શું હું વૈધ છું ? કહીને વૈધ પાસે જવું જોઈએ તેવો બોધ કરે. [૪૯૬] - અમુક ઔષધથી મારું દુઃખ નાશ પામેલ અથવા અમે અક્રમાદિ તપથી રોગ નિવારીએ તેમ કહેવુ. - [૪૯૭] આગંતુક અને ધાતુના ક્ષોભથી
૧૪૦
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ રોગ ઉત્પન્ન થતાં તેમાં જે ક્રિયાને કરે છે, તે આ પ્રમાણે - (૧) હરડે આદિ આપવા વડે સંશોધન. (૨) પિત્ત આદિનું ઉપશમન, (૩) રોગના કારણનું વર્જન કરવું.
[૪૯૮] ચિકિત્સા કરવામાં થતા દોષ બતાવે છે - તેનાથી સાવધ વ્યાપારોનું નિરંતર પ્રવર્તન થાય છે કેમકે ગૃહસ્થો તપેલા લોઢાના ગોળા જેવા છે, નીરોગી થયેલો તે ચાવજીવ છકાયનો વધ કરે છે. તેથી ચિકિત્સાકરણ નિરંતરપણે અસંયમ યોગોનું કારણ છે. દુર્બળ વાઘ - અટવીમાં અંધપણાને લીધે ભક્ષ્યને ન પામતો વાઘ હતો. કોઈએ ચિકિત્સા દ્વારા તેને દેખતો કર્યો. તેણે પહેલા તો વૈધને જ મારી નાંખ્યો, પછી ઘણાં જીવોનો નાશ કર્યો. એ રીતે ચિકિત્સા પામેલ ગૃહસ્થ સાધના સંયમ પ્રાણોને હણે છે. પછી પૃવીકાયાદિને હણે છે. જો રોગ વધી જાય તો, સાધુને રાજકુળે પકડાવી દે છે, તેનાથી પ્રવચન માલિન્ય થાય છે.
ચિકિત્સા દ્વાર કહ્યું. હવે ક્રોધાદિ ચાર દ્વારોને કહે છે – • મૂલ-૪૯૯ થી પ૦૨ -
[૪૯૯] - હસ્તકલ્પ, ગિરિપુષેિત, રાજગૃહ, ચંપા • • • કરેલા ઘેવર, સેવ, મોદક, સિંહકેસર આ ચારે ક્રોધાદિ ઉત્પત્તિના કારણો છે.
[ષool - સાધુના વિધા અને તપના પ્રભાવને અથવા રાજકુળમાં વલ્લભપણાને અથવા છાતીના બળને જાણી, તે સાધુને જે પિંડ પ્રાપ્ત થાય તે ક્રોધ પિંડ જાણવો. - [૫૧] • અથવા બીજાને દેવાતા પિંડની યાચના કરતો સાધુ ઓ ન પામવાથી લધિરહિત હોવાથી કોપ કરે, ત્યારે ગૃહસ્થ ક્રોધાનું ફળ દીઠેલું હોવાથી તેની પાસેથી જે પિંડ, સાધુ પામે તે કોપિંડ કહેવાય. - [પ૦૨] • મૃતકના ભોજનને આશ્રીને દષ્ટાંત છે, વિવેચનથી અર્થ જાણવા.
• વિવેચન-૪૯ થી ૫૦૨ -
[૪૯૯] ક્રોધપિંડના દેટાંતનું નગર હસ્તક, માનપિંડનું બિસ્પિણિત, માયાપિંડનું રાજગૃહ, લોભપિંડનું ચંપા જાણવું તથા કરેલા ઘેબર ન પામનાર સાધુને ક્રોધ ઉત્પન્ન થયો, એ રીતે સેવથી માન, લાડુથી માયા અને સિંહકેસરા લાડુથી લોભોત્પત્તિ થઈ. હવે ક્રોધપિંડ -
[૫૦૦] સાધુના પોતાના ઉચ્ચાટન, મારણાદિ વિધાના પ્રભાવને, શાપ દેવો આદિ તપના પ્રભાવને, રાજકુળમાં વલ્લભપણાને કે સહસ્ર યોધિત્વ બળને જાણીને જે આહાર ગૃહસ્થ આપે તે ક્રોધપિંડ છે - અથવા -- [૫૧] - બ્રાહ્મણાદિને આહાર અપાતા સાધુ યાચના કરવા છતાં પિંડને પામે નહીં, ત્યારે લબ્ધિરહિત થઈ કોપ કરે, “સાધ કોપે તે સારું નહીં" માની ગૃહસ્થ આહાર આપે તે કોધપિંડ અથવા ક્રોધિત મુનિએ આપેલા શ્રાપને સફળ થતાં જોઈને ગૃહસ્થ આહાર આપે તે ક્રોઘપિંડ.
[૫૦૨] દષ્ટાંત - હસ્તકલા નગરમાં કોઈ બ્રાહ્મણને ઘેર કોઈ મરેલાનું માસિકભોજન અપાતું હતું. માસક્ષમણના પારણે કોઈ સાધુ ભિક્ષાર્થે આવ્યા. ઘેબર બ્રાહ્મણોને અપાતા જોયા, દ્વારપાળે સાધુને ન જવા દીધા. તે કોપ પામીને બોલ્યા