________________
મૂલ-૩૯૫ થી ૩૯૮ આ જ ટાંતને આ બે ગાથા વડે કહે છે, વિવેચનમાં જેવું.
• વિવેચન-૩૫ થી ૩૯૮ -
આડેધ ન ઈચ્છતા નોકર કે પુગાદિની પાસે સાધુને આપવા માટે જે ગ્રહણ કરાય છે. (૧) પ્રભૂ - માલિકરૂપી કતને આધીન રહેલું. (૨) થાળી - વિષયક, (3) સૈન • ચોર વિષયક. આ ત્રણે પ્રકારનું આચ્છધ તીર્થકરો અને ગણધરોએ નિષેધ કરેલ છે, સાધુને ગ્રહણ કરવું ન કહો.
પ્રભુવિષયક આવ્હેધ - ગોવાળ આદિ વિષયક છે. અહીં જે દોષોને કહે છે - પ્રીતિ, કલહ, આત્મઘાત આદિ ગ્રહણ કરવા. વળી કેટલાંક લોકો ‘ગોવાળ'ની જેમ સાધુ ઉપર દ્વેષ પણ પામે છે. આ દૃષ્ટાંત હવે કહે છે –
વસંતપુર નામે નગર હતું ત્યાં જિનદાસ શ્રાવક હતો. રુકિમણી નામે તેની પત્ની હતી. તેમને ઘેર વત્સરાજ નામે ગોવાળ હતો. તે દર આઠમે દિવસે બધી ગાયો અને ભેંસોના દુધ લઈ લે. તે જ રીતે તેને પહેલાથી રાખેલ હતો. એક વખત સાધુ સંઘાટક ભિક્ષાર્થે આવ્યા. તે જ દિવસે બધું દુધ લઈ જવાનો ગોવાળનો વારો હતો. દૂધથી મોટી ગોળી ભરાઈ ગઈ. જિનદાસ શ્રાવકે તે સાધુઓને ઉત્તમ પાત્ર જાણી ભકિતથી ઈચ્છા પ્રમાણે ભોજનપાનાદિ આપ્યા. છેવટે તે ગોવાળનું દુધ પણ બળાકારે લઈને કેટલુંક આપ્યું. ત્યારે ગોવાળના મનમાં સાધુ ઉપર કંઈક હેપ થયો. માલિકના ભયે ન બોલ્યો. કંઈક ઉણું એવું દુધનું પાત્ર લઈને ઘેર ગયો.
તે જોઈ તેની પત્ની રોષથી બોલી – આ જ આ દુધ ઓછું કેમ છે ? ગોવાળે હકીકત કહેતા તેણી પણ સાધુને આક્રોશ કરવા લાગી. બાળકો પણ રડવા લાગ્યા. ગોવાળને સાધુ ઉપર ક્રોધ ચડ્યો, તે મારવા ચાલ્યો. સાધુ તેને જોઈને સમજી ગયા • જિનદાસે આનું દુધ બળાત્કારે મને આપેલ છે. તેથી મને મારવા આવેલ છે. સાધુએ પ્રસન્ન મુખે કહ્યું કે - હે દુધધર નિયોગી ! તારા પ્રભુના આગ્રહથી મેં તે દુધ લીધેલું. લે,, તું તારું દુધ પાછું લઈ લે. તે ગોવાળ શાંત થયો. હે સાધુ! આ જ તો હવે તમે દુધ લઈ જાઓ, ફરી આવું આચ્છેદ્ય ગ્રહણ કરશો નહીં.
• મૂલ-૩૯૯ :
અહીં ન ઉપાર્જન કરેલ કંઈપણ ખમાતું નથી, દાસી પણ ભોજન વિના ભોગવી શકાતી નથી. આમ બોલતા બંનેનો કે એકનો પહેપ થાય છે. તથા જે અંતરાય કર્યો, તે પણ દોષ જ છે.
• વિવેચન-૩૯ :
પ્રભુ - માલિકે બળાકારે દુધ લઈ લેતા ગોવાળ ક્રોધિત થઈને આવું પણ બોલતો સંભવે - મારું દુધ કેમ લઈ લો છો ? મેં મારા શરીરના પ્રયાસ વડે આ દુધ મેળવેલ છે, ફોગટ નથી આપ્યું, પછી તમે આના માલિક કઈ રીતે થયા? ઉત્તમ વેશ્યા તો ઠીક, દાસી પણ ભરણપોષણ વિના ભોગવી શકાતી નથી. આ ભોજન મારું છે. તમારું નથી. આ રીતે માલિક અને ગોવાળ વચ્ચે પણ દ્વેષ વધે. તે બધામાં આઍધ ગ્રહણથી સાધુ જ દોષી છે. ગોપાળના કુટુંબને જે અંતરાય થાય, તે પણ
૧૨૨
પિંડનિયુક્તિમૂલસૂત્ર સટીક અનુવાદ દોષ છે, એ પ્રમાણે ભૂતક આદિમાં પણ યથાયોગ્ય અપીત્યાદિ સંભવે છે. હવે સ્વામી વિષયક આચ્છધની ભાવના કરે છે -
• મૂલ-૪૦૦ થી ૪૦૨ -
[૪૦] સ્વામી કે ચારભટો સાધુને જોઈને તેમને માટે દરિદ્ધોના ભોજનનું આછેદન કરે, તે સાધુને તેવું ન કહ્યું. [૪૧] સાધુને માટે આહાર, ઉપાધિ આદિ કોઈ કલહ વડે કે કલહવિના આચ્છેદન કરે તો તેને ગ્રહણ કરનાર સાધુને આ દોષો લાગે. [૪૨] આપતિ, અંતરાય, તેનાહત દોષ લાગે છે. એક કે અનેક સાધુના ભોજનાદિનો વિચ્છેદ થાય, ઉપાશ્રયમાંથી કાઢી પણ મૂકે, ઉપાશ્રય ન હોવાથી કષ્ટ પામે ઈત્યાદિ દોષો લાગે છે.
• વિવેચન-૪૦૦ થી ૪૦૨ :
ગાથાર્થ કહ્યો. હવે વૃતિગત વિશેષતા માત્ર જ કહીશું. પ્રભુ - પોતાના ઘરનો નાયક, સ્વાપી -ગામાદિનો નાયક. વાદ - સુભટ. તેઓ દરિદ્ર કૌટુંબિકોના ભોજનનું આચ્છેદન કરીને આપે, તે લેવું ન કશે. સાધુને માટે તેઓ કલહ કરે કે લહ ન કરે, કેમકે કોઈની પાસે બળાકારે લેતાં કલહ થાય, સ્વામીના ભયાદિથી ન બોલે તો કલહ ન થાય. આ રીતે સાધુને તેવું ન કશે. નહીં તો આવા દોષો લાગે - ભોજનાદિ જેના છે તેમને પતિ થવી. તેમને દેવાની વસ્તુના પલ્મિોગની હાનિ થવી સાધુને અદત્તાદાન લાગે. જેમની વસ્તુનું આચ્છેદન કરાયું તેમને દ્વેષ થવાથી સાધુના ભોજન-પાનનો વિચ્છેદ થાય, ઉપાશ્રયમાં સુખે રહેવા ન દે, કાઢી મૂકે ઈત્યાદિ.
હવે તેનાથ્થધની ભાવના ભાવે છે – • મૂલ-૪૦૩ થી ૪૦૬ : પ્રિક્ષેપ-3
[io]] કોઈ ચોર સાધુને માટે કે પોતાના માટે દરિદ્ધી લોકો પાસેથી ઉઠાવીને જે આપે છે તેન આચ્છધ કહેવાય. તેમાં વિચ્છેદકે પહેષ થાય છે, માટે ન કહ્યું. પણ તેની અનુમતિ હોય તો કહ્યું. [૪૪] સાધુને વિશે ભદ્રિક એવા ચો, જે સાધનો નિવહ ન થવાથી આપે તો પણ નિકાસન અને વિચ્છેદન ન થાય, તે માટે ગ્રહણ ન કરે [૪૫,૪૦૬) અથવા ઘી અને સાથવાના દેeતે તેઓ અનુL આપે ત્યારે ગ્રહણ કરવું પછી પાછું આપવું, તેમની પણ અનુજ્ઞા થાય તો ભોજન કરવું.
• વિવેચન-૪૦૩ થી ૪૦૬ :
કેટલાંક ચોરો સાધુ પ્રત્યે ભદ્ધિક હોય છે. કોઈ સ્થાને સાદુઓ પણ દરિદ્ધ સાર્થની સાથે વિહાર કરે છે. ભિક્ષા ન પામતા સાધુ માટે તે ચોરો દરિદ્ધોનું ઝૂંટવીને સાધુને આપે તે તેનાએંધ કહેવાય. તે સાધુને ન કશે. તેનાથી ભોજનાદિ વિયછેદ, પ્રસ્વેષ, સાર્થમાંથી કાઢી મૂક્યા કે કાલાંતરે ઉપાશ્રયની પ્રાપ્તિ આદિ દોષ લાગે. પણ સાર્થિકો અનુમતિ આપે તો કહ્યું. - x • x • જો સાચિકો એમ કહે કે - અહો ! અમને આ સાથવામાં ઘી સમાન થયું, ચોરો તો લઈ જ જવાના હતા, પણ તમને આપ્યું તેથી અમને સમાધિ થાય છે. આ પ્રમાણે સાર્થિકોની અનુજ્ઞાથી લઈ લે, ચોરો