________________
મૂલ-૧૪૦ થી ૧૪૨
૬
લાગ્યા. ત્યારે તીક્ષ્ણ ખગધારી ભયંકર કોટવાળો આવ્યા. ખાનાર અને પીરસનાર બધાંને પકડ્યા. પથિકો બોલ્યા કે અમે તો પથિક છીએ, ચોર નથી, તો પણ તેમને પકડીને મારી નાંખ્યા.
તેનો નિકર્ષ કહે છે – જે સાધુ બીજાને આધાકર્મ પીરસે છે કે માત્ર પાત્ર ધારણ કરે છે તેઓ પણ દુ:સહ વિપાકવાળા નકાદિ ગતિના હેતુરૂપ કર્મો વડે બંધાય છે. તો પછી ખાનારને તો બંધાય જ ને? તેથી સાધુએ પીરસવા આદિ માત્ર પણ આધાકર્મનું પ્રતિસેવન ન કરવું. દટાંતમાં ગોમાંસને સ્થાને આધાકમ લેવું. કોટવાળના સ્થાને કર્યો જાણવા ઈત્યાદિ.
• મૂલ-૧૪૩ થી ૧૪૬ :
[૧૪] પ્રતિશ્રવણા સંબંધે રાજપુત્રનું ટાંત છે, વિવેચનમાં લેવું. [૧૪] રાજપુત્રના ષ્ટાંતથી સાધુને પ્રતિશ્રવા દોષ કેમ લાગે તેનો નિષ્કર્ષ છે, તે વિવેચનમાં જોવો. [૧૪] લાવનાર અને વાપરનારને કાયિક દોષ લાગે, બીજાને વાચિક દોષ લાગે, ત્રીજને માનસિક લાગે, ચોથાને કોઈ દોષ ન લાગે. [૧૪] રાજપુત્રને જેમ ચારે દોષો લાગ્યા, તેમ સાધુને પણ ચારે ધષો કહેવા.
• વિવેચન-૧૪૩ થી ૧૪૬ :
ગુણસમૃદ્ધ નગર હતું. ત્યાં મહાબળ નામે રાજા, શિલા નામે સણી, વિજિતસમર નામે કુમાર હતો. રાજ્ય ગ્રહણ કરવાની ઈચ્છાથી કુમારે વિચાર્યું કે - મારા પિતા રાજા મરતો નથી, તો સુભટોની સહાયથી તેને મારી નાંખુ. મંત્રણા દરમ્યાન કેટલાંક સુભટો બોલ્યા- “અમે તમને સહાય કરીશું.” બીજા કેટલાંકે કહ્યું - એ પ્રમાણે કરો. ત્રીજા કોઈક મૌન રહ્યા. ચોથા કેટલાંકે તે ન સ્વીકારતા સમસ્ત વૃતાંત રાજાને જણાવ્યો. રાજાએ કુમારની સાથે પહેલાં ત્રણે પાકારોને મારી નાંખ્યા. માત્ર ચોથા પક્ષકારોનું બહુમાન કર્યું. ઉક્ત દૃષ્ટાંતમાં પહેલાં ત્રણે પક્ષો પ્રતિશ્રવણાના દોષી છે, માત્ર ચોયા પક્ષને પ્રતિશ્રવણા દોષ નથી, આ દૃષ્ટાંતનો નિકર્ષ કહે છે –
કોઈ સાધુએ ચાર સાધુને આધાકર્મ માટે નિમંત્રણા કરી. તેમાં પહેલાં સાધુ તે વાપરે છે, બીજો કહે છે - હું નહીં વાપરું, તું વાપર, ત્રીજો મૌન રહે છે, ચોરો કહે છે - સાધુને આધાકર્મી ન કો માટે હું નહીં વાપરું તો પહેલાં ત્રણેને પ્રતિશ્રવણા દોષ લાગે. ચોથાને ન લાગે..
શંકા આધાકર્મ ખાનાર પહેલાને પ્રતિસેવન દોષ લાગ્યો, તો પણ પ્રતિશ્રવણા કેમ કહ્યો ? [સમાધાન નિમંત્રણ સ્વીકારે છે, ત્યારે હજુ પ્રતિસેવન કરેલ નથી, ત્યાં સુધી પ્રતિશ્રવણ જ છે, પછી પ્રતિસેવન દોષ લાગે.
ભોજન લાવનાર અને ખાનાર બંનેને કાયદોષની મુખ્યતા છે, પણ બીજા સાધને વાચિક અને ઉપલક્ષણથી માનસિક દોષ લાગે. મૌન રહેલાને માત્ર માનસિક દોષ લાગે. ચોયો ત્રણે દોષોથી વિશુદ્ધ છે. માટે તેવા થવું.
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ કુમારના ટાંતથી આધાકર્મભોજીને લગતા દોષો યોજે છે - રાજ પુત્રને પ્રતિસેવનાદિ ચારે દોષો લાગે છે. રાજાને મારવા પ્રવૃત થવાથી પ્રતિસેવન, સુભટોના વયનો સ્વીકારતા પ્રતિશ્રવણ, સુભટો સાથે વસવાથી સંવાસ અને સુભટોના બહુમાનથી અનમોદના દોષ લાગ્યો. એ જ પ્રમાણે આધાકર્મભોઇ સાધુ માટે ચારે દોષો કહેવા. ગૃહસ્થના ઘેરથી આધાકર્મ લાવીને વાપરે તે સાધુને પ્રતિસેવન દોષ ગૃહસ્થ આઘાકમ માટે નિમંત્રે ત્યારે તેને સ્વીકારતા પ્રતિશ્રવણ દોષ, તે આધાકમ લાવીને જેને સંવિભાગ કરી આપે તેની સાથે વસવાથી સંવાસ દોષ, તેના જ બહુમાનથી આનુમોદનાદોષ બીજાએ લાવેલા આધાકર્મીના નિમંત્રણને સ્વીકારતા પ્રતિશ્રવણા, પછી વાપરે ત્યારે પ્રતિસેવનાદિ દોષો લાગે, ત્યાં નિશ્ચયથી ચારે દોષો લાગે. પ્રતિશ્રવણામાં ત્રણ દોષ, સંવાસને વિશે લે, અનુમોદનામાં એક દોષ લાગે, માટે ગુરુ, લઘુ, લઘુ કહ્યું.
હવે સંવાસ દોષ - • મૂલ-૧૪૭, ૧૪૮ :
સંવાસમાં પલ્લીનું ટાંત છે, જે વિવેચનમાં જેવું. આધાકર્મભોજી સાથે વસવું તે દોષને માટે છે કેમકે તે આધાકર્મત્યાગીને અને અતિ લુખી વૃત્તિવાળાને પણ દર્શન, ગંધ, પરિકથાથી વાસિત કરે છે.
• વિવેચન-૧૪૭, ૧૪૮ :
વસંતપુર નગર, અરિમર્દનરાજા, પ્રિયદર્શના રાણી હતી. તે નગર નજીક ભીમા નામે પલ્લી હતી. ત્યાં ઘણાં ભિલ્લ-ચોરો તથા વણિકો રહેતા હતા. ચોરો હંમેશાં તે નગરને ઉપદ્રવિત કરતા હતા. કોઈ વખતે રાજા પોતે મોટી સેનાદિ સજ્જ કરી. ભિલો તરફ ગયો. ભિલ્લો પણ તેની સાથે યુદ્ધે ચડ્યા. રાજાએ ઘણાંને હણી નાંખ્યા, કેટલાંક નાસી ગયા. પછી રાજાએ પલ્લી કજે કરી, ત્યાંના વણિકો ‘પોતે ચોર નથી' તેમ માની નાસ્યા નહીં. રાજાએ તેમને પકડ્યા. તેમને નિગ્રહ કર્યો.
અહીં જેમ વણિકોને ચોર સાથે રહેવું દોષને માટે થયું, તેમ સાધુને પણ આધાકર્મી સાથે સંવાસ દોષને માટે જાણવો. કેમકે - X - X - આધાકર્મ સંબંધી જે દર્શન, ગંધ, પરિકથા છે તે આધાકર્મના પરિભોગની ઈચ્છા પ્રાપ્ત કરાવવા વડે વાસિત કરે છે. સર્જન - અવલોકન, મનોજ્ઞ આહાર વિશે અવશ્ય વાસિત કરે - મનમાં મોક્ષ ઉપજાવે છે. ઉષ્ણ ઘી આદિની ગંધ નાસિકા ઈન્દ્રિયને તૃપ્ત કરે છે, તેથી ભોજનની રચિ ઉપજાવે છે પરવાથT - લાડુ આદિના વિષયની વાતો તેના સ્વાદની પ્રાપ્તિની આશા-ઉત્સાહ જન્માવે છે. તેથી આધાકર્મભોજી સાથે સંવાસ ન કરવો.
• મૂલ-૧૪૯,૧૫૦ :
અનુમોદનાના વિષયમાં રાજદુષ્ટનું દૃષ્ટાંત છે, વિવેચનમાં જેવું. અનુમોદનાના પ્રકારો કહે છે - સ્વાદિષ્ટ, પરિપૂર્ણ, આદરપૂર્વક, યોગ્યકાળે, Bતને લાયક, નિધ એવા આહારને આ સાધુ પામે છે, એવી પણfસાથી આહાર ન વાપરવા છતાં અનુમતિ દોષ લાગે છે.
1િ5/5]