________________
ઉપોદ્દાત નિ ૧૪૩
૧રર
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
નૈગમાદિ કયો નય, કયા નિર્દેશને ઈચ્છે છે ?
• નિયુક્તિ-૧૪૪ -
નૈગમ નય બે પ્રકારે, સંગ્રહ અને વ્યવહાર નિર્દેશ પ્રમાણે, જુસૂબ નિર્દેશક પ્રમાણે, શબ્દ બંનેને સમાન છે.
• વિવેચન-૧૪૪ :- (સંક્ષેપથી
તૈગમનય નિર્દેશ્ય અને નિર્દેશકને આશ્રીને બંને પ્રકારે નિર્દેશ ઈચ્છે છે. કયાંથી ? લોક સંવ્યવહાર પ્રવણત્વથી પણ એક ગમવથી નહીં. લોકમાં નિર્દેશ્ય અને નિર્દેશકવશ નિર્દેશ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે. જેમકે – વાસવદત્તા પ્રિયદર્શન, તે નિર્દેય. નિર્દેશક વશ - મન વડે કહેલ ગ્રંથ મન. લોકોતરમાં પણ નિર્દેશ્યવશથી - છ જીવનિકાય. તેમાં છ ઇવનિકાય કહેલ છે. તથા નિર્દેશકવશથી - જિનવચન, કપિલે નિર્દેશ કરેલ માટે કાપિલીય.
એ પ્રમાણે સામાયિક અર્થરૂપ રૂઢિથી નપુંસક એમ કરીને તૈગમના નિર્દેશવશથી નપુંસક નિર્દેશ. સામાયિકવંત- તે સ્ત્રી અને નપુંસક લિંગવથી છે - X- નિર્દેશકવશ પણ ગણે લિંગે છે.
મૈગમને બે ભેદ કહેલ છે, તેમાં નિર્દેશ્ય અને નિર્દેશકવશ નિર્દેશને ઈચ્છે છે તે ક્રિયા અધ્યાહાર છે. કઈ રીતે જાણવું ? નિર્દિષ્ટ વસ્તુ અંગીકાર કરીને સંગ્રહ અને વ્યવહારનય છે. - x • ભાવના આ પ્રમાણે છે – દીવાની જેમ વચન જ અર્થ પ્રકાશક છે જેમ દીવો પ્રકાશીને પ્રકાશતાની માફક આત્મરૂપ પ્રતિપાદીત કરે છે, એ પ્રમાણે વનિ પણ અર્થ પ્રતિપાદન કરે છે. • x • સામાયિક અર્થરૂપ રૂઢિથી નપુંસક છે, તેને આશ્રીને સંગ્રહ અને વ્યવહારનો નિર્દેશ ઈચ્છે છે અથવા સામાયિકવાળો સ્ત્રી, પુરુષ કે નપુંસક હોય, સામાયિકનો અર્થ ગણે લિંગ પણ મનાય છે.
નિર્દેશક સત્તને આશ્રીને સામાયિક નિર્દેશ કસૂત્ર માને છે. વચનના વક્તાને આશ્રીને તેના પર્યાયપણાદિથી ત્રણે લિંગમાં નિર્દેશ છે. નિર્દેશ્ય-નિર્દેશકનું સમાન લિંગ જ છે. • x • ઉપયુક્ત નિર્દેટા નિર્દેશ્યથી અભિન્ન જ છે. કેમકે તેના ઉપયોગનું અનન્યપણું છે. તેથી પુરુષને ઓળખાવતો પુરપલિંગ નિર્દેશ છે. એ પ્રમાણે સ્ત્રી નિર્દેશ અને નપુંસક નિર્દેશ કહેવો. - * - * * * * * * [અમને જ ન સમજાતો હોવાથી આ અર્થ અધુરો છોડેલ છે, ચૂર્ણિ તથા નિયુક્તિ દીપિકાકારે તો આનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ભણી.) આ બધાં નયોના અલગ વિષયપણાથી પ્રમાણ નથી. સમુદિત હોય તો - x • પ્રમાણ છે. • x -
હવે નિર્ગમ વિશેષ સ્વરૂપ પ્રતિપાદનાર્થે કહે છે – • નિયુક્તિ-૧૪૫ :
નિમિના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી એમ છ પ્રકારના નિક્ષેપો જીણવા.
• વિવેચન-૧૪૫ :નામ અને સ્થાપના પૂર્વવત્. દ્રવ્ય નિર્ગમ-આગમ, નોઆગમ, જ્ઞશરીર,
ભવ્યશરીર, તવ્યતિરિક્ત. તે ત્રણ ભેદે છે - સચિત, અચિત, મિશ્ર. સચિત નિર્ગમ • બીજથી અંકુરો, સચિતથી મિશ્ર-ભૂમિથી પતંગીયુ, સચિતથી અયિત • ભૂમિથી ઉષ્ણતા. મિશ્રમી સચિત-શરીરથી કૃમિ, મિશ્રયી મિશ્ર - આ દેહથી ગર્ભ, મિશ્રયી અચિત - શરીરથી વિઠા, અયિતથી સચિત - લાકડાથી કીડા, અતિથી મિશ્ર - લાકડાથી ધણો, અચિતથી અચિત્ત - લાકડાથી ધૂણાનું ચૂર્ણ. • અથવા
દ્રવ્યથી દ્રવ્યનો, દ્રવ્યથી દ્રવ્યોનો, દ્રવ્યોથી દ્રવ્યનો, દ્રવ્યોથી દ્રવ્યોનો તેમાં દ્રવ્યથી દ્રવ્યનો, જેમકે • રૂપકથી રૂપકનો નિર્ગમ થતુ એકમાંથી જ બીજી કલા પ્રયોજવી. એકમાંથી ઘણી કળા નીકળી તે બીજો ભંગ, ઘણામાંથી થોડા કાળે યોકનો નિગમ તે ત્રીજો ભંગ ઈત્યાદિ • x •
ક્ષેત્ર-ક્ષેત્ર વિષયક નિર્ગમ. કાલનિર્મમ - કાળ જ અમૂર્ત છે, તો પણ ઉપચારથી વસંતનો નિર્ગમ અથવા દુભિક્ષથી દેવદત્ત નીકળ્યો અથવા કાળ દ્રવ્યધર્મ છે. તેનો દ્રવ્યથી જ નિર્ગમ. એ પ્રમાણે ભાવનિર્ગમ-પુદ્ગલથી વણદિનો નિગમજીવથી ક્રોધાદિનો નિર્ગમ. * * * * *
એ પ્રમાણે શિષ્ય મતિના વિકાસાર્થે પ્રસંગથી અનેક ભેદે નિગમ કહ્યો. આ પ્રશસ્ત ભાવ નિગમ માત્રાથી કે અપશસ્ત દૂર કરવાનો અધિકાર છે. બાકીના તેના અંગપણે છે. અહીં દ્રવ્ય - વીર છે, ક્ષેત્ર-મહાસત વન છે, કાલ-પ્રમાણકાળ છે, ભાવભાવપુરુષ છે. એ પ્રમાણે નિર્ગમના અંગો જાણવા.
હવે પહેલાં જિનના જ મિથ્યાત્વાદિથી નિર્ગમ કહે છે – • નિયુક્તિ-૧૪૬ -
અટવીમાં માર્ગથી ભ્રષ્ટ થયેલ સાધુને માર્ગ બતાવીને વર્ધમાનસ્વામીને સમ્યકત્વનો પ્રથમ લાભ જાણવો.
• વિવેચન-૧૪૬ :
અટવીમાં માર્ગથી વિપ્રનષ્ટ થયેલા સાધુને માર્ગ દેખાડી, પછી તેમની પાસેથી દેશના સાંભળીને સમ્યકત્વ પામ્યા. એ પ્રમાણે ભગવત મહાવીરને સમ્યકત્વનો પહેલો લાભ થયેલો જાણવો. કથાનક આ રીતે –
પશ્ચિમ વિદેહમાં એક ગામમાં બલાધિક હતો તે રાજાજ્ઞાથી ગાડાં લઈને લાકડા લેવા મહાટવીમાં ગયો. આ બાજુ સાધુઓ માર્ગમાં પ્રાપ્ત સાર્થની સાથે જતા હતાં. સાર્થમાં રહેલ સાધુ ભિક્ષાર્થે ગયા. સાર્થ ચાલ્યો ગયો. અજાણ હોવાથી માગ ભ્રષ્ટ થયા. માર્ગને ન જાણતા તેઓ અટવી માથી મધ્યાહ્ન કાળમાં તરસ, ભુખથી વ્યાપ્ત થઈ, જ્યાં ગાડાંનો પડાવ હતો તે ભાગમાં ગયા. તેમને જોઈને બલાધિક મહાન સંવેગથી બોલ્યો. અહો ! આ સાધુઓ તપસ્વી છે, અટવીમાં પ્રવેશેલા છે. તેમને અનુકંપાથી વિપુલ અશન-પાન આપીને કહ્યું - હે ભગવંતો ! હું તમને માર્ગે ચડાવી દઉં. તે આગળ ચાલ્યો. ત્યારે તે સાધુઓ પણ તેની પાછળ ચાલ્યા. * * * પછી ગુરુએ તેને ધર્મ કહેવાનું આરંભ્ય. તેનાથી તે બોધ પામ્યો. સાધુ પણ માર્ગે ચડી નિવૃત્ત થયા. તે બલાધિક કરી અવિરત સમ્યગુદૃષ્ટિ થયો, કાળ કરીને સૌધર્મ