________________
૧૧૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ઉપોદ્ઘાત નિ ૧૩૪
૧be શ્રેણિકનો કોપ એ સત દૈષ્ટાંત ભાવમાં છે.
• વિવેચન-૧૩૪ :
શ્રાવકની પત્નીનું દષ્ટાંત - કોઈ શ્રાવકે પોતાની સ્ત્રીની સખીને ઉભુત રૂપે જોઈ, આસક્ત થઈ દુબળો પડવા લાગ્યો. પોતાની સ્ત્રીને સાચી વાત કરી, સ્ત્રીઓ તેને આશ્વાસન આપ્યું, એકાંતમાં અંધારામાં વરાભરણથી સજ્જ થઈ, તેની સખીના રૂપે બોલાવી પતિની ઈચ્છા પૂર્ણ કરી, બીજે દિવસે વ્રત ભંગ થયું જાણી પશ્ચાતાપ કરવા લાગ્યો. સ્ત્રીએ પુરાવો આપી કહ્યું કે- આ મેં જ કર્યું છે, માટે વિશ્વાસ રાખો. અહીં બીજી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું તે અનનુયોગ. એ રીતે સ્વસમયનું કથન પરસમયને નામે કહે કે ઔદયિક ભાવના લક્ષણથી પથમિક વર્ણવે તે અનનુયોગ અને સમ્યક પ્રરૂપણા કરે તે અનુયોગ કહેવાય.
સપ્તપદિક ચોર- કોઈ ખરાબ ગામડામાં ચોર રહેતો. તે સાધુ, બ્રાહ્મણાદિમાં માનતો ન હતો કે સેવા કરતો ન હતો. ઉતરવા જગ્યા પણ આપતો ન હતો, ક્યાંક કોઈ ધર્મ ન બતાવી દે કે હું દયાળું ન બની જાઉં ? કોઈ વખતે ગામમાં સાધુઓ આવ્યા ઉતસ્વા સ્થાન માંગ્યું. ત્યારે ટોળકીએ તે ચોરનું ઘર બતાવ્યું. સરળ સ્વભાવે સાધુ ગયા. સાધુ બોલ્યા કે આ શ્રાવક ન હોય, ક્યાંક આપણે કંગાયા છીએ. ચોરને થયું કે હું ભલે ઠગાઉં પણ આવું બોલીને કોઈએ સાધુને ન ઠગાવા જોઈએ. પછી ધર્મ ન કહેવાની શરતે જગ્યા આપી. સાધુએ તે વાત કબૂલ રાખી. સાધુએ ચોમાસું કર્યું.
ચોમાસા બાદ વિહાર કરતાં સાધુએ શરત પૂરી થતાં ધર્મ સંભળાવ્યો - X - છેવટે નિયત કરાવ્યો કે કોઈને મારવો હોય તો સાત આઠ ડગલાં પાછળ ખસીને પછી મારવો. - x • કોઈ વખતે ચોરી કરવા ગયો પણ અપશુકન થતાં પાછો ફર્યો. તે રણે ચોરની બેન આવેલી. તેણે પુરુષનો વેશ પહેરી ભાભી સાથે નાચ જોઈ મોડી રાત્રે પાછા આવ્યા, તેથી નણંદ-ભોજાઈ એક જ પથારીમાં સૂઈ ગયાં. ચોરે જોયું કે આ તો પરપુરુષ છે. તલવારથી મારવા ધસ્યો ત્યાં ગુએ આપેલ વ્રત યાદ આવતાં સાત ડગલાં પાછળ ખસ્યો. ત્યાં નણંદ કંઈક બોલી, તેનો અવાજ સાંભળી સોને
ખ્યાલ આવ્યો કે આ તો મારી બહેન છે, તેણે જ પુરુષવેશ પહેરેલો છે. અહો ! જરા વિલંબ કસ્વાથી હું કાર્ય કરતાં બચી ગયો છું જેમ શ્રાવકની સ્ત્રીથી શ્રાવક બચ્યો તેમ સાધુના બોધ ચોર બચ્યાં. બોધ પામીને દીક્ષા લીધી.
કોંકણક પુત્રનું દાંત - કોંકણ દેશમાં એક છોકરો હતો. તેની મા મૃત્યુ પામી. બાળકના કારણે તેના બાપને બીજી સ્ત્રી મળતી ન હતી. • x • લાકડા લેવા ગયો ત્યારે બાપે તેને મારી નાંખવા વિચાર્યું. એક તીર માર્યું, બીજું મારતું તે છોકરો બોલ્યો, કેમ તીર ફેંકો છો ? હું વિંધાઈ ગયો. બાપે બીજું તીર માર્યુ અહીં પહેલાં અજાણતા મારે છે, તેમ વિચાર્યું તે અનનુયોગ, પછી ખબર પડી કે મને જાણીને મારે છે, તે અનુયોગ છે -x- આ પ્રમાણે કહેવું હોય તેનાથી ઉલટું કહે તે વિપરીતપણાથી અનનુયોગ થાય, ચયાયોગ્ય પ્રરૂપણાથી અનુયોગ થાય છે.
નોળીયાનું દૃષ્ટાંત- એક ચાક બ્રાહ્મણી ગર્ભિણી હતી. ત્યાં એક નોળીયાની માતા પણ ગર્ભવતી થઈ. બંનેને સાથે બચ્ચાં જન્મ્યા. બાઈએ વિચાર્યું કે આ મારા બાળકને રમવા યોગ્ય થશે, તેથી દુધ તથા ખાવાનું આપ્યું. નોળીયાનું બચ્યું મોટું થયું. છોકરાની મા ખાંડવા રોકાયેલી, બાળક પારણામાં સુવાડેલો, સર્ષે ડંસ દેતાં બાળક મરી ગયો. નોળીયાએ સાપને પારણાથી ઉતરતો જોઈને તેના ટુકડે ટુકડા કરી નાંખ્યા. લોહીથી ખરડેલ મોઢે આવેલો જોઈ તે બાઈએ વિચાર્યું કે - આણે મારા બાળકને મારી નાંખેલ છે. તેથી સાંબેલાજી મારી નાંખ્યો. પણ ઘરમાં સાપના ટુકડા જોઈને સાચી ખબર પડી. બાઈને પહેલાં ઉલટું સમજાયું તે અનનુયોગ અને પછી સાચું સમજાયું તે અનુયોગ જાણવો. એમ એકને બદલે બીજું સ્વરૂપે તે જાનનુયોગ અને સાચી પ્રરૂપણા તે અનુયોગ.
કમલામેલાનું દષ્ટાંત - દ્વારિકામાં બળદેવના પુત્ર નિષઘને સાગચંદ્ર નામે પુત્ર હતો. તે ઉત્કૃષ્ટ રૂપવાનું હોવાથી શાંબ વગેરે બધાંને વહાલો હતો. ત્યાં દ્વારિકામાં બીજા રાજાની કમલામેલા નામે સુંદર રૂપવાળી પુત્રી હતી. તેની સગાઈ ઉગ્રસેનના પણ નભસેન સાથે થયેલી. કોઈ વખત નારદજી આવ્યા સાગચંદ્રે તેનો સત્કાર કર્યો. બેઠાં પછી નમતાથી પૂછયું કે પ્રભુ ! કંઈ આશ્ચર્ય જોયું. નારદે કહ્યું કે આ દ્વારિકામાં જ કમલામેલા નામે કન્યા છે. પણ કોઈને અપાયેલી છે. સાગચંદ્રે પૂછયું - મને કેવી રીતે મળે ? નાક કહે – હું જાણતો નથી.
નારદના ગયા પછી સાગરચંદ્રને ધીરજ રહેતી નથી. તેથી કમલામેલા, કમલામેલા કરતો રહે છે, નારદ કમલામેલા પાસે ગયા, ત્યાં કન્યાએ આાર્ય પૂછતા બે કહા - એક તો રૂપમાં સાગરચંદ્ર છે અને બીજું કુરૂપમાં નભસેન છે. તે સાંભળી કમલામેલા સગચંદ્રની રાણી અને નભસેનથી વિરકત થઈ. નારદે પાછા આવીને સાગરચંદ્રને કહ્યું કે તેણી તને ચાહે છે. • x • શાંબકુમારે સાગચંદ્રને કહ્યું કે હું તને કમલામેલાનો મેળ કરાવી આપીશ. ત્યાં બધાં કુમારોએ ખુશ થઈને શાંગકુમારને નશો કરાવ્યો, તેના મોઢે વાત કબૂલ કરાવી. નશો ઉતર્યા પછી શાંબને થયું કે મેં આ અશક્ય વચન આપ્યું છે પણ હવે અન્યથા કેમ થાય ?
પછી તે પ્રધુમ્ન અને પ્રાપ્તિ વિધાને લઈને નભસેનના લગ્નના દિવસે સાગરચંદ્ર, શાંબ આદિ કુમારો ઉધાનમાં ગયા નારદ દ્વારા છુપી રીતે કમલામેલાને બોલાવી સાગચંદ્ર સાથે પરમઆવી. લગ્ન મંડપમાં ઉગ્રસેને કન્યાને શોધી પણ તે મળી નહીં. પછી ઉધાનમાં જોઈ. પ્રધુમ્ન વિધાધરના રૂપ વિકવ્ય. વાસુદેવ પોતે ઉગ્રસેન તરફથી લશ્કર લઈ લડવા આવ્યા. વખત આવે શાંબે પગે પડીને બધી વાત કહી દીધી.
કથાસાર એ કે જ્યારે સાગચંદ્રએ શાંબને કમલામેળા કહી તે અનનુયોગ છે, પણ જ્યારે તે શાંબ છે તેમ જાણ્યું તે અનુયોગ છે. આ પ્રમાણે વિપરીત પ્રરૂપણા • અનનુયોગ, સત્ય પ્રરૂપણા - અનુયોગ.
શાંબના સાહસના દષ્ટાંતો - જાંબુવતી રાણી કૃષ્ણ વાસુદેવને કહે છે કે -