________________
ઉપોદ્ઘાત નિ ૧૨૭
૧૦૩ વર્તમાનકાળ, ભાવિકાળ સંબંધી એવી કોઈ વસ્તુ નથી જેને ન જોતો હોય.
• વિવેચન-૧૨૭ :
એક ભાવપણે ભિન્ન તે સંભિન્ન જેવું બહાર તેવું જ અંદર છે. અથવા સંભિજ્ઞ તે દ્રવ્ય છે. કેવી રીતે? કાળ અને ભાવ તેના પર્યાયો છે. તે બંનેના સમસ્તપણાં વડે અથવા બધી બાજુથી ભિન્ન તે સંભિન્ન લોક તથા અલોકને સર્વ દિશામાં સર્વ વસ્તુ માત્રને કેવળી જુએ છે. તેમાં ધર્મ, અધર્મ આદિ દેખાય છે, માટે લોક, એકલું આકાશ છે તે અલોક છે. આ બંને વડે ક્ષેત્ર બતાવ્યું, એમાં બધાં દ્રવ્યો આવી ગયાં. આ લોક અને અલોકમાં કંઈ એવું નથી કે જેને કેવળી ન જુએ. તેમ તે દ્રવ્યોના પર્યાયો ભૂત, વર્તમાન અને ભાવિ સંબંધી પણ જાણી લે છે. * * *
ઉપોદ્ઘાત નિયુક્તિ વર્ણવતાં પ્રસંગથી કહેલું કે - તપ, નિયમ, જ્ઞાન વૃક્ષો ચઢેલા કેવલી - તે કેવલીનું સ્વરૂપ બતાવ્યું. તેમની પાસેથી સામાયિકાદિ શ્રુત આચાર્ય પરંપરાએ આવેલું છે. આ જિનપ્રવચનની ઉત્પતિ થઈ છે. એ બધું પ્રસંગથી કહ્યું હવે આ જિનપ્રવયનની ઉત્પત્તિ શું છે? કેટલું જિનપ્રવચન કહેવાનું છે ઈત્યાદિ - x - હાર સંગ્રહ કહે છે –
• નિયુક્તિ-૧૨૮ + વિવેચન :
જિન પ્રવચનની ઉત્પત્તિ, પ્રવચનના એકાર્થિક, એકાર્સિકના વિભાગ એ ત્રણ પણ પ્રસંગથી બાકી છે તયા દ્વારોની વિધિ, વિધાન વિધિ છે તે ઉપોદ્ઘાત જ છે અને નવિધિ તો ચોથો અનુયોગદ્વાર છે. શિષ્ય અને આચાર્યની પરીક્ષાનું વર્ણન તે વ્યાખ્યાન વિધિ છે. અનુયોગ તે સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અને સૂકાનુગમ છે. આ સમુચ્ચય અર્થ છે.
પ્રશ્ન ચોથો અનુયોગ દ્વાર નાવિધિ કહી પછી ત્રીજો અનુયોગ દ્વારરૂપ અનુયોગ શા માટે કહ્યો ? [ઉત્તર] નય અને અનુગમ બંને સાથે સહચર ભાવે વર્તે છે. તે બતાવવા માટે છે, કેમકે નયોના મતથી શન્ય એવા અનગમનો અભાવ છે. ચારે અનુયોગ દ્વારોનું વર્ણન કરતાં નયોને અંતે કહ્યા તે પણ યોગ્ય છે. કેમકે અનુગમ અને નય બંને સાથે બોલવા અશક્ય છે. * * * * * હવે પ્રવચનના એક અર્થવાળા શબ્દોને અને તેના વિભાગોને દર્શાવતા કહે છે -
• નિયુક્તિ-૧૨૯ થી ૧૩૧ :
એકાર્થી નામો ગણ છે – પ્રવચન, સૂત્ર અને અર્થ. પ્રવચન વગેરે એક એકના એકા પાંચ છે... શતધમ, તીર્થ, માર્ગ, પ્રવચન, પ્રવચન એકાવાળા છે. સુગ, બ, ગ્રંથ, પાઠ, શાસ્ત્ર એ એકાઈ છે... અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા, વાર્તિક એ અનુયોગના કાર્થી નામો છે.
• વિવેચન-૧૨૯ થી ૧૩૧ :
જેનો એક અર્થ હોય છે એકાર્ષિક છે. પ્રવચન - પૂર્વે વર્ણન કર્યું છે. સૂચના કરવાથી સૂગ છે. જેનાથી વસ્તુ પમાય તે અર્થ છે. અહીં પ્રવચન તે સામાન્ય શ્રુત
૧૦૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ છે, સ્ત્ર અને અર્થ બંને તેનાં વિશેષ છે.
પ્રશ્ન સૂત્ર અને અર્થની પ્રવચનની સાથે કાર્થતા યુક્ત છે કેમકે તે તેના વિશેષપણે છે, પણ સૂત્ર અર્થ બંને પરસ્પર ભિન્ન હોવાથી કાર્થતા ઘટતી નથી ? સૂત્ર વાગ્યેય છે - અર્થ, તેનું વ્યાખ્યાન છે અથવા આ ત્રણેમાં પણ ભિgiાર્થતા જ ઘટે છે. કેમકે દરેકના વિભાગનો સદ્ભાવ છે. ઈત્યાદિનું શું ? [ઉત્તર બે કમળ છે, એક ખીલેલું - બીજું ન ખીલેલું. સંકોચ-વિકાસના પર્યાયનો ભેદ હોવા છતાં કમળના સામાન્યપણાથી અભેદ છે. તેમ સૂત્રાર્થ પણ પ્રવચનની અપેક્ષાથી પરસ્પર અભેદ છે. પ્રવચન બંનેમાં કમળની માફક ઘટે છે. ત્રણેના એકાર્થિક વિભાગો પણ દેખાય છે. જેમકે- કમળ, અરવિંદ, પંજ ઈત્યાદિ - X- તેમ પ્રવચન, સત્ર, અર્થના એકાર્ચિક વિભાગો કમળ-બિડાયેલ-ખીલેલ માફક અવિરદ્ધ છે.
બીજી રીતે કહે છે – એકાર્થિક ત્રણ જ છે, તેને આશ્રીને કહેવું. -x- [શંકા દ્વાર ગાથામાં કહ્યું કે પ્રવચનના એકાર્ચિક કહેવા, તેમાં હવે ફેર પડી જસે. [સમાધાન] ના, ઉપર કહ્યું તેમ સૂત્ર અને અર્થ બંને પ્રવચનના વિશેષ છે, કેમકે સૂઝ અને અર્થમાં પણ પ્રવચનનું ઘટવાપણું છે. [શંકા જ એમ છે તો વિભાગ દ્વાર જુદુ બતાવવું વ્યર્થ થશે ? (સમાધાન) ના, અવિશેષપણે એકાયિકો કહેવા. સામાન્ય-વિશેષપણે પ્રવચનના ૧૫-એકાર્જિક છે.
વિશેષ ગોચર પર્યાયિોનું સામાન્ય ગોચર પચિપણું ન થાય, માટે બંનેનો વિભાગ કહેવો. જેમકે આંબો વગેરે વૃક્ષાદિ શબ્દોના પર્યાયો નથી, કેમકે લોકમાં પણ તેવો વ્યવહાર નથી - ૪ -
શ્રુતનો ધર્મ-સ્વભાવ તે કૃતધર્મ. કેમકે તે બોધના સ્વભાવપણે છે. શ્રુતનો બોધ પ્રવચન કરે છે. અથવા શ્રુત તે જીવનો પર્યાય છે, અને “શ્રુત તે જ ધર્મ''. તે શ્રતધર્મ. અથવા સુગતિને ધારણ કરવાથી શ્રુત તે જ ધર્મ છે. તીર્થનો અર્થ પૂર્વે કહી ગયા, તે ચતુર્વિધ સંઘ છે, સંઘને અનન્યપણે ઉપયોગી હોવાથી પ્રવચન તે તીર્થ છે.
જેના વડે આત્મા શોધાય તે માર્ગ છે. અથવા માર્ગણા કરવી તે માર્ગ છે. શિવને શોધવું તથા અભિવિધિએ પ્રગટ થયેલું જીવાદિ પદાર્થોમાં વચન માટે વપરાતું પ્રવચન તથા પ્રવચન પૂર્વે કહેલું છે. એટલે તેના પાંચ નામનો વિભાગ કહ્યો. - - - હવે સૂઝવિભાગ કહે છે –
સૂચના કરવાથી છે, તેના વડે, તેનાથી કે તેનામાં અર્થ વિસ્તાાય તે તંત્ર છે. ગુંથાય તે ગ્રંથ છે, પઠન થાય માટે પાઠ છે, અથવા તેના થી-ચકી-વડે પઠન થાય માટે પાઠ છે. તેનો અર્થ ખુલ્લું કરવું થાય છે. તેના વડે, તેનાથી કે તેનામાં શાસન થાય તે શાસ્ત્ર અથવા આત્મા વડે જાણવા યોગ્ય છે માટે શાસ્ત્ર છે. એકાર્દિકના પુનઃ કથનથી સામાન્ય અને વિશેષમાં પણ કોઈ અંશે ભેદ છે, તે જણાવે છે.
સૂ સાથે અર્થને જોડવો તે અનુયોગ અથવા સૂત્રનું અભિધેય વ્યાપાર તથા