________________
ઉપોદ્દાત નિ ૮૭
૮૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ તિર્યંચરૂપે ઉપજેલી, તે ત્યાંથી મરીને કોઈ બ્રાહ્મણના ઘેર દાસીપુત્ર થઈ. તે પાંચ વર્ષનો થયો. તે સોની પણ તિર્યંચથી મરીને તે જ કુળમાં કન્યારૂપે જન્મી. પેલા છોકરાને તે કન્યાને રમાડવા માટે નોકરીમાં રાખ્યો. તે કન્યા નિત્ય રડતી હતી. તે છોકરો કન્યાને છાતી રાખવા પેટે હાથ ફેરવતો હતો, ત્યાં અકસ્માત તેણીના યોનિદ્વારનો સ્પર્શ થયો કન્યા રડતી બંધ થઈ ગઈ. છોકરાએ જાણ્યું કે આ છાની રાખવાનો ઉપાય છે, છોકરી જયારે રડે ત્યારે તે છોકરો યોનિને સ્પર્શતો, કન્યા રડતી બંધ થઈ જતી. કન્યાના માબાપ તે જોઈ જતાં છોકરાને કાઢી
મૂક્યો.
મારવા હુકમ કર્યો. બધાં ચિતારાએ રાજાને કહ્યું કે આ દેવતાએ વરદાન આપેલો ચિતારો છે. રાજાએ દાસીનું મુખ દેખાડી તેની પરીક્ષા કરી, ચિતારાએ રૂપ ચીતરી આપ્યું, તો પણ રાજાએ તેનો અંગુઠો અને જોડેની આંગળી કપાવી નાંખ્યા, દેશનિકાલ કર્યો.
ચિતારાએ ફરી ચક્ષની આરાધના કરી, યક્ષે વરદાન આપ્યું કે તું ડાબા હાથે ચીતરી શકીશ. શતાનીકનું વૈર લેવા ચિતારો પ્રધોતરાજા પાસે ગયો. મૃગાવતીનું ચિત્ર ભેંટ ધર્યું. રાજાને માહિતી આપી. ચંડuધોતે શતાનીક રાજા પાસે મૃગાવતીની માંગણી કરતો દૂત મોકલ્યો. પછી - x - મોટું લશ્કર લઈ આવીને ચડાઈ કરી, અલાબલી શતાનીક તેના ભયથી મરણ પામ્યો. મૃગાવતીએ નાનો બાળક હોવાથી યુક્તિ કરી • x " નગરને મજબુત કિલ્લો કરાવ્યો. • x • ધન વડે નગરી સમૃદ્ધ કરી, ગુથી નગર ન ઘેરાય તેવું કરી દીધું. પછી વિચાર્યું કે - x • ભગવત મહાવીર વિચરે છે, જો તે સ્વામી અહીં આવે તો હું દીક્ષા લઉં, ભગવંતે કેવળજ્ઞાનથી જાણી, તે તરફ વિહાર કર્યો. સમોસરણ ચાયું. વૈરો શાંત થયા.
તે વખતે પ્રભુને સર્વજ્ઞ જાણીને મનમાં જ પ્રશ્ન કર્યો. તે સમયે ભગવંતે પ્રગટ કહ્યું કે- મનમાં પૂછવા કરતાં વચનથી જાહેરમાં પૂછ, જેથી ઘણાં પુરષો બોધ પામશે. ત્યારે તેણે પ્રશ્ન કર્યો કે ભગવદ્ ! ના સા સા સા ? જે પૂર્વે હતી તે આ છે ? ભગવંતે કહ્યું - હા, ત્યારે ગૌતમ સ્વામીએ [ભવ્ય જીવોના પ્રતિબોધ માટે પૂછ્યું - આણે ના ના સા સા કેમ પૂછ્યું? ભગવંતે તેણીનું ચાસ્ત્રિ કહ્યું -
તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. ત્યાં એક સોની આ લંપટ હતો. તે પ૦૦-૫૦૦ સોનામહોરો આપી જે કોઈ સુંદર કન્યા મળે તેને પરણતો. એ રીતે પ૦૦ કન્યા પરણ્યો. તે એકૈક સ્ત્રીને ચૌદ પ્રકારના દાગીના કરાવી દીધા. જેનો જે દિવસે વારો હોય, તેને તે દિવસે આભૂષણો આપે. પણ બીજા દિવસોમાં ન આપે. બીજા કોઈ તેની સ્ત્રી સાથે અનાચાર ન કરે માટે તે સોની ઘરમાંથી નીકળતો જ ન હતો અને કોઈને ઘરમાં પ્રવેશવા દેતો ન હતો. કોઈ વખતે મિત્રના આગ્રહથી સોનીને તેને ત્યાં જવું પડ્યું. તેને ગયેલો જાણી બધી સ્ત્રીઓએ ઈચ્છાનુસાર નાના કરી, • x - સુગંધી લેપ કરી, સારાં વસ્ત્રો પહેરી, ચૌદે આભુષણો પહેરી, દર્પણ હાથમાં લઈને બેઠી, તેવામાં સોની પાછો આવ્યો.
- સ્ત્રીઓને જોઈને કોપાયમાન થયો. તેમાં મુખ્ય હતી તેને એકને મરણતોલ માર માર્યો. બીજી બધીને થયું કે આપણાં આ જ હાલ થશે. બધીએ પરસ્પર સંકેત કર્યો. સોનીને ૪૯૯ સ્ત્રીઓએ દર્પણો એક સાથે તે સોની ઉપર ફેંક્યા. સોની ત્યાં જ મરણ પામ્યો. પછી પસ્તાવો થવાથી - ૪ - બધીએ ઓરડા બંધ કર્યા, સંકેતથી આગ સળગાવી બધી બળી મરી. આ પ્રમાણે પશ્ચાતાપના કોમળ પરિણામે અંતકાળે અકામ નિર્જરાચી મરીને તે ૪૯૯ સ્ત્રીઓ પુરુષરૂપે જન્મી. ચોરોની ટોળીમાં તે બધાં દાખલ થયા.
તે સોની પણ મરીને તિર્યય થયો. સોનીએ મારેલી પ્રથમ સ્ત્રી ત્યાં [31/6]
તે છોકરો - ૪ - કાળક્રમે ચોરસ્પલ્લીમાં પહોંચ્યો. પે'લા ૪૯૯ ચોરો સાથે થઈ ગયો. કોઈ વખત ૫૦૦ ચોર પે'લા નગરમાં ગયા, ધાડ પાડી, પે'લી બ્રાહ્મણ કન્યાને સુંદર જાણીને લઈ લીધી. ૫૦૦ પુરુષોએ ભોગવી. પછી તેમને ચિંતા થઈ કે આ બિયારી એકલી કેમ સહન કરશે ? જો કોઈ બીજી મળે, તો તેણીને વિશ્રાંતિ મળે. તેમ વિચારી બીજી સ્ત્રી લાવ્યા. કોઈ વખત તે બીજી સ્ત્રીને • x • પ્રપંચથી કુવામાં પાડી દીધી. ચોરોએ આવીને તપાસ કરતાં ખબર પડી કે પહેલી સ્ત્રીએ જ બીજીને મારી નાંખી છે ત્યારે પે'લા દાસીપુત્રને થયું કે આ જ અમારા બ્રાહ્મણશેઠની કન્યા છે. તેનો નિશ્ચય કરવા • x - ભગવંતને પ્રશ્ન કર્યો. ભગવંતે કહ્યું કે હા, તે તારી જ બહેન છે.
ત્યારે તે દાસીપણે જાણ્યું કે પૂર્વભવના પાપના ઉદયથી તેને કેવી દુષ્ટ બુદ્ધિ છે કે બાળપણથી જ કામ વિકાર હતો. પo૦ ચોરોના કટ છતાં તેણીએ બીજી સ્ત્રીને મારી નાંખી આ કામવિકારવાળા સંસારને ધિક્કાર છે. એમ વૈરાગ્ય પામી ભગવંત પાસે દીક્ષા લીધી. આખી પર્યા ત્યારે વધુ વૈરાગ્યવાળી બની. ત્યારે મૃગાવતી રાણી ઉભી થઈને ભગવંત પાસે આવી વંદન કરી બોલી કે – જો ચંડuધોતરાજા આજ્ઞા આપે તો હું દીક્ષા લઉં. ત્યારે દેવ-મનુષ્ય-અસુરની પર્ષદામાં લજ્જા પામી ચંદ્રપોતે આજ્ઞા આપી. - x - મૃગાવતીએ દીક્ષા લીધી. ૪૯૯ ચોરોએ પણ દીક્ષા લીધી. પ્રધોતની અંગારવતી આદિ આઠે પટ્ટરાણીએ પણ દીક્ષા લીધી.
ઉક્ત કથામાં – ચૌદ રાજાના સૈન્યએ પરંપરાથી ઇંટો લાવીને મૂકી, તે દ્રવ્યપરંપરા કહેવાય. હવે નિયુક્તિ શબ્દનું સ્વરૂપ કહે છે –
• નિયુક્તિ૮૮ :
નિશયથી જે અર્થો કહ્યા છે, તે અર્થો જોડેલા હોવાથી નિયુકિત કહેવાય છે, તેને સુગની પરિપાટીથી કહેવાને ઈચછે છે.
• વિવેચન-૮૮ :
નિશ્ચય વડે અથવા પ્રથમ સર્વથા અધિકપણે યુક્ત કર્યા તે નિર્યુક્ત. પદાર્થ તે જીવ આદિ, તે શ્રતના વિષયમાં છે, તેની સત્રમાં જ યોજના થયેલી છે, તેના વડે આ નિયુક્તિ છે. અર્થાત્ નિયુક્ત જે પદાર્થો તેની યુક્તિ તે નિયુક્તિ. અથાત્ સૂત્રમાં આવેલ વિષયની નિયુક્તિ બતાવવી તે જ નિયુક્તિ કહેવાય છે.