________________
ઉપોદ્ઘાત નિર્યુક્તિ
કાળ ઉપક્રમ છે.
ભાવોપક્રમ બે ભેદે છે - આગમથી, નોઆગમથી. આગમથી જ્ઞાતા અને ઉપયોગવાળો હોય. નોઆગમથી પ્રશસ્ત અને અપ્રશસ્ત. અપ્રશસ્તમાં ડોડિણિ, ગણિકા અને અમાત્ય આદિના દૃષ્ટાંત છે.
93
૦ એક નગરમાં એક બ્રાહ્મણી, તે વિચારે છે – દીકરીઓ કેવી રીતે સુખી થાય ? મોટી દીકરીને શીખવ્યું કે વર તારી પાસે આવે ત્યારે વરના માથામાં પગની એડી મારવી. તેનાથી વર ખુશ થયો, પગને ઈજા થઈ હશે માની પગ દબાવવા બેઠો સ્ત્રીને ધમકાવી પણ નહીં. ત્યારે મા એ કહ્યું હવે તને ખુશી પડે તેમ કરજે, તે તને કંઈ કરી શકશે નહીં.
બીજી દીકરીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ બોધ આપીને ચૂપ રહ્યો, મા એ કહ્યું કે તારે ડરવાનું નથી, માત્ર તે બોલબોલ કરશે.
ત્રીજી દીકરીને પણ તેમ શીખવ્યું. તેનો પતિ ક્રોધિત થઈ ગયો. તેણીને મારી, ધમકાવી કહ્યું કે તું અકુળમાં ઉત્પન્ન થયેલી છે. તેણીને માતાએ શીખવ્યું કે તારા પતિને કહેજે કે અમારી કુળરીતિથી આમ કર્યુ, પણ દેવની જેમ તેને ઉપાસજે, તેનાથી વિરુદ્ધ ન ચાલતી.
૦ ગણિકા કથા – એક નગરમાં ૬૪ કળામાં કુશલ ગણિકા રહેતી હતી.
તેણીએ બીજાની ભાવ પરીક્ષા માટે ઘરમાં બધી પ્રજાના પોતપોતાના વ્યાપાર કરનારા
પુરુષોના ચિત્રો બનાવ્યા. આવનારા પોતાની કળાને પ્રસંસતા. તેથી વેશ્યા તેનું વર્તન જોઈ ભાવપરીક્ષા કરી, તેમને અનુકૂળ વર્તતી. અનુકૂળ વર્તન જાણી, તે પુરુષ પણ વૈશ્યાને વારંવાર દ્રવ્ય આપતો.
આ પણ પ્રશસ્ત ભાવોપક્રમ છે.
૦ અમાત્ય દૃષ્ટાંત - કોઈ નગરમાં રાજા, અમાત્યસાથે ઘોડા દોડાવવા ગયો. રસ્તામાં વિષયભૂમિ જોઈ ઘોડાએ પેશાબ કર્યો. પેશાબે ખાડો પાડી ખાબોચીયું બનાવ્યું. રાજાએ તે ધારી ધારીને જોઈને વિચાર્યુ કે આ સ્થાને તળાવ સારું બની શકે, પણ બોલ્યો નહીં. અમાત્ય રાજાના ઈંગિત ચેષ્ટાદિમાં પ્રવીણ હોવાથી રાજીને પૂછ્યા વિના મોટું સરોવર ખોદાવ્યું. કિનારે બગીચા બનાવ્યા. બીજી વખત રાજા ત્યાંથી પસાર થતાં સરોવર જોઈને બોલ્યો કે – આ કોણે બનાવ્યું ? અમાત્ય કહે – આપે. રાજા કહે કેવી રીતે ? આપે પેશાબ જોયો તેથી. રાજાએ તેનો માન મરતબો વધાર્યો.
આ પણ અપ્રશસ્ત ભાવોપક્રમ છે.
હવે પ્રશસ્ત ભાવોપક્રમ કહે છે – શ્રુતાદિ કારણે આચાર્યના ભાવનો ઉપક્રમ કરવો [તેને અનુકૂળ વર્તવું] તે પ્રશસ્ત ભાવોપક્રમ છે. [પ્રશ્ન] વ્યાખ્યાનનું અંગ બતાવવાના અધિકારમાં ગુરુનો ભાવોપક્રમ બતાવવો અનર્થક નથી ? ના, કેમકે તે ગુરુભાવનો ઉપક્રમ પણ વ્યાખ્યાનના અંગપણે છે. કહ્યું છે – શાસ્ત્રના બધાં આરંભો ગુરુને આધીન છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
ભાષ્યકાર પણ કહે છે – વ્યાખ્યાનના અંગો સર્વે ગુરુના ચિત્તને આધીન છે, માટે જેમ તે પ્રસન્ન થાય તેમ કરવું. આકાર અને ઈંગિતમાં કુશળ ગુરુ શિષ્યને કાગડો ધોળો કહે, તો પણ ગુરુના વચનનું ખંડન ન કરવું પણ ધીમેથી એકાંતમાં પૂછવું કે આમ કહેવાનું શું કારણ છે ? ઉત્તમ શિષ્યએ ગુરુ જેમ પ્રસન્ન થાય તેમ
-
કરવું.
૭૪
[પ્રશ્ન] જો એમ છે, તો ગુરુનો ભાવ ઉપક્રમ કહેવો હતો, બીજા કહેવાની જરૂર નથી કેમકે તે નિરુપયોગી છે. [ઉત્તર] એમ નથી. ગુરુનું ચિત્ત પ્રસન્ન કરવા માટે જ તેમનું ઉપયોગીપણું છે. - x - દેશકાળ અપેક્ષાથી લાભ અને હાનિને વિચારીને આહારાદિ કાર્યમાં ઉપયોગવંત શિષ્ય ગુરુના ચિત્તને પ્રસન્ન રાખે અથવા ઉપક્રમના સામ્યપણાથી ચાલતા વિષયમાં કંઈક અંશે ઉપયોગી ન હોય તેવા અન્યત્ર બતાવે તેથી અદોષ છે.
શાસ્ત્રીય સિવાયનો ઉપક્રમ કહ્યો, હવે શાસ્ત્રીય કહે છે – તે પણ છ પ્રકારે છે – આનુપૂર્વી, નામ, પ્રમાણ, વક્તવ્યતા, અર્થાધિકાર, સમવતાર. તેમાં આનુપૂર્વી તે નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ગણના, ઉત્કીર્તન, સંસ્થાન, સામાચારી અને ભાવ એ દશ ભેદે છે. તેમાં યથાસંભવ સમવતારણ કરવું. વિશેષથી ઉત્કીર્તન અને ગણનામાં આનુપૂર્વી લેવી.
ઉત્કીર્તના - સંશબ્દના, જેમ કે સામાયિક, ચતુર્વિશતિ સ્તવ ઈત્યાદિ ગણનપરિસંખ્યાન, એક બે ત્રણ ચાર ઈત્યાદિ. તે ગણન અનુપૂર્વી ત્રણ પ્રકારે છે – પૂર્વ, પશ્ચાત્ અને આનુપૂર્વી. તેમાં પૂર્વાનુપૂર્વીમાં પહેલું સામાયિક છે. પશ્ચાતુપૂર્વીથી છઠ્ઠું છે. અનાનુપૂર્વીથી અનિયત છે. ક્યારેક પહેલું વગેરે. તેમાં આનુપૂર્વી કરવાનો આ ઉપાય છે – એક વગેરે વિવક્ષિત પદોની સ્થાપના કરવી. જેમકે ત્રણ પદ છે, તો પહેલાં ૧,૨,૩ લે. પછી ૨,૧,૩ લે. પછી ૧,૩,૨ લેવા ઇત્યાદિ. - ૪ - X -
હવે નામનું વર્ણન કરે છે. પ્રતિ વસ્તુ તરફ નમવાથી નામ છે. તે એકથી દશ સુધી જેમ અનુયોગદ્વારમાં બતાવેલ છે, તેમ જાણવું છ નામમાં તેનો અવતાર છે. તેમાં છ ભાવો ઔદયિકાદિ બતાવાય છે. તે છતાં સર્વ શ્રુતનો અવતાર ક્ષાયોપશમિકમાં જ છે. કેમકે શ્રુત તે ક્ષાયોપશમિક છે, તેમ પ્રમાણ વિચારતાં જેના વડે દ્રવ્ય વગેરે મપાય તે પ્રમાણ, તે પ્રમેયના ભેદથી ચાર રૂપવાળું છે - દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાળ
પ્રમાણ અને ભાવપ્રમાણ છે.
તેમાં સામાયિક ભાવરૂપ હોવાથી ભાવપ્રમાણના વિષયમાં સમજવું. આ ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું છે. ગુણ, નય, સંખ્યાના ભેદથી ભિન્ન છે. તેમાં ગુણપ્રમાણ બે ભેદે છે – જીવ ગુણ પ્રમાણ, અજીવ ગુણ પ્રમાણ. તેમાં જીવથી અપૃથક્ હોવાથી સામાયિકનો જીવ ગુણપ્રમાણમાં સમવતાર કરવો. તે જીવગુણ જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ ભેદથી છે. તેમાં બોધાત્મક હોવાથી સામાયિકનો જીવગુણ પ્રમાણમાં સમવતાર થાય. તે જ્ઞાન પણ પ્રત્યક્ષ અનુમાન ઉપમાન આગમ ભેદથી ભિન્ન હોવાથી
સામાયિક પ્રાયઃ બીજાને ઉપદેશ દેવારૂપ સવ્યપેક્ષપણે હોવાથી તેનો આગમમાં