________________
પીઠિકા-નિ૩૭,
૬૮
બતાવેલું છે. તેના અર્થને કહેવા અથ શબ્દ છે. • X - જીવ લક્ષણવાળા બઘાં દ્રવ્યો, તેમના પરિણામો - પ્રયોગ, વિસસા કે બંનેથી જન્ય ઉત્પાદ આદિ સર્વે દ્રવ્ય પરિણામો, તેનો ભાવ, સતા, લક્ષણ છે. તેને વિશેષથી જાણવું તે વિજ્ઞપ્તિ. તેમાં ભેદો ઉપચારથી છે. તે વિજ્ઞપ્તિનું કારણ કેવળજ્ઞાન છે. તેથી સર્વ દ્રવ્ય, ફોગ, કાળ, ભાવ વિષય સંબંધી છે. કેમકે ક્ષેત્રાદિ પણ દ્રવ્યપણે છે. તે બધાં દ્રવ્યો અનંતા હોવાથી આ કેવળજ્ઞાન જાણનાર પણ અનંત છે. હંમેશાં હોવાથી શાશ્વત છે, વ્યવહારનયના મતે પ્રતિપાતિ પણ થાય, માટે કહ્યું કે તે સદા અવસ્થિત છે.
- પ્રિન] પ્રતિપાતિ શબ્દ જ રાખો, શાશ્વત અયુક્ત છે [ઉત્તર] ના, અવધિજ્ઞાન, પ્રતિપાતિ હોવા છતાં શાશ્વત નથી. માટે બંને શબ્દો ઉપયોગી છે. આવરણના અભાવથી આ વળજ્ઞાન એક પ્રકારનું છે. કર્મક્ષય થવાથી એક જ રૂ૫ છે. મતિ. આદિથી નિપેક્ષ છે. કેવળ એવું તે જ્ઞાન તે કેવળજ્ઞાન છે.
અહીં તીર્થકર કેવળજ્ઞાન થયા પછી સવોના અનુગ્રહને માટે તીર્થકર નામ કર્મના ઉદયથી દેશના આપે છે. તેથી વતિના મૃતરૂપવથી અને તે ભાવ મૃતનું પૂર્વ કારણ હોવાથી શ્રુતજ્ઞાનનો સંભવ હોવાથી અનિષ્ટ આપત્તિવાળો મતિ મોહ મંદબુદ્ધિને ન થાય માટે કહે છે –
- નિયુક્તિ-૩૮ :
કેવળજ્ઞાન વડે અર્થો જાણીને પ્રાપ્ય ભાવોને તીર કહે છે. શબ્દોનો સમૂહ તેમનો વચન યોગ છે, શ્રુતજ્ઞાન નથી.
• વિવેચન-9૮ :
અહીં તીર્થકર કેવળજ્ઞાન વડે ધમસ્તિકાયાદિ મૂd-અમૂર્ત અભિલાયઅનભિલાનો નિશ્ચય કરીને, કેવળજ્ઞાન વડે જ જાણીને પણ શ્રુતજ્ઞાનથી નહીં કેમકે તે ક્ષાયોપથમિક છે, તેનો કેવલીને અભાવ હોય છે. સર્વ શુદ્ધિમાં દેશશુદ્ધિનો અભાવ હોય. તેના અર્થોની પ્રજ્ઞાપના, તેને યોગ્ય તે પ્રજ્ઞાપનીય. તેને જ કહે છે, બીજું નહીં. અનંત હોવાથી અને આયુ પરિમિત હોવાથી પ્રજ્ઞાપનીય બધું કહેતાં નથી. પણ ગ્રહણ કરનાર જીવોની અપેક્ષાથી જેટલું યોગ્ય હોય તે કહે. તેમાં કેવળજ્ઞાનથી ઉપલબ્ધ અર્થનો અભિધાયક શબ્દ રાશિ બોલાય. તે ભગવંતનો વાક્યોગ છે, પણ શ્રુતજ્ઞાન નથી. કેમકે ભગવંત નામકર્મના ઉદયથી બોલે છે અને શ્રુતજ્ઞાન તો ક્ષાયોપથમિક છે. તે જ શેષ શ્રુતજ્ઞાન છે. તેનો પરમાર્થ આ પ્રમાણ છે
શ્રોતાને શ્રુતpjયાનુસાર ભાવકૃતજ્ઞાનના નિબંઘનવથી શેષ • અપધાન તે દ્રવ્યદ્ભુત છે.
બીજા કહે છે – વાક્યોગ શ્રત છે, કેમકે તે શ્રોતાને ભાવ શ્રુતના કારણપણે છે. અથવા વાક્યોગશ્રુત તે દ્રવ્યશ્રુત છે.
સત્પદ પ્રરૂપણામાં અને ગતિને આશ્રીને કેવળજ્ઞાન સિદ્ધિ ગતિમાં અને મનુષ્યગતિમાં હોય. ઈન્દ્રિયને આશ્રીને નોઈન્દ્રિય કે અતીન્દ્રિયમાં હોય. એ પ્રમાણે ત્રસકાય કે અકાયમાં, સયોગી કે અયોગીમાં, અવેદકમાં, કષાયીમાં, શુકલતેશ્યી
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ કે અલેશ્યીમાં, સમ્યગૃષ્ટિમાં, કેવળજ્ઞાનીમાં, કેવલદર્શનીમાં, સંયત કે નોસંયતમાં, સાકાર-અનાકાર ઉપયોગીને, આહાક-અનાહારકને, ભાષક-અભાષકને, પરીdનોપરિતને, પર્યાપ્ત નોપયતકને, બાદરસ્નોબોદરને, સંજ્ઞી-નોસંજ્ઞીમાં, ભવ્ય-નોભવને હોય છે. કેમકે ભવસ્થ કેવળીને મોક્ષપ્રાપ્તિ પ્રતિ ભવ્યત્વ છે, ચરમ-અચરમને, ચરમ-કેવલી, અચરમ-સિદ્ધ કેમકે ભવાંતરની પ્રાપ્તિનો તેને અભાવ છે. ઉક્તને કેવળજ્ઞાન હોય.
પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપધમાનની યોજના કરી લેવી. દ્રવ્ય પ્રમાણને આશ્રીને પ્રતિપધમાન ઉત્કૃષ્ટથી ૧૦૮ છે. પૂર્વ પ્રતિપન્ન કેવળી તો અનંતા જાણવા. ક્ષેત્ર - જઘન્યથી લોકનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી લોક જ જાણવો. કેમકે કેવલિ સમુધ્ધાત કરે. એ પ્રમાણે સ્પર્શના પણ જાણવી. કાળથી સાદિ અનંત છે. પ્રતિપાતના અભાવે અંતર નથી. ભાગ દ્વારા મતિજ્ઞાન માફક જાણવું. ભાવમાં ક્ષાયિક છે. અલબત્ત મતિજ્ઞાનવત્ જ છે. કેવલજ્ઞાન કહ્યું. તે જ્ઞાનના નામથી નંદી થયું તેનાથી મંગલ થયું. મંગલદ્વારમાં જ્ઞાનપંચક કહ્યું. ચાલુ અધિકાર શ્રુતજ્ઞાન સંબંધી છે. તેથી નિયુક્તિકાર કહે છે –
• નિર્યુક્તિ-૩૯ વિવેચન :
અહીં અધિકાર શ્રુતજ્ઞાન વડે છે. કેમકે શ્રત વડે જ બાકીના મત્યાદિ જ્ઞાનો, આત્મા અને મૃતનો અનુયોગ થાય છે. કેમકે સ્વ-પર પ્રકાશકવણી દીવાના દષ્ટાંતવતુ તે રહેલું છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ આવશ્યકસૂત્રની પીઠિકા-નિયુક્તિ અને વૃત્તિનો અનુવાદ પૂર્ણ |