________________
૬૦ ૪/૨૬, નિં - ૧૩૦૪
પોતે આવ્યો. તેને અમાત્ય રૂપે સ્થાપ્યો. વિશ્વાસ પમાડ્યો.
તે કહે છે કે – પુન્ય વડે રાજ્ય મળે છે, ફરી પણ બીજા જન્મ માટે ભાથું બાંધો, ત્યારે દેવકુળ, સ્તૂપ, તળાવ, વાવ ખોદાવવા આદિમાં બધું દ્રવ્ય વપરાવી દીધું.
પછી શાલવાહનને બોલાવ્યો. ફરી પણ તપાવે છે. ત્યારે જે કંઈ આભરણાદિ હતા, તે લોકોને આપીને શાલવાનને નસાડી દીધો. બધું નાશ પામ્યું ત્યારે શાલવાહનને અમાત્યએ ફરી બોલાવ્યો. નભોવાહન પાસે મનુષ્યોને દેવા માટે કંઈ ન હતું. તે નાશ પામ્યો. નાશ પામેલા નગરને પણ ગ્રહણ કર્યુ.
આ દ્રવ્ય પ્રણિધિ - [દ્રવ્યથી માયા]
૫૫
ભાવપ્રણિધિનું દૃષ્ટાંત - ભૃગુકચ્છમાં જિનદેવ નામે આચાર્ય હતા. ભદંતમિત્ર અને કુણાલ બંને ચણિકો ભાઈ અને વાદી હતા. તે બંને ભાઈઓએ પડહ વગડાવ્યો. જિનદેવ ચૈત્યવંદનાર્થે ગયા. પડહ સાંભળીને રોક્યો. પછી રાજકુળમાં વાદ થયો.
બંને ચણિકો પરાજય પામ્યા. પછી બંને વિચારે છે કે – આમના સિદ્ધાંતથી જ વાદ કરો, જેથી તેનો ઉત્તર આપી ન શકે. માયા કરીને તેમની પાસે દીક્ષા લીધી. પણ ભણતાં ભણતાં સત્ય સમજાવાથી ભાવથી દીક્ષા સ્વીકારી. આ ભાવ પ્રણિધિ.
હવે “સુવિધિ”. સુવિધિથી યોગ સંગ્રહ કરાય છે. વિધિ એટલે અનુજ્ઞા વિધિ, જેને ઈષ્ટ છે. શોભનવિધિ તે સુવિધિ. તેમાં ઉદાહરણ જેમ સામાયિક નિયુક્તિમાં અનુકંપામાં કહ્યું તેમ જાણવું.
• નિયુક્તિ-૧૩૦૫,૧૩૦૬-વિવેચન :
દ્વારાવતી નગરી, વૈતરણી અને ધન્વંતરિ વૈધ, એક ભવ્ય, બીજો અભવ્ય. કથન, પૃચ્છા, ગતિ-નિર્દેશ, સંબોધિ. તે વાનરયૂથપતિ જંગલમાં સુવિહિતની અનુકંપાથી દેદીપ્યમાન શ્રેષ્ઠ શરીરી વૈમાનિકદેવ થયો યાવત્ સાધુને સંહરીને સાધુની સમીપે
લાવ્યો.
હવે વીસમો યોગ સંગ્રહ - ‘સંવર’ સંવથી યોગ સંગ્રહ થાય. તેમાં પ્રતિપક્ષની ઉદાહરણ ગાયા કહે છે
• નિયુક્તિ-૧૩૦૭-વિવેચન :
રાજગૃહમાં શ્રેણિકે વર્ધમાનસ્વામીને પૂછ્યું. એક દેવી નૃત્યવિધિ દેખાડીને ગઈ, આ કોણ છે ? ભગવંતે કહ્યું – વારાણસીમાં ભદ્રસેન જીર્ણશ્રેષ્ઠી, તેની પત્ની નંદા, તેની પુત્રી નંદશ્રી હતા. નંદશ્રીના લગ્ન થયેલા નહીં. ત્યાં કોષ્ઠક ચૈત્યમાં પાર્શ્વસ્વામી સમોસર્યા. નંદશ્રીએ દીક્ષા લીધી. ગોપાલિકા આનિ શિષ્યારૂપે સોંપ્યા. પહેલાં ઉગ્ર વિહાર કરીને પછી અવસન્ના થઈ. હાથ, પગ ધોવે છે આદિ દ્રૌપદી મુજબ જાણવું. તેને રોકતાં અલગ વસતિમાં જઈને રહી. તે સ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કરીને લઘુ હિમવંત પર્વત પદ્મદ્રહમાં શ્રીદેવી નામે દેવગણિકા થઈ. કેમકે તેણીએ સંવર ન કર્યો. પ્રતિપક્ષ - તેમ ન કરવું જોઈએ.
બીજા કહે છે હાયણીરૂપે વાયુ છોડતી - ઓડકાર કરતી હતી. ત્યારે શ્રેણિકે ઉક્ત પ્રશ્ન પૂછેલો. “સંવર” યોગ કહ્યો.
-
–
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૪
હવે એકવીસમો યોગ સંગ્રહ “આત્મદોષોપસંહાર'' કરવો. જો કંઈ પણ
કરીશ તો બમણો બંધ થશે. તેનું દૃષ્ટાંત.
•
નિયુક્તિ-૧૩૦૮-વિવેચન :
દ્વારાવતીમાં અહમિત્ર શ્રેષ્ઠી હતો. અનુદ્ધરી તેની પત્ની હતી. તે બંને શ્રાવક હતા. તેનો પુત્ર જિનદેવ હતો. તેને રોગો ઉત્પન્ન થયો. તેની ચિકિત્સા શક્ય ન હતી. વૈધે કહ્યું – માંસ ખાવું. જિનદત્તે તે ન માન્યુ. પછી સ્વજન, પરિજન, માતા, પિતા બધાંએ પુત્રના સ્નેહથી અનુમતિ આપી. ઘણું કહ્યું ત્યારે જિનદત્તને થયું કે – સુચિર રક્ષિત વ્રત કેમ ભાંગવા ? સળગતી આગમાં પ્રવેશવું સારું, પણ ચિરસંચિત વ્રત ન ભાંગવા. આત્મદોષનો ઉપસંહાર કરવો. સર્વ સાવધના પચ્ચકખાણ કરીને મરીશ. જો
૫૬
કોઈ રીતે કર્મના ક્ષયોપશમથી સુધારો થાય તો પણ પચ્ચકખાણમાં જ રહીશ. દીક્ષા લીધી. શુભ અધ્યવસાયથી જ્ઞાન ઉત્પન્ન થયું યાવત્ સિદ્ધ થયા.
હવે ૨૨-સર્વકામ વિતતા - સર્વકામથી વિરક્ત થવું તેનું દૃષ્ટાંત. • નિયુક્તિ-૧૩૦૯-વિવેચન
:
ઉજ્જૈની નગરીમાં દેવલાસુત રાજા હતો. તેને અનુક્તા લોચના નામે પત્ની હતી. કોઈ દિવસે તે રાજા શય્યામાં હતો, રાણી તેના વાળને સંવારની હતી. રાણીએ વાળમાં પલીયો [સફેદ વાળ] જોયો, બોલી કે – હે રાજન ! દૂત આવ્યો. તે સંભ્રમથી ઉભો થઈ ગયો. ક્યાં છે ? ત્યારે રાણી બોલી – ધર્મદૂત આવ્યો. ધીમેથી આંગળીમાં વીંટીને ઉખેળીને વાળ બનાવ્યો. રાજાને ખેદ થયો - અમારા પૂર્વજો પળીયા આવ્યા પહેલાં જ પ્રવ્રજ્યા લઈ લેતા હતા. હું પ્રવ્રુજિત થયો નહીં. તેણે પાસ્થને રાજાપણે સ્થાપીને તાપસી દીક્ષા લીધી. રાણીએ પણ લીધી. સંગત દાસ અને અનુમતિકા દાસીએ પણ તે બંનેના અનુરાગથી પ્રવ્રજ્યા લીધી. બધાં જ અસિતગિરિ તાપસ આશ્રમે ગયા.
સંગત અને અનુમતિકા બંને એ કેટલાંક કાળે દીક્ષા છોડી દીધી. રાણીએ પણ ગર્ભ છે, તે વાતને પૂર્વે છૂપાવી રાખેલી. પછી ઉદર વધવા લાગ્યું. રાજાને ખેદ થયો કે – આમાં મારો અપયશ થશે. તાપસો ગુપ્તપણે તેણીનું સંરક્ષણ કરે છે. સુકુમાલ રાણીને બાળકી જન્મતા તે રાણી મૃત્યુ પામી. તેણી બીજી તાપસીનું દુધ પીને મોટી થઈ. તેનું અર્ધસંકાશા નામ રાખ્યું. તેણી યુવાન થઈ. તે પિતાની અટવીએ આવીને વિશ્રામ કરે છે. તે રાજા તેના ચૌવનમાં આસક્ત થયો. કોઈ દિવસે દોડીને તેણીને પકડવા જતાં ઝુંપડીના કાષ્ઠમાં પડ્યો. પડીને વિચારવા લાગ્યો – ધિક્કાર છે કે મને આલોકમાં જ આવું ફળ મળ્યું. ન જાણે પરલોકમાં શું થશે ? તે બોધ પામ્યો. અવધિજ્ઞાન થયું. તેણે “સર્વ કામ વિસ્ત” અધ્યયન કહ્યું. પુત્રી પણ વિક્ત થઈ સંયતીને આપી. તે પણ સિદ્ધ થયા.
આ પ્રમાણે સર્વકામ વિક્તથી યોગ સંગ્રહ થાય છે. હવે “પ્રત્યાખ્યાન” નામે ૨૩-મો યોગ સંગ્રહ કહે છે – પચ્ચકખાણ બે ભેદે છે – મૂળ ગુણ પચ્ચકખાણ અને ઉત્તરગુણ પચ્ચકખાણ. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાનની દૃષ્ટાંત ગાથા કહે છે
-